અથિયા તથા રાહુલનાં લગ્નની વિધિ સુનીલ શેટ્ટીના ફાર્મહાઉસ ‘જહાન’માં થઈ હતી. અથિયા તથા કેએલ રાહુલ સાઉથ ઇન્ડિયન વિધિથી લગ્ન કરી હતી. લગ્નમાં માત્ર 100 મહેમાનને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. લગ્નમાં અથિયા તથા રાહુલે ફેશન ડિઝાઇનર સબ્યાસાચીના આઉટફિટ પહેર્યા છે. બંનેએ લાલ રંગના નહીં, પરંતુ સફેદ ને ગોલ્ડન રંગના આઉટફિટ પહેર્યા હતા. લગ્નમાં મહેમાનો અને પરિવાર ઢોલના તાલે નાચ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here
આ ગ્રાન્ડ વેડિંગમાં ક્રિકેટર ઈશાંત શર્મા, વરુણ એરોન, અર્જુન કપૂરની બહેન અંશુલા કપૂર, ક્રિષ્ના શ્રોફ સામેલ થયા હતાં. તમામ મહેમાનોના હાથે લાલ બેન્ડ બાંધવામાં આવ્યો હતો. આ બેન્ડથી ખ્યાલ આવે આવ્યો હતો કે આ મહેમાન આમંત્રિત છે. આ બેન્ડ વગર કોઈ પણ અંદર જઈ શકે તેમ નહોતું. તમામ મહેમાનોનું સિક્યોરિટી ચેકિંગ કરવામાં આવ્યું હતું. અઢી વાગે રાહુલ જાન લઈને નીકળ્યો હતો. રાહુલનો પરિવાર રેડિસન હોટલમાં રોકાયો છે. અહીંથી જાન નીકળી હતી.રાહુલ તથા અથિયા ચાર વર્ષથી રિલેશનશિપમાં છે. રાહુલ ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર પ્લેયર છે. અથિયા એક્ટર સુનીલ શેટ્ટી તથા માના શેટ્ટીની દીકરી છે. બંને પરિવાર કર્ણાટકના છે. અથિયાએ ‘હીરો’ ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું. અથિયાની નેટવર્થ 29 કરોડ રૂપિયા છે અને રાહુલ વર્ષે 30 કરોડ કમાય છે.
Read About Weather here
મીડિયા સાથેની વાતચીતમાં સુનીલ શેટ્ટીએ કહ્યું હતું, તે કેએલ રાહુલના સસરા નહીં, પણ પિતા બનવા માગે છે. બંનેનું રિસેપ્શન IPL પૂરી થયા બાદ આપવામાં આવશે. સૂત્રોના મતે, લગ્નમાં ભલે માત્ર 100 મહેમાનો હોય, પરંતુ સુનીલ શેટ્ટીએ દીકરીના લગ્નના રિસેપ્શનમાં 3000 મહેમાનોને આમંત્રણ આપ્યું છે, જેમાં બોલિવૂડ, સ્પોર્ટ્સ, બિઝનેસ તથા રાજકીય દુનિયાની અનેક હસ્તીઓ સામેલ થશે.અથિયા તથા રાહુલના લગ્ન સંપન્ન થયા બાદ સુનીલ શેટ્ટી દીકરા અરહાન સાથે ફાર્મહાઉસની બહાર આવ્યો હતો. સુનીલ શેટ્ટીએ મીડિયાનો આભાર માન્યો હતો અને મીડિયાને મીઠાઈના બોક્સ આપ્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here