૧૦૦૦ હજાર કરોડથી વધુનું GST કૌભાંડની હેરાફેરી:ચાર આરોપીઓની ધરપકડ

૧૦૦૦ હજાર કરોડથી વધુનું GST કૌભાંડની હેરાફેરી:ચાર આરોપીઓની ધરપકડ
૧૦૦૦ હજાર કરોડથી વધુનું GST કૌભાંડની હેરાફેરી:ચાર આરોપીઓની ધરપકડ
નોઈડા પોલીસે ૨૫૦થી વધુ નકલી કંપનીઓ બનાવીને રૂ.૧,૦૦૦ કરોડથી વધુના GST કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં દિલ્‍હીના રહેવાસી પીયૂષ ગુપ્તા, રાકેશ શર્મા, દિલીપ અને રાહુલ નિગમની ધરપકડ કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

પકડાયેલા આરોપીઓ ચાર વર્ષથી નકલી કંપનીઓ બનાવીને આવકની ચોરી કરતા હતા અને બનાવટી ઈ-વે બિલ દ્વારા GST રિફંડ લેતા હતા. ગેંગનો લીડર નિશાંત અગ્રવાલ ફરાર છે. પોલીસે આરોપીઓના આઠ બેંક ખાતામાં જમા કરાયેલા ૩ કરોડ રૂપિયા ફ્રીઝ કરી દીધા છે.પોલીસ તપાસમાં રોજની અંદાજે ૮૦ લાખની આવકની ચોરીનો ખુલાસો થયો છે. મહત્‍વપૂર્ણ છે કે થોડા મહિના પહેલા પણ નોઈડા પોલીસે ૧૫,૦૦૦ કરોડ રૂપિયાની GST ફ્રોડનો પર્દાફાશ કર્યો હતો અને ૨૫ લોકોની ધરપકડ કરી હતી. ગુરુવારે ધરપકડ કરાયેલા ચારેય છેતરપિંડી કરનારાઓ જૂની ગેંગના ડેટાનો ઉપયોગ કરીને છેતરપિંડી આચરતા હતા. પોલીસ સ્‍ટેશન સેક્‍ટર-૨૦ અને IT સેલની ટીમ અગાઉ પકડાયેલા GST ફ્રોડના આરોપીઓની તપાસ કરી રહી છે. તપાસ દરમિયાન, પોલીસને કેટલાક વધુ લોકો GSTની છેતરપિંડી કરતા હોવાના ઇનપુટ મળ્‍યા હતા.

Read National News : Click Here

માહિતીના આધારે એસીપી રજનીશ વર્માના નેતળત્‍વમાં એક ટીમ બનાવવામાં આવી હતી. ટીમે કેસની તપાસ કરીને પીયૂષ ગુપ્તા, રાકેશ શર્મા, દિલીપ અને રાહુલ નિગમની દિલ્‍હીથી ધરપકડ કરી હતી. તપાસમાં સામે આવ્‍યું છે કે કિંગપિન નિશાંતની સૂચના પર ચારેય આરોપીઓ ચાર વર્ષથી છેતરપિંડી આચરતા હતા. પોલીસ અધિકારીઓના જણાવ્‍યા અનુસાર આ ટોળકીએ ચાર વર્ષમાં રૂ.૧૦૦૦ કરોડથી વધુનું કૌભાંડ આચર્યું છે.૨૫૦ નકલી કંપનીઓની યાદી, ૪૧ નકલી સ્‍ટેમ્‍પ, ૫૪ નકલી સિમ કાર્ડ, ૧૮ નકલી આધાર કાર્ડ, ૧૬ પાન કાર્ડ, ૨ બેંક પાસ બુક, ૨૦ ચેક, ત્રણ લેપટોપ, ૧૮ પેન ડ્રાઈવ અને અન્‍ય દસ્‍તાવેજો.(૨૩.૮)મોટા દડવા ગામે જૂગાર રમતા ચારને આટકોટ પોલીસે ઝડપી લીધા

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here