રાજકોટ:GIDC વિસ્તારમાંથી દારૂની 87 બોટલ સાથે આરોપી ચેતન બોરીચાની ધરપકડ

રાજકોટ:GIDC વિસ્તારમાંથી દારૂની 87 બોટલ સાથે આરોપી ચેતન બોરીચાની ધરપકડ
રાજકોટ:GIDC વિસ્તારમાંથી દારૂની 87 બોટલ સાથે આરોપી ચેતન બોરીચાની ધરપકડ
રાજકોટની ભાગોળે આવેલ મેટોડા જીઆઈડીસી વિસ્તારમાંથી દારૂની 87 બોટલ સાથે આરોપી ચેતન વિક્રમ ખાદા બોરીચા (ઉ.27)ની ધરપકડ કરાઈ હતી. પોલીસે રૂા.30,491ની કિંમતનો દારૂનો જથ્થો કબ્જે કરી ગુનો નોંધ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

આ અંગે મેટોડા પોલીસ દ્વારા જણાવાયું કે રાજકોટ એસપી જયપાલસિંહ રાઠોડે દારૂની હેરફેર અટકાવવા અને આવી પ્રવૃત્તિ કરતા શખ્સો સામે કાયદેસર કાર્યવાહી કરવા સૂચના આપી હોવાથી ગોંડલ સર્કલ પીઆઈ એ.સી. ડામોરના માર્ગદર્શન હેઠળ મેટોડાના પીએસઆઈ કે.એ. ગોહીલ અને તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે એએસઆઈ સુરભીબેન કેશવાળાને બાતમી મળતા મેટોડા જીઆઈડીસી શેડ નં.1માં આવેલ ડોલ્ફીન કંપનીની સામે આવેલી આરોપીની રહેણાંક ઓરડીમાં દરોડો પાડતા દારૂની 87 બોટલ મળી હતી. આરોપી ચેતનની પુછપરછ કરતા જાણવા મળેલ કે તે મુળ મોરબી જીલ્લાના માળીયા મીયાણા તાલુકાના વવાણીયા ગામનો વતની છે.

Read Saurashtra Kranti E-Paper here

અહીં મેટોડામાં ઓરડીમાં ભાડે રહે છે. અને કારખાનામાં મજુરી કામ કરે છે. કયાંથી દારૂ લાવ્યો તેવું પુછતા આરોપીએ રાજકોટના જંગલેશ્ર્વરનો શખ્સ આપી ગયાનું રટણ કર્યું હતું. જોકે સપ્લાયરના મો.નંબરની વિગતો કઢાવતા નંબર સુરતના શખ્સો હોવાનું સામે આવેલ. જેથી હકીકત શોધવા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ કરાઈ હતી. આ કામગીરીમાં પીએસઆઈ કે.એ. ગોહીલની રાહબરીમાં એએસઆઈ સુરભીબેન કેશવાલા અને કોન્સ્ટેબલ અનિલભાઈ ધ્રાંગા ફરજ પર રહ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here