રાજકોટ:60.93 કરોડની ઠગાઈમાં આરોપી બંસલ દંપતીને ચાર દિવસના રિમાન્ડ
રાજકોટ:60.93 કરોડની ઠગાઈમાં આરોપી બંસલ દંપતીને ચાર દિવસના રિમાન્ડ
રાજકોટના ઈતિહાસની સૌથી મોટી પૈકીની રૂા.૬૦.૯૩ કરોડની છેતરપિંડીના કેસમાં ક્રાઈમ બ્રાંચે હરિયાણાના ગુરૂગ્રામમાં ન્યુટ્રી એગ્રો ઓવરસીઝ નામની પેઢી ધરાવતા અવિનાશ નેકચંદ બંસલ (ઉ.વ.૪૭) અને તેની પત્ની પ્રેરણા (ઉ.વ.૩૪)ની ધરપકડ કરી રિમાન્ડ પર મેળવી તપાસનો દૌર આગળ ધપાવ્યો છે. 

Visit Saurashtra Kranti Homepage here

ગઈકાલે જ ક્રાઈમ બ્રાંચે ગુરૂગ્રામમાંથી બંસલ દંપતિની અટકાયત કરી હતી. ત્યારબાદ તેમને રાજકોટ લઈ આવી આજે રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કરતાં ચાર દિવસના રિમાન્ડ મંજુર થયા છે. ક્રાઈમ બ્રાંચ દ્વારા શરૂ થયેલી તપાસ દરમિયાન શરૂઆતમાં બંસલ દંપતિએ ફરિયાદીને ઓર્ડર મુજબનો ખાંડનો જથ્થો મોકલી દીધાનું રટણ કર્યું હતું. જો કે આગળની તપાસમાં મામલો ફ્રોડનો જ હોવાનું સ્પષ્ટ બન્યું છે.બંસલ દંપતિએ ખરેખર કઈ રીતે આ સમગ્ર કૌભાંડ આચર્યું તે અંગે ક્રાઈમ બ્રાંચ તપાસ કરી રહી છે. ક્રાઈમ બ્રાંચ જયારે બંસલ દંપતિને ગુરૂગ્રામમાં પકડવા ગઈ ત્યારે બીજા વેપારીઓ પણ મળ્યા હતા જેમની સાથે પણ ફ્રોડ થયાની શકયતા છે.

Read National News : Click Here

આ કૌભાંડ અંગે મવડીમાં આર.કે. એમ્પાયર બિલ્ડીંગમાં બાલાજી એન્ટરપ્રાઈઝ નામની પેઢી ધરાવતાં પ્રશાંત ગોહેલે ગઈકાલે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે શરૂઆતમાં તેણે બંસલ દંપતિ પાસેથી રૂા.પર લાખની ખાંડ ખરીદી હતી. જેનો ઓર્ડર સમયસર પૂરો કરતાં વિશ્વાસ બેસી ગયો હતો. જેને કારણે બંસલ દંપતિ સાથે અંદાજે ૮ર કરોડની ખાંડનો સોદો કર્યો હતો. જેના એડવાન્સ પેટે રૂા.૬૯.૧ર કરોડ ચૂકવી આપ્યા હતા. બદલામાં બંસલ દંપતિએ રૂા.૮.૧૯ કરોડની કિંમતનો ખાંડનો જથ્થો મોકલ્યો હતો. બાકીના રૂા.૬૦.૯૩ કરોડની ખાંડનો જથ્થો મોકલવામાં ગલ્લા-તલ્લા કર્યા હતા. આખરે આ ખાંડનો જથ્થો મોકલી દીધાનું કહી દીધું હતું. એટલું જ નહીં તેના ખોટા બિલ પણ જીએસટી પોર્ટલ ઉપર અપલોડ કરી દીધા હતા. અવાર-નવાર રકમની માંગણી કરવા છતાં નહીં આપતાં આખરે ફરિયાદ નોંધાવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here