વેરાવળ : AXIS બેંકમાં ૧૫ કરોડના સોનાની ચોરી,મહિલા કર્મચારી સહિત 3 ઝડપાયા

વેરાવળ : AXIS બેંકમાં ૧૫ કરોડના સોનાની ચોરી,મહિલા કર્મચારી સહિત 3 ઝડપાયા
વેરાવળ : AXIS બેંકમાં ૧૫ કરોડના સોનાની ચોરી,મહિલા કર્મચારી સહિત 3 ઝડપાયા
વેરાવળ ટાવર ચોકમાં આવેલ એકસીસ બેંકમાં ગ્રાહકોના સોના ઉપર ધીરાણ અપાય રહેલ છે તેમા બેંકના મહીલા કર્મચારીઓ સહીત બે વ્‍યકિતઓ પાઉચમાંથી સોનું કાઢી ખાલી પાછુ લોકરમાં મુકી દેતા હતા એટલું કુનેહ પુર્વક કામ થતું હતું કે બેંકના સ્‍થાનીક કે ઉચ્‍ચઅધિકારીઓને કયારેય શંકા જતી ન હતી.

Visit Saurashtra Kranti Homepage here

તાજેતરમાં આવો એક બનાવ બનતા આખું કૌભાંડ બહાર આવેલ છે જેથી એસ.પી મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વેરાવળ શહેર પોલીસના પી.આઈ તથા એલ.સી.બી ના ઈન્‍ચાર્જ પી.આઈ સહીતની બ્રાંન્‍ચો કામગીરી કરી રહેલ છે.વેરાવળ ટાવર ચોકમાં આવેલ એકસીસ બેંકના મહીલા કર્મચારીઅને બે વ્‍યકિતઓ સામે તા.૩ના રોજ રાત્રે ૧૧ વાગ્‍યે પોલીસ સ્‍ટેશનમા અરજી અપાયેલ હતી જેમાં આશરે ૧૦ થી ૧૫ કરોડ ના સોનાની ચોરીનો ઉલ્લેખ હતો જેથી પોલીસ અધિકારીઓ પણ રાત્રે દોડી આવેલ હતા અને બેંકના અધિકારીઓ સાથે ચર્ચા કરી વિગતો જાણી મહીલા કર્મચારી સહીત ત્રણને રાત્રે જ ઉઠાવી લીધા હતા.ચોકકસ માહીતી મળેલ છેકે તાજેતરમાં બેંકનું ઓડીટ આવતા સ્‍થાનીક અધિકારીઓ તેમજ ઉચ્‍ચ અધિકારીઓને શંકાઓ જતા ઉપર સુધી રજુઆતા થયેલ હતી જેમાં બેંકમાં ઓડીટરો દ્વારા તપાસ કરતા પાછલા વર્ષોમાં આશરે ૧૦૦ પાઉચો લોકરમાં ખાલી હોય જેમા ૨૫ થી ૩૦ કીલો સોનું ચોરી થયેલ હોય જેની કીમત ૧૦ થી ૧૫ કરોડ રૂપીયા હોવાનું જાણવા મળેલ છે.

બેંક ના સ્‍થાનીક તથા ઉચ્‍ચઅધિકારીઓ દ્વારા એક બનાવ માં મહીલા તથા બેંક ના બે વ્‍યકતીઓ ઉપર શંકાઓ જતા જાણ કરેલ હોય અને કેટલાય વખતથી ચોરી થતી હશે તેમાં મહીલા કર્મચારી તેમજ બે વ્‍યકતી કૌભાંડ કરતા હોય જેમાં મોટી ગેગ ની પણ સંડોવણી હોવાનું જાણવા મળેલ છે.ટાવર ચોકમાં આવેલ એકસીસ બેંકના મેનેજર દ્વારા પોલીસ ન જાણ કરતા ઉચ્‍ચપોલીસ અધિકારીઓ સહીત મહીલા સહીત ત્રણેય ને ઉઠાવી લીધા છે જેની પુછપરછ કરવામાં આવી રહી છે.જાણવા મળતી વિગત મુજબ મહીલા કર્મચારી તથા તેની સાથે કામ કરતો વ્‍યકિત તેમજ સોનું લાવનાર એટલું બુધ્‍ધીપુર્વક કામ કરતા હતા કે આશરે બે થી અઢી વર્ષ બાદ ઘટના સામે આવી છે પોલીસને આખી ઘટનાની બેંક દ્વારા જાણ કરતા અધિકારીઓને પણ ચોકી ઉઠેલ હતા આટલી બુધ્‍ધીપુર્વક સીફતાપુર્વક આશરે ૨૫ થી ૩૦ કીલો સોનુ અલગ અલગ પાઉચોમાંથી ખાલી કરી તેને કંઈ રીતે વેચેલ હશે અથવા બકમાથી ફરી પાછા નાણા લીધેલ હશે.

Read National News : Click Here

એકસીસ બેંક સહીત ની બેંકોમાં ગ્રાહકો સુરક્ષા માટે સોનું મુકતા હોય છે છે. તેમાં આવી રીતે સોનું કાઢી લેવામાં આવે છે તેવી બીના બનતા સમગ્ર બેંકો ચોંકી ઉઠેલ છે આ વિસ્‍તારમાં ખળભળાટ વ્‍યાપેલ છે.પોલીસસુત્રો તેમજ આધારસુત્રો પાસે જાણવા મળેલ હતું કે વારંવાર અમુક ચોકકસ શખ્‍સો રા લોનો લેવામાં આવી છે બેંક ના સીસીટીવી ફુટેઝ તપાસવામાં આવે તો ગેંગની સંડોવણી પણ બહાર આવે ત્રણેયની આકરી પુછપરછ હાથ ધરવામાં આવલ છે તેમજ આટલી મોટી રકમ બેંકોમાં કયાં કયાં ખાતામાં ટ્રાન્‍સફર કરેલ છે કોને આપેલ છે તેની તપાસ કરવામાં આવશે.

બેંકમાં સોનાના ભરેલ પાઉચના બદલે ખાલીપાઉચ મુકવાનો ખેલ આયોજન બંધ રીતે પારપાડવામાં આવેલ છે કરોડોની ચોરીના બેંકજે અરજીઆપેલ છે તેમાં ગીર સોમનાથ જીલ્લા ના એસ.પી મનોહરસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ વેરાવળ ના પી.આઈ સુનીલ ઈશરાણી,એલ.સી.બીના ઈન્‍ચાર્જ પો.આઈ વી.કે.ઝાલા સહીત જુદા જુદા વિભાગ ના ઉચ્‍ચઅધિકારીઓ આની તપાસ કરી રહેલ છે આવા કૌભાંડો બીજી બેંકોમાં હોવાનું પણ બહાર આવશે આ બનાવબનતા આખા વિસ્‍તારમાં ભારે ખળભળાટ વ્‍યાપેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here