વડોદરામાં 477 કરોડના મેફેડ્રોન ડ્રગ્સનો મામલો : સંગ્રહ કરનાર દુકાન સંચાલકના જામીન અદાલતે ફગાવ્યા

વડોદરામાં 477 કરોડના મેફેડ્રોન ડ્રગ્સનો મામલો : સંગ્રહ કરનાર દુકાન સંચાલકના જામીન અદાલતે ફગાવ્યા
વડોદરામાં 477 કરોડના મેફેડ્રોન ડ્રગ્સનો મામલો : સંગ્રહ કરનાર દુકાન સંચાલકના જામીન અદાલતે ફગાવ્યા
વડોદરાના સિંધરોટમાંથી ડ્રગ્સ બનાવવાનું મેન્યુફેક્ચરિંગ યુનિટ ગુજરાત એટીએસની ટીમ દ્વારા ઝડપી પાડી મેફેડ્રોન તથા મેફેડ્રોન બનાવવા માટે તૈયાર કરેલા લિક્વીડ સહીત કુલ રૂ.477.385 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેની તપાસમાં પોલીસે આનંદ એપાર્ટમેન્ટમાંથી પણ 1070 ગ્રામ મેફેડ્રોન તથા મેફેડ્રોન બનાવવાનું કેમિકલ કબજે કરી દુકાન સંચાલક રાજુ રાજપુતની ધરપકડ કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

દરમ્યાન હાલ જ્યુ. કસ્ટડી હેઠળ રહેલ રાજુ રાજપુતની રેગ્યુલર જામીન અરજી અદાલતે ના મંજૂર કરવાનો હુકમ કર્યો છે.આ અંગેની વિગત એવી છે કે, વીતેલા વર્ષે નવેમ્બર મહિના દરમિયાન સિંધરોટ ગામની સીમના ખેતરમાં પતરાના સેડ વાળી ફેક્ટરીની માલિકી સહ આરોપી સૌમીલ સુરેશચંદ્ર પાઠકની છે. જ્યાંથી 63.613 કિ.ગ્રા મેફેડ્રોન તથા 80.260 કિ.ગ્રા મેફેડ્રોન ડ્રગ્સ બનાવવાનું લિક્વિડ સહિત કુલ રૂ. 4,77,38,50,000નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ પૈકીનો જથ્થો સહ આરોપીઓએ જુદી જુદી જગ્યાએ રાખ્યો હતો. જેમાં અરજદારના માલિકીની આનંદ એપાર્ટમેન્ટ ખાતેની દુકાનમાંથી 1070 ગ્રામ મેફેડ્રોન તથા મેફેડ્રોન બનાવવાનું કેમિકલ કબજે કર્યું હતું. એટીએસ દ્વારા એનડીપીએસના ગુનાની ચાર્જશીટ થયા બાદ પ્રથમ વખત અરજદાર આરોપી રાજુ કૃપાગીરી રાજપુત (રહે -પાયલ કોમ્પ્લેક્સ, સયાજીગંજ ) એ સેશન્સ અદાલતમાં પોતાના રેગ્યુલર જામીન માંગતી અરજ ગુજારી હતી. જેની સુનાવણી હાથ ધરાતા અરજદાર તરફે ધારાશાસ્ત્રી એમ.એચ. અને સરકાર તરફે ધારાશાસ્ત્રી ડીજીપી અનિલ દેસાઈએ દલીલો કરી હતી.

Read About Weather here

બંને પક્ષોની દલીલો અને પુરાવાની ચકાસણી બાદ છઠ્ઠા એડિશનલ સેશન્સ જજ સલીમ બી. મન્સૂરીએ નોંધ્યું હતું કે, તપાસ અધિકારીના સોગંદનામાં જણાવ્યું છે કે, અરજદારના ભોગવટાની દુકાનમાંથી મેફેડ્રોન ડ્રગ્સ તથા કેમિકલ કબજે કર્યું છે. મળી આવેલ માદક પદાર્થ વાણિજ્યક જથ્થામાં છે. તેથી એનડીપીએસની કલમ 37 (1)/2 ધ્યાને લેતા જામીન ઉપર મુક્ત કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. દુકાનના કબ્જેદાર હાલના અરજદાર હતા તે સંબંધે પુરાવો રેકોર્ડ ઉપર હોય હાલના તબક્કે અરજદાર ગુનાના કામે નિર્દોષ છે તેવા તારણ ઉપર આવી શકાય તેમ નથી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here