વૃધ્ધાના ઘરમાંથી રૂ.10 લાખના ધરેણા તફડાવનાર નોકરાણીની શોધખોળ

જૂનાગઢમાં રોપ વેના 3 કર્મચારી દ્વારા કવરેજ કરતા પત્રકાર પર હુમલો
જૂનાગઢમાં રોપ વેના 3 કર્મચારી દ્વારા કવરેજ કરતા પત્રકાર પર હુમલો
દૂધસાગર રોડ પર ભગવતી સોસાયટી શેરી નં. 2માં રહેતા રોશનબેન દિલીપભાઈ દોણકીયા (ઉ.વ.74)ના ઘરે ઘરકામ કરવા આવતી રમાબેન રાજુભાઈ સાકરીયા (રહે. રતનપર, તા. રાજકોટ) ચોરીછૂપીથી તેના કબાટની ચાવી મેળવી લઈ કબાટમાં રાખેલા રૂા. 10 લાખની કિંમતનાં સોનાના દાગીના ચોરી કર્યાની થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

રોશનબેને પોલીસને જણાવ્યું કે તે તેના નાના પુત્ર અને તેના પરિવાર સાથે રહે છે. મોટો પુત્ર તેના પરિવાર સાથે તે જ વિસ્તારમાં રહે છે. ગયા જુલાઈ માસમાં તેના ઘરે તેના રૂમમાં દિવાલમાં બનાવેલ જૂના ફિક્સ લાકડાના કબાટમાં ઉધઇ ચડી જતાં કબાટ ખરાબ થઇ ગયો હતો. આથી પુત્રને કબાટ રિપેર કરાવવાનું કહેતા ચાર-પાંચ દિવસ બાદ કબાટ રિપેરીંગ કરવા માટે માણસો આવ્યા હતાં. આથી તેને કબાટમાં રહેલો સરસામાન કે જેમાં કપડા, રોકડ અને દાગીનાનો લઇ  બીજા રૂમમાં રહેલા લોખંડના કબાટમાં મૂકી કબાટને લોક મારી ચાવી પોતાની પાસે રાખી હતી. કબાટ રિપેરીંગનું કામ 20થી 25 દિવસ ચાલ્યું હોય કામ પૂર્ણ થતાં સરસામાન પરત તેની રૂમમાં કબાટમાં મૂક્યા હતા. શ આ સમયે સોનાના દાગીનાનું બોક્સ -: ખોલીને જોતાં દાગીના જોવા મળ્યા ન સ હતા. આથી તેણે પરિવારના સભ્યોને આ અંગે પૂછતા તેમણે દાગીના જોયા ન હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ કબાટ રિપેરીંગ કરવા આવેલા માણસોને પૂછતા તેમણે નો પણ અજાણ હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ ો તેને ત્યાં આઠ વર્ષથી ઘરકામ કરવા આવતા 7 રમાબેન સાકરીયાને પૂછતાં તેણે પણ ના પાડી દીધી હતી. બીજી તરફ રમાબેન તેને દરરોજ – દાગીના વિશે પૂછપરછ કરતાં હોય તેની ઉપર શંકા ગઇ હતી.

Read National News : Click Here

જે બાદ 11-12 દિવસ સુધી રમાબેન તેને દરરોજ દાગીના વિશે પૂછતા હતા. વધારે શંકા જતાં પરિવારના સભ્યોને જાણ કરી હતી. આથી પરિવારના સભ્યોએ મા બેનને પ્રેમથી અને ફોસલાવી તમે સોનાના દાગીના લીધા હોય તો પાછા નૂકી જાવ, અમે તમને કંઈ પણ નહીં ક હીએ, આપણા વચ્ચે જૂના સંબંધ છે તે બગડવા નહીં દઈએ તેમ કહ્યું હતું.જે બાદ રમાબેનને પસ્તાવો થતાં તેને સામેથી તમારા દાગીના હું લઇ   છું. પરંતુ તે કોઈ જગ્યાએ ખોવાઇ ગયેલ છે, મળી જશે એટલે આપી દઈશ તેમ કહેતા તેની વાતમાં વિશ્વાસ કરી 20 દિવસમાં દાગીના પરત આપી દેવાનું કહ્યું હતું. પરંતુ એક બાદ એક વાયદા આપી.છેલ્લા ચારેક માસ દરમિયાન રમાબેનેદાગીના કે રકમ પરત નહીં આપતાં અને દસેક દિવસથી તેના ઘરે ઘરકામ કરવા પણ.નહીં આવતા અંતે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે રમાબેન સાકરીયા સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવા તજવીજ શરૂ કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here