સુરેન્દ્રનગર જીલ્લામાં 22 દિવસમાં હત્યાના છ બનાવ : જીલ્લામાં પોલીસ વડા તરીકે ચાર્જ સંભાળતા ગિરીશભાઇ પંડયા

સુરેન્દ્રનગર જીલ્લામાં 22 દિવસમાં હત્યાના છ બનાવ : જીલ્લામાં પોલીસ વડા તરીકે ચાર્જ સંભાળતા ગિરીશભાઇ પંડયા
સુરેન્દ્રનગર જીલ્લામાં 22 દિવસમાં હત્યાના છ બનાવ : જીલ્લામાં પોલીસ વડા તરીકે ચાર્જ સંભાળતા ગિરીશભાઇ પંડયા
સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ સતત ખાડે થઈ જઈ રહી છે ત્યારે તાજેતરમાં આઇપીએસ કક્ષાના અધિકારીઓની બદલી કરવામાં આવી છે જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા તરીકે ફરજ બજાવતા હરેશકુમાર દુધાતની પણ બદલી કરીને ગાંધીનગર આઈબી વિભાગના વડા તરીકે તેમની નિમણૂક કરવામાં આવી છે ત્યારે બીજી તરફ નવા પોલીસવડા તરીકે ગીરીશભાઈ પંડ્યાને મૂકવામાં આવ્યા છે ત્યારે ગીરીશભાઈ પંડ્યા કાલે જિલ્લા પોલીસ વડા તરીકેનો ચાર્જ સંભાળી લીધો છે વિધિવત રીતે ચાર્જ સંભાળી અને વિવિધ અધિકારીઓને સલાહ સૂચનો અને કામગીરી અંગે બેઠકો પણ યોજી છે.

Visit Saurashtra Kranti Homepage here

નવા પોલીસ વડા તરીકે ગીરીશભાઈ પંડ્યા એ ચાર્જ સાંભળ્યો તેની બે કલાકમાં સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડ નજીક જાહેરમાં યુવક પર હથિયારથી હુમલો કરી અને પાંચ જેટલા શખ્સો દ્વારા યુવકને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે હજુ તો વિધિવત રીતે જ જિલ્લા પોલીસ વડા તરીકે ગીરીશભાઈ પંડ્યાએ ચાર્જ સાંભળ્યો ત્યાં વધુ એક હત્યા ની ઘટના જાહેરમાં સામે આવી છે આ નવું નથી સુરેન્દ્રનગર માટે આવા અનેક પ્રકારના બનાવો છેલ્લા ઘણા સમયથી બની રહ્યા છે અને આવા બનાવો બનતા અટકે તેવી આશા નવા આવેલા પોલીસવડા પાસે શહેરીજનો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રે જિલ્લામાં અલગ અલગ સ્થળોએ માત્ર છેલ્લા 22 દિવસમાં 06 સ્થળોએ હત્યાની ઘટના બની છે અને મારા મારી જેવી ઘટના બની હોય તેવા કિસ્સાઓ પણ સામે આવ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં મુખ્ય ક્રાઈમ કંટ્રોલમાં આવે તેવું લોકો ઇચ્છિ રહ્યા છે કારણ કે સુરેન્દ્રનગર જિલ્લામાં હત્યાએ હવે નાના એવા બનાવવાની ગણતરીમાં થઈ રહી છે ત્યારે કાયદો અને વ્યવસ્થા જળવાઈ સાથે જિલ્લામાં જે સામાન્ય બાબતે હત્યાઓ થઈ રહી છે તે હત્યા કરનારા હત્યારાઓ ઉપર કડક કાર્યવાહી થઈ શકે તે અંગે વિચારણા કરી અને યોગ્યતા કરવા માટે શહેરીજનો નવા આવેલા પોલીસવડા પાસે આશા વ્યક્ત કરી રહ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 22 દિવસમાં છ હત્યાના બનાવ બન્યા છે સુરેન્દ્રનગર શાંતિ પ્રિય જિલ્લો ગણવામાં આવી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં બાહોશ અધિકારીઓની ટીમો પણ પોલીસ વિભાગમાં કામ કરી રહી છે તે છતાં પણ સુરેન્દ્રનગર જિલ્લામાં 22 દિવસમાં અલગ અલગ સ્થળોએ છ જેટલી હત્યા થઈ છે જેમાં સમઢીયાળા ચોટીલા નજીક આવેલા વોટરપાર્ક પાસે પણ ગળું કાપેલી હાલતમાં યુવકની લાશ મળી હતી આ ઉપરાંત સુરેન્દ્રનગરના દુધરેજ નજીકથી પસાર થતી નર્મદાની કેનાલમાંથી હત્યા કરેલી હાલતમાં યુવકની લાશ મળી આવી હતી. ગઈકાલે તે મારામારીની ઘટના બની છે તેમાં પણ યુવકનું જાહેરમાં મર્ડર કરી નાખવામાં આવ્યું છે ક્યારે જિલ્લામાં છેલ્લા 22 દિવસમાં અલગ અલગ સ્થળોએ છ જેટલી હત્યાના બનાવ સામે આવ્યા છે જિલ્લામાં ક્રાઈમ કંટ્રોલમાં આવે તેવું સુરેન્દ્રનગર જિલ્લાની પ્રજા પણ ઈચ્છી રહી છે જાહેરમાં હવે હત્યા જેવી બાબત નોર્મલ બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે.

Read About Weather here

સુરેન્દ્રનગર જિલ્લામાં જાહેરમાં હત્યાઓ થઈ રહી છે હત્યારાઓ ને પોલીસનો ખોફ ન રહ્યો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં 22 દિવસમાં છ સ્થળો ઉપર હત્યાના બનાવ બન્યા છે અને આ મુદ્દે અને જ બનાવવામાં રાજ્ય વ્યાપી દેકારો થઈ ગયો હોય તેવા કિસ્સા પણ સામે આવ્યા છે. હાલમાં આઇપીએસઓની જે બદલી કરવામાં આવી છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા હરેશકુમાર દુધાતની પણ બદલી કરી નાખવામાં આવી છે નવા એસપી તરીકે ગીરીશભાઈ પંડ્યાને મૂકવામાં આવ્યા છે તેમને ચાર્જ પણ સંભાળી લીધો છે ત્યારે જિલ્લામાં મુખ્ય ક્રાઈમ હત્યા મારામારી લૂંટ જેવી ઘટનાઓ કંટ્રોલમાં આવે તે જરૂરી છે તેવું સુરેન્દ્રનગરની શાંતિ પ્રિય પ્રજા પણ નવા એચપી પાસે આશા વ્યક્ત કરી રહી છે .છેલ્લા ત્રણેક મહિનાથી સુરેન્દ્રનગર જિલ્લાના અલગ અલગ તાલુકા અને ગ્રામીણ વિસ્તારોમાં હત્યાના બનાવો હવે સામાન્ય બાબત બની ગયા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે હવે સુરેન્દ્રનગર જિલ્લામાં ક્રાઈમ કંટ્રોલમાં આવે તેવું સુરેન્દ્રનગર જિલ્લાની પ્રજાએથી રહી છે ખાસ કરીને નવા આવેલા પોલીસ વડા પાસે પણ તેવી જ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં ક્રાઈમ કંટ્રોલમાં આવે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here