શાપરના રેસ્ટોરન્ટમાંથી 10 બાળ મજુરોને મુકત કરાવાયા:સંચાલક સામે ગુનો નોંધાયો

શાપરના રેસ્ટોરન્ટમાંથી 10 બાળ મજુરોને મુકત કરાવાયા:સંચાલક સામે ગુનો નોંધાયો
શાપરના રેસ્ટોરન્ટમાંથી 10 બાળ મજુરોને મુકત કરાવાયા:સંચાલક સામે ગુનો નોંધાયો
રાજકોટની ભાગોળે આવેલા ઔદ્યોગિક વિસ્તાર શાપરમાં અનેક વખત બાળ મજુરો મુકત કરાવવાના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે, ત્યારે ગત રોજ રાજકોટ રૂરલ એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ દ્વારા અત્રેના એક રેસ્ટોરન્ટમાંથી 10 બાળ મજુરોને મુકત કરવાયા છે.

Visit Saurashtra Kranti Homepage here

આ અંગે મળતી વિગત મુજબ એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટના પીઆઇ જે.પી.ગોસાઇ, હરિચંદ્રસિંહ વાઘેલા, દિલીપભાઇ કલોતરા, મનીષાબેન ખીમાણીયા વગેરે શાપર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે ખાનગી રાહે બાતમી મળી હતી કે, શાપર બસ સ્ટેશન આસપાસની હોટલ-રેસ્ટોરન્ટમાં બાળકો પાસે બાળમજુરી કરાવવામાં આવે છે. જેથી તપાસ દરમ્યાન આનંદી રેસ્ટોરન્ટ પાઉંભાજી, ઢોસા, ચાઇનીઝ નામની રેસ્ટોરન્ટ જે સેફાયર ટાવર બિલ્ડીંગમાં આવેલી હોય તેમાંથી 10 બાળ મજુરો મળી આવતા તેઓને મુકત કરાવાયા હતા. આ બાળકો 10 વર્ષ, 12 વર્ષ, 13 વર્ષ, 14 વર્ષ અને એક બાળક 16 વર્ષનો હતો. બાળકોના સગાને બોલાવી તેને સોંપવામાં આવેલા બાળકોની પુછપરછમાં જાણવા મળેલ કે, તમામ રાજસ્થાનના વતની હતા. ઘણા સમયથી અહીં કામ કરતા હતા. તેઓને ઓછું વેતન અપાતુ અને આઠ કલાકથી વધુ સમય સુધી કામ કરાવાતુ અને શોષણ કરાતું અહીં રેસ્ટોરન્ટમાં જ બળકો રહેતા અને તેને ખાવાપીવાનું અપાતુ હતું. પોલીસે આ રેસ્ટોરન્ટના સંચાલક ધર્મેન્દ્ર કસ્તુરચંદ પરિહાર (ઉ.વ.21, રહે. ફાલના ગામ, જિ. પાલી, રાજસ્થાન) સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી.

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here