૩૫ વકિલોના ખાતામાંથી ૩.૧૨ લાખ ઉપાડી લેનાર ગઠીયા બે રાજસ્થાનીઓ ઝડપાયા

૩૫ વકિલોના ખાતામાંથી ૩.૧૨ લાખ ઉપાડી લેનાર ગઠીયા બે રાજસ્થાનીઓ ઝડપાયા
૩૫ વકિલોના ખાતામાંથી ૩.૧૨ લાખ ઉપાડી લેનાર ગઠીયા બે રાજસ્થાનીઓ ઝડપાયા
શહેરના રેવન્‍યુ પ્રેકટીસ કરતાં ૩૫ જેટલા વકિલોના બેંક ખાતામાંથી ધડાધડ રકમો ઉપડી જતાં દેકારો મચી ગયો હતો. ગત ઓગષ્‍ટ મહિનામાં આ બનાવ બનતાં સાયબર ક્રાઇમ પોલીસે રૈયા રોડ વૈશાલીનગરમાં રહેતાં એડવોકેટ ભાવીનભાઇ મગનભાઇ મારડીયા (ઉ.વ.૪૪)ની ફરિયાદ પરથી ઠગાઇનો ગુનો નોંધ્‍યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

ભાવીનભાઇ સહિત ૩૫ વકિલોના ખાતામાંથી કુલ રૂા. ૩,૧૨,૪૮૫ ઉપડી ગયા હતાં. ગઠીયાઓએ વકિલોના આધારકાર્ડ સંલગ્ન થમ્‍બ ઇમ્‍પ્રેશનની ડેટા કોઇ કોમ્‍પ્‍યુટર રિસોર્સથી મેળવી લઇ વકિલોના ખાતામાંથી અલગ અલગ રકમ ઉપાડી લીધા હતાં. સાયબર ક્રાઇમ પોલીસે ગુનો બન્‍યો ત્‍યારથી સતત મહેનત કરી અંતે ભેદ ઉકેલી બે ગઠીયાને રાજસ્‍થાનના બીકાનેરથી દબોચી લીધા છે. આ બંનેએ રાજકોટ સિવાયના શહેરોમાં પણ બીજા લોકોને નિશાન બનાવ્‍યાની શંકાએ તપાસ થઇ રહી છે.

સાયબર ક્રાઇમ પોલીસે ગુનો દાખલ થયા બાદ ભેદ ઉકેલવા માટે ટેકનીકલ એનાલિસીસ કરી લોકેશનનો ઉપયોગ કરી  તપાસ કરતાં પગેરૂ છેક રાજસ્‍થાનના બીકાનેર સુધી પહોંચ્‍યું હતું. પોલીસે કૈલાસ કાનારામ ઉપાધ્‍યાય (ઉ.૨૫-રહે. શનીચર મંદિર પાસે પૂગલ રોડ, શબ્‍જી મંડીની પાછળ બિકાનેર) તથા મનોજ રાજુરામ કુમ્‍હાર (ઉ.૩૦-રહે. ૬૦૩-ડી, પુરાના શિવ મંદિર, વોર્ડ નં. ૨, બલગા નગર બિકાનેર)ને પકડી લઇ તપાસ હાથ ધરી છે.

આ બંનેએ પોતાના બેંક એકાઉન્‍ટ તથા બીજા અજાણ્‍યા વ્‍યક્‍તિઓના બેંક એકાઉન્‍ડ ખોલાવી છેતરપીંડીથી મેળવેલા નાણા ખાતામાં મેળવી લીધા હતાં. આ બંને બિકાનેરમાં છુટક ધંધો કરે છે. રાજકોટના વકિલો સાથે આધાર એનેબલ પેમેન્‍ટ સિસ્‍ટમથી ઠગાઇ કરી પૈસા ઉપાડી લીધાનું ખુલ્‍યું છે. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, જેસીપી વિધી ચોૈધરી, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલની રાહબરીમાં એસીપી વિશાલ રબારીના માર્ગદર્શનમાં પીઆઇ કે. જે. મકવાણા, એએસઆઇ વિવેક એન. કુછડીયા, હેડકોન્‍સ. સંજયભાઇ ઠાકર, પ્રદિપભાઇ કોટડ, દેવેન્‍દ્રભાઇ બાબરીયા, કોન્‍સ. રાહુલભાઇ, લક્કીરાજસિંહ અને હરેશભાઇએ આ કામગીરી કરી હતી.આધાર કાર્ડના ડેટા ચોરી ન થાય તે માટે શું કરવું?

Read National News : Click Here

*હાલના સમયમાં બેંકમાં ખાતુ ખોલાવવાથી માંડીને તમામ સરકારી કામોમાં આધાર કાર્ડ આવશ્‍યક દસ્‍તાવેજ બની ગયો છે. તેની સાથે જ તેનો દૂરૂપયોગ પણ થવાની શક્‍યતા ઘણી છે. આધાર કાર્ડના દુરૂપયોગથી બચવા માટે નિયામક યુઆઇ ડીએઆઇએ યુઝર્સને બાયોમેટ્રિક લોક અને અનલોકની સુવિધા આપી છે. આધાર અનલોક કરવા માટે કોઇપણ યુઝર્સ ઘરે બેઠા આ કામ કરી શકે છે. તેના માટે આધાર કાર્ડમાં નોંધાયેલા ફોન નંબર અને ઇન્‍ટરનેટર સાથેનું ઉપકરણ જરૂરી છે.

આધારના બાયોમેટ્રીકને લોક કરવા માટે યુઝર્સએ આધારની ઓફિશીયલ વેબસાઇટ resident.uidai.gov.in પર જઇ આધાર મેનુ ખોલી તેમાં માય આધાર પર ક્‍લીક કરવાનું રહેશે. એ પછી આધાર સર્વિસીઝ સેક્‍શન ખુલે ત્‍યાં આધાર બાયોમેટ્રિક લોક અથવા અનલોક પર ક્‍લીક કરી શકાય છે. બાયોમેટ્રીકને લોક કરવા માટે લોક સિલેક્‍ટ કરી બાદમાં તમારો ૧૨ આંકડાનો આધાર નંબર નાખવાનો, સુચનાઓનું પાલન કરવાનું, ઓટીપી રજીસ્‍ટર્ડ મોબાઇલ નંબર કે ઇમેઇલ પર આવે તેને બોક્‍સમાં એનટર કરવાનો. એ પછી ઇનેબલ બટન પર ક્‍લીક કરવો. ત્‍યારબાદ મેસેજ મળશે જેમાં લખ્‍યું હશે કે તમારુ આધાર બાયોમેટ્રીક સફળતા પુર્વક લોક થઇ ગયું છે. અનલોક કરવા માટે પણ આ પ્રક્રિયા કરવાની રહશે. અસ્‍થાયી રૂપે બાયોમેટ્રીક લોક કર્યા પછી યુઝર તેને અનલોક કર્યા વગર ઉપયોગ કરી શકતો નથી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here