
ગુજરાત રાજય સરકાર દ્વારા તા. 1 ઓગષ્ટ થી તા. 7 ઓગષ્ટ, ર0ર3 સુધી સમગ્ર રાજયમાં નારી વંદન ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. અમરેલી જિલ્લા મહિલા અને બાળ કચેરી દ્વારા બુધવારે ‘બેટી બચાવો પેટી પઢાવો’ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં રમત ગમત, શિક્ષણ, કલા સહિતના ક્ષેત્રે સફળતા મેળવનાર વિદ્યાર્થીનીઓનો, અમરેલી જિલ્લા કલેકટર અજય દહિયાની પ્રેરક ઉપસ્થિતિમાં ‘કોફી વીથ કલેકટર’કાર્યક્રમ યોજાયો હતો.
Visit Saurashtra Kranti Homepage here
વિદ્યાર્થીનીઓને સંબોધતા જિલ્લા કલેકટરે જણાવ્યુ હતુ કે, કારકિર્દીલક્ષી સફળતા મેળવવા માટે જીવનમાં સાતત્ય ખૂબ જરૂરી છે. કોઈ પણ ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે અગાઉથી તૈયારી કરવી અને રોજે રોજ તેની તૈયારી કરતી રહેવી જોઈએ, સાતત્યથી સફળતા મળે છે. આ પ્રસંગે હેન્ડબોલનાં ખેલાડી સુમિતાબેન હડિયા, માનસીબેન ગજેરા, દિવ્યાબેન સોંલકી, કેશવીબેન ભાડ, ઈશાનાબેન ચૌહાણ, ઉર્મિલાબેન ચૌહાણ, પ્રિયાંશીબેન ધાધલ, શુટિંગ પ્લેયર હિરપરા હસ્તીબેન, વિદ્યાર્થી અનુગ્રહભાઈ પોલેરા, ઝીલબેન સાનેપરા, કિવઝ પ્લેયર દ્રષ્ટિબેન માંડવીયા, કરાટે પ્લેયર અલ્ફીઝાબેન ભટ્ટી, આરોગ્ય ક્ષેત્રે સફળતા મેળવનાર જલ્પાબેન જોગરાણા, દેવાંશીબેન ગોંડલીયા, વકૃત્વ સ્પર્ધામાં રાજય કક્ષાએ દ્વિતિય ક્રમ મેળવનાર આસ્થાબેન જનમાર, કલા મહાકુંભમાં લોકનૃત્યમાં જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવનાર નિરાલીબેન પરમારનું કલેકટરના હસ્તે ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેકટરે વિદ્યાર્થીનીઓ સહિત ઉપસ્થિત સર્વને ઉજજવળભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી.
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here