બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા તથા વિરાટ કોહલી હાલમાં વૃંદાવન આવ્યાં હતાં. બંને હાલમાં જ દીકરી સાથે ‘બાબા નીમ કરોલી’ આશ્રમમાં ગયા હતા. બંનેએ શ્રી હિત પ્રેમાનંદ ગોવિંદ શરણજી મહારાજના આશીર્વાદ લીધા હતા.
Visit Saurashtra Kranti Homepage here
આ મુલાકાતનો એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં અનુષ્કા-વિરાટ દીકરી વામિકા સાથે બાબાના દર્શન કરે છે અને હાથ જોડીને બાબાના આશીર્વાદ લે છે. અનુષ્કા વ્હાઇટ ડ્રેસ, બ્લેક જેકેટ, વ્હાઇટ કેપ તથા ફ્લોરલ સ્કાર્ફમાં હતી તો વિરાટ ઓલિવ ગ્રીન જેકેટ, બ્લેક કેપ તથા ટ્રાઉઝર પહેર્યું હતું. વામિકા મમ્મી અનુષ્કાના ખોળામાં બેઠી હતી અને આશ્રમના લોકો અનુષ્કાને ચુંદડી ઓઢાડે છે અને વામિકાને માળા પહેરાવે છે.મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, અનુષ્કા-વિરાટે વૃંદાવનમાં ધાબળા વહેંચ્યા હતા. બંનેએ આશ્રમમાં અંદાજે એક કલાક સુધી ધ્યાન ધર્યું હતું. બંને બાબા નીમ કરોલીમાં ઘણી જ આસ્થા ધરાવે છે.
Read About Weather here
વ્હાઇટ ડ્રેસમાં વામિકા ઘણી જ સુંદર લાગતી હતી. વામિકાનો આ વીડિયો જોઈને ચાહકો ખુશ થઈ ગયા હતા. અનુષ્કાના ખોળામાં બેઠેલી વામિકા આમતેમ જોતી હોય છે અને જ્યારે તેની મમ્મીને ચુંદડી ઓઢાડવામાં આવે ત્યારે તે તરત જ તેની મમ્મી સામે ક્યૂટ રીતે જોતી હોય છે. આ વીડિયો સો.મીડિયામાં ઘણો જ વાઇરલ થયો છે. એક યુઝરે કમેન્ટ કરી હતી કે વિરાટ તથા અનુષ્કા કેલી કુંજમાં આવ્યા હતા અને સત્સંગમાં ભાગ લીધો. અન્ય એકે કહ્યું હતું કે ભગવાન આ પરિવારને આશીર્વાદ આપે. વામિકા ઘણી જ ક્યૂટ છે. નોંધનીય છે કે અનુષ્કા-વિરાટ દીકરી સાથે બે દિવસ માટે વૃંદાવન આવ્યા હતા. 5 જાન્યુઆરીની સાંજે ચાર વાગે વૃંદાવનના પવન હંસ હેલિપેડથી પ્રાઇવેટ હેલિકોપ્ટરથી દિલ્હી રવાના થયા હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here