એક્શન,ડ્રામા અને થ્રિલરથી ભરપૂર છે ફિલ્મ જવાનનું ટ્રેલર:SRKની એન્ટ્રી જોઈ હોશ ઉડી જશે

એક્શન,ડ્રામા અને થ્રિલરથી ભરપૂર છે ફિલ્મ જવાનનું ટ્રેલર:SRKની એન્ટ્રી જોઈ હોશ ઉડી જશે
એક્શન,ડ્રામા અને થ્રિલરથી ભરપૂર છે ફિલ્મ જવાનનું ટ્રેલર:SRKની એન્ટ્રી જોઈ હોશ ઉડી જશે
બોલીવૂડના કિંગખાનની ફિલ્મ જવાન જેની શાહરુખ ખાનના ફેન્સ રાહ જોઇ રહ્યાં છે.  ફાઇનલી ફિલ્મના રિલીઝના અઠવાડિયા પહેલાં જવાનનું ટ્રેલર રિલીઝ કર્યું છે. શાહરુખે જવાનનું ટ્રેલર દુબઈથી રિલીઝ કર્યું છે. ફિલ્મ જવાનનું નિર્દેશન એટલા કુમાર દ્વારા કરવામાં આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

આ ફિલ્મમાં શાહરુખ ખાન 5 અલગ-અલગ લુકમાં જોવા મળશે. ફિલ્મ જવાનમાં શાહરૂખના લુક પર ઘણું કામ કરવામાં આવ્યું છે તેના પાંચેય લુક સામે આવી ગયા છે, જેને જોઇને તો ચાહકોમાં ફિલ્મને લઇને ક્રેઝ પણ વધી ગયો છે. એક રાજા હતો, તે એક પછી એક યુદ્ધ હારતો રહ્યો..શાહરૂખ ખાનની ‘જવાન’નું ટ્રેલર આ નરેશનથી શરૂ થાય છે. કિંગ ખાને પોતે તેનો અવાજ આપ્યો છે. ટ્રેલરમાં વિજય સેતુપતિ, સાન્યા મલ્હોત્રા, નયનથારા, દીપિકા પાદુકોણ, સુનીલ ગ્રોવર અને રિદ્ધિ ડોગરાની ઝલક જોવા મળી છે. ‘જવાન’ની સ્ટોરી ફરી એકવાર દેશને બચાવવાની છે. જ્યાં કાલી (વિજય સેતુપતિ) જેવા આર્મસ ડિલરથી દેશને બચાવવાનો સમય છે પરંતુ આ વખતે તમને હીરોની એકદમ અલગ સ્ટાઈલ જોવા મળશે. ટ્રેલરમાં શાહરૂખ ખાનનો ડબલ રોલ જોવા મળી રહ્યો છે. જ્યારે નયનતારા એક પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળી રહી છે.

એડવાન્સ બુકિંગ 

જવાનનું એડવાન્સ બુકિંગ ભારતમાં હજુ શરૂ થયું નથી પરંતુ વિદેશમાં બુકિંગ શરૂ થઈ ગયું છે. અત્યાર સુધીમાં ફિલ્મની લાખો ટિકિટો વેચાઈ ચૂકી છે. આ જોઈને કહી શકાય કે ફિલ્મ શરૂઆતના દિવસે જ જોરદાર કમાણી કરવા જઈ રહી છે. ચાહકો હવે ભારતમાં ઓપનિંગની રાહ જોઈ રહ્યા છે.સ્ટાર કાસ્ટની વાત કરીએ તો આ ફિલ્મમાં શાહરૂખ ખાન સાથે નયનથારા, વિજય સેતુપતિ, સાન્યા મલ્હોત્રા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. જેમાં દીપિકા પાદુકોણનો કેમિયો છે. દીપિકાની એક ઝલક જોઈને ફેન્સ પાગલ થઈ ગયા છે. આ ફિલ્મ 7 સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે.

બોલિવુડના કિંગ ખાન શાહરૂખ ખાનની અપકમિંગ ફિલ્મ જવાનને રિલીઝ થવામાં એક અઠવાડિયા જેટલો સમય બાકી છે. 31 ઓગસ્ટ એટલે કે આજે ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ચુક્યું છે. તેમના ફેંસ આતુરતાથી તેની રાહ જોઈ રહ્યા હતા. મહત્વનું છે કે આ વર્ષે શાહરૂખની આવેલી ફિલ્મ પઠાણે બોક્સ ઓફિસ પર ખૂબ ધૂંમ મચાવી હતી. 

Read About Weather here

ટ્રેલર આવ્યું સામે 
2 મિનિટ 47 સેકેન્ડના આ ટ્રેલરમાં ફેંસને એક્શન, ડ્રામા અને રોમાંસનું જબરદસ્ત કોમ્બિનેશન જોવા મળશે. ટ્રેલરની શરૂઆત શાહરૂખના ધાંસૂ ડાયલોગ સાથે થાય છે. ત્યાર બાદ તે ઘણા અલગ અલગ લુકમાં જોવા મળી રહ્યો છે. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here