અલાના પાંડે તથા આઇવોર મેકક્રે લગ્ન કરવાના છે. અલાનાની મહેંદી સેરેમનીમાં બોલિવૂડના જાણીતા સેલેબ્સ આવ્યા હતા. આ ફંક્શનની ઇનસાઇડ તસવીરો સામે આવે છે. આ તસવીરોને કારણે અલાના પાંડેની કઝિન અનન્યા પાંડે ટ્રોલ થઈ રહી છે. અલાના પાંડેની મહેંદી સેરેમનીમાં એક યુવતી સિગારેટ પીતી જોવા મળી હતી. સો.મીડિયા યુઝરે દાવો કર્યો છે કે આ યુવતી અનન્યા પાંડે જ છે.
Visit Saurashtra Kranti Homepage here
અનન્યા પાંડે કઝિનની મહેંદી સેરેમનીમાં પિંક લહેંગામાં જોવા મળી હતી. તેણે લહેંગા સાથે મેટાલિક બ્રાલેટ કૅરી કર્યું હતું. તેણે નેચરલ મેકઅપ ને પોનીટેલ લીધી હતી. નોંધનીય છે કે અલાના પાંડેની મહેંદી સેરેમની સલમાનના ભાઈ સોહેલ ખાનના ઘરે યોજાઈ હતી. આ ફંક્શનમાં અનન્યા-અલાના પરિવાર ઉપરાંત સલમાનની માતા સલમા તથા હેલન, બોબી દેઓલ સહિતના મહેમાનો આવ્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here