ઉર્મિલા માતોંડકરના સપોર્ટમાં રામગોપાલ વર્મા, કંગનાને સણસણતો જવાબ આપ્યો


કંગના રનૌત તેના નિવેદૃનોને કારણે સતત ચર્ચાઓમાં છવાયેલી રહે છે. અભિનેત્રી ઉર્મિલા માતોંડકરને સોટ પોર્ન સ્ટાર કહૃાા બાદૃ કંગનાની ઉર્મિલા સાથે તકરાર શરૂ થઈ હતી. ઉર્મિલાએ કંગનાને જવાબ આપ્યો હતો. આ દૃરમિયાન દિૃગ્દૃર્શક રામ ગોપાલ વર્મા (રામુ) પણ ઉર્મિલાના સમર્થનમાં આવ્યા છે. રામ ગોપાલ વર્માએ ટ્વીટ કરીને કહૃાુ કે- ‘હું આવા વિવાદૃમાં પડવા માંગતો નથી, પરંતુ મારું માનવું છે કે ઉર્મિલા માતોંડકરે રંગીલા, સત્યા, કૌન, ભૂત, એક હસીના થી જેવી ફિલ્મોમાં ખુબજ અઘરી ભૂમિકા નિભાવીને તેનું ટેલેન્ટ સાબીત કરી દૃીધું છે. જટિલ પાત્રો ભજવીને પોતાની વિવિધ પ્રતિભાઓને સાબિત કરી છે.

ઉર્મિલાએ રામ ગોપાલ વર્મા સાથે રંગીલા જેવી હિટ ફિલ્મમાં કામ કરીને એક અલગ ઓળખ બનાવી હતી. આ સિવાય બંનેએ વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું જે બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. ઉર્મિલાએ એક ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં કહૃાું હતું  ‘એક વ્યવસ્થિત સમાજની છોકરી એવી હશે જે આવા શબ્દૃોનો ઉપયોગ કરશે શું ઉખાડી લેશો મારૂ? વરિષ્ઠ સહકાર્યકર જયા બચ્ચન સાથે ઉદ્ધતાથી વાત કરશે. શું આ સારું વર્તન છે? તે ભારતીય સંસ્કૃતિમાં ક્યાંય છે? ભારતીય સંસ્કૃતિનાં કયા પાનામાં આ પાઠ શીખવવામાં આવે છે?

માત્ર રામ ગોપાલ વર્મા જ નહીં પરંતુ પૂજા ભટ્ટ, સ્વરા ભાસ્કર, અનુભવ સિન્હા સહિત ઘણા સ્ટાર્સ ઉર્મિલાના સમર્થનમાં આવ્યા છે. ઉર્મિલાએ કંગના રનૌતને બોલિવૂડના ઉદ્યોગના મોટા નામો જાહેર કરવા જણાવ્યું કે જેને તે બોલિવૂના ડ્રગ માફિયાઓની ગેંગનો ભાગ ગણાવે છે. ઉર્મિલાએ કહૃાું કે તેને સમજાતું નથી કે કંગનાને ફિલ્મ ઉદ્યોગમાં દૃરેક એક વ્યક્તિ સાથે કેમ સમસ્યાઓ થઈ રહી છે. આ પહેલા કંગનાએ એક ઇન્ટરવ્યુમાં સોટ પોર્ન સ્ટાર તરીકે ઉર્મિલા માતોંડકરની સરખામણી કરી હતી. કંગનાએ કહૃાું હતું કે ઉર્મિલા એક્ટિંગ જરાય જાણતી નથી. તો તે શા માટે જાણીતી છે? સોટ પોર્ન માટે? કંગનાની આ ટ્વીટ બાદૃ ઉર્માલા નારાજ થઇ છે.