આગામી ટુંક દિવસોમાં નવું ગ્રીનફીલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટ શરૂ બનાર છે તે પહેલા હાલના હવાઈ એરપોર્ટમાં આજથી ઈન્દોર અને ઉદયપુરની ફલાઈટ શરૂ થતા એરપોર્ટ પર બંને ફલાઈટનું રન-વે પર વોટર કેનનથી સ્વાગત સાથે મુસાફરોના મો મીઠા કરાવી આવકારવામાં આવ્યા હતાં.
Visit Saurashtra Kranti Homepage here
ઈન્ડિગો એર લાઈન્સ કંપનીની ફલાઈટ 6 C 7425 ઉદયપુર રાજકોટનું સવારે લેન્ડીંગ થતા રન-વે પર વોટર કેનનથી સ્વાગત કરવામાં આવ્યું હતું આ ફલાઈટમાં 60 મુસાફરોનું આગમન થતા મો મીઠા કરાવવામાં આવ્યા હતાં.બાદ 42 મુસાફરો સાથે ફલાઈટ ઉદયપુર જવા ટેકઓફ થઈ હતી. ત્યારબાદ ઈન્દોરની ફલાઈટ 6ઈ 7436નું લેન્ડીંગ થતા આ ફલાઈટનું પણ વોટર કેનનથી સ્વાગત કરી મુસાફરોની ઉપસ્થિતિમાં કેક કાપવામાં આવી હતી. આ ફલાઈટમાં 50 મુસાફરોનું આગમન થયું હતું અને 45 મુસાફરોએ ઈન્દોર જવા પ્રસ્થાન કર્યું હતું.ઈન્ડિગો એર લાઈન્સ કંપનીએ મુંબઈ,દિલ્હી, બેંગ્લોર, ગોવા, પૂના બાદ વધુબે સેકટર ઈન્દોર અને ઉદયપુર આજથી શરૂ કરતા રાજકોટ સહિતના સૌરાષ્ટ્રવાસીઓ માટે હવાઈ સેવામાં વધારો થયો છે.
Read About Weather here
રાજકોટ એરપોર્ટની હવાઈ સેવામાં વધારો થતા દિવસભર 12 જેટલી ફલાઈટના અઅવાગમનથી એરપોર્ટ મુસાફરોના કોલાહલથી ધમધમી ઉઠયું છે ઈન્ટરનેશનલ એરપોર્ટ શરૂ થવા આડે હવે જુજ દિવસો રહ્યા છે.ત્યાર હાલના એરપોર્ટમાં ડેઈલી મુંબઈ, દિલ્હી, બેંગ્લોર, ગોવા, પુના, ઈન્દોર, ઉદયપુર સુરત જેવા મેટ્રો શહેરને જોડતી હવાઈ સેવાના વ્યાપથી રાજકોટ સહિતના વેપાર ઉદ્યોગને મોટો ફાયદો થયો છે. સાથે પર્યટકો, વિદ્યાર્થીઓ અને મુસાફરોને પણ હવાઈ સેવા ઉપયોગી નિવડી છે. પર્યટન સ્થળ ઉદયપુર જતા પર્યટકો અને નાથદ્વારા જતા ભાવિકોને હવાઈ સેવાથી આવવા-જવાની અનુકુળતા વધી છે. ઈન્ડિગોએ સેવાનો વ્યાપ વધારતા રાજકોટની હવાઈ સેવામાં વધારો થયો છે. રાજકોટ વાસીઓની વર્ષો જુની માંગ પણ સંતોષાઈ છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here