9 લોકોના જીવ લેનાર તથ્ય પટેલે જેલ માંથી બહાર આવવા માટે ચાલુ કર્યા ધમપછાડા

9 લોકોના જીવ લેનાર તથ્ય પટેલે જેલ માંથી બહાર આવવા ચાલુ કર્યા ધમપછાડા
9 લોકોના જીવ લેનાર તથ્ય પટેલે જેલ માંથી બહાર આવવા ચાલુ કર્યા ધમપછાડા

તથ્ય પટેલે હાર્ટની બીમારીના નામે હાઈકોર્ટમાં જામીન માંગી છે.તથ્ય પટેલની જામીન અરજી પર 14 જૂનના રોજ સુનાવણી હાથ ધરાશે.ઈસ્કોન બ્રિજ અકસ્માતના આરોપી તથ્ય પટેલે ગુજરાત હાઈકોર્ટમાં હંગામી જામીન અરજી કરી છે.

અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર કારથી કચડી 9 લોકોના જીવ લેનાર તથ્ય પટેલે જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરી છે. તથ્ય પટેલે હાર્ટની બીમારીના નામે હાઈકોર્ટમાં જામીન માંગ્યા છે. હાઈકોર્ટે જેલ સત્તાધીશોને તથ્યના તાજેતરમાં કરેલા તબીબી રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે. તથ્ય પટેલની જામીન અરજી પર 14 જૂનના રોજ સુનાવણી હાથ ધરાશે.ઈસ્કોન બ્રિજ અકસ્માતના આરોપી તથ્ય પટેલે ગુજરાત હાઈકોર્ટમાં હંગામી જામીન અરજી કરી છે. જેમાં હૃદય સંબંધિત તકલીફને લઈને હંગામી જામીન માગવામાં આવ્યા છે. અરજદારના વકીલે જણાવ્યું હતું કે, અકસ્માત બાદ જુલાઈ મહિનાથી તે જેલમાં છે.

તથ્ય પટેલે આ પહેલા પણ રચ્યું હતું બીમારીનું નાટક

આ વર્ષે માર્ચ મહિનામા પણ તથ્ય પટેલે બીમારીના બહાના હેઠળ જામીન અરજી કરી હતી. તથ્ય પટેલે વકીલ મારફતે ગુજરાત હાઈકોર્ટમાં તબિયત ખરાબ હોવાને કારણે હંગામી જામીન અરજી કરી હતી. તથ્ય પટેલે છાતીમાં દુ:ખાવો અને અનિયમીત હ્ર્દયના ધબકારાની સારવાર માટે હંગામી જામીન અરજી કરી હતી.પરંતુ ગુજરાત હાઇકોર્ટે આ હંગામી જામીન અરજી ફગાવી દીધી હતી.

કોર્ટે તેની સારવાર માટે યુએન મહેતા હોસ્પિટલમાં કરવા આદેશ કર્યો હતો. જેલના સત્તાધીશોએ તેના હૃદય સંબંધિત રિપોર્ટ કરાવતા તેને કોઈ તકલીફ જણાઈ ન હતી. તેનો ઈકો કાર્ડિયોગ્રામ નોર્મલ આવ્યો હતો.

તથ્યએ પોતાની કાર નીચે 9 લોકોને કચડ્યા હતા
ગત વર્ષે 20મી જુલાઈની રાત્રે 1.10 વાગ્યે તથ્ય પટેલે લોકોએ કચડી નાખ્યા હતા. અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર આ અકસ્માતમાં 9 નિર્દોષ લોકોના મોત થયા હતા.