રાજકોટ : હાર્ડવેરનો માલ મગાવી ભુવનેશ્વરની પેઢી દ્વારા રૂા.3.98 લાખની ઠગાઈ 

રાજકોટમાં ઑક્સિજન સિલિન્ડર સપ્લાય એજન્સી સાથે ડિલિવરી બોયે કરી ૧૬ લાખની છેતરપિંડી
રાજકોટમાં ઑક્સિજન સિલિન્ડર સપ્લાય એજન્સી સાથે ડિલિવરી બોયે કરી ૧૬ લાખની છેતરપિંડી
મોટામવા ગામે રહેતા અને મધુરમ સોસાયટી શેરી નં.૪, પ્લોટ નં.૪૩ ખાતે માધ એન્ટરપ્રાઈઝ નામનું હાર્ડવેરનું કારખાનું ધરાવતા રામજીભાઈ ધનજીભાઈ કોરાટ (ઉ.વ.પ૧) પાસેથી ઓરિસ્સાના ભુવનેશ્વરમાં સ્થિત એમ.એસ. ફ્રેન્ડસ પ્લાયવુડ નામની પેઢીના માલિકે રૂા.૩.૯૮ લાખનો હાર્ડવેરનો સામાન મગાવી પેમેન્ટ નહી કરી છેતરપીંડી કર્યાની થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

ફરિયાદમાં રામજીભાઈ એ જણાવ્યું છે કે એકાદ વર્ષ પહેલાં તેના કારખાને આરોપી પેઢીનો મેનેજર બસંત આવ્યો હતો. સેમ્પલ જોયા બાદ તેના ફોટા આરોપી પેઢીના માલીક સંજીબ દાસને  વોટસએપથી મોકલ્યા હતા. એટલું જ નહી તેની સાથે મોબાઈલ પર વાતચીત પણ કરાવી હતી. જેમાં ૩૦ દિવસમાં પેમેન્ટ કરવાનું નકકી થયા બાદ તેણે ટ્રાન્સપોર્ટ મારફતે હેન્ડલ અને સોફાલેગનો માલ મોકલ્યો હતો. ત્યારબાદ કટકે-કટકે બીજો માલ પણ મોકલ્યો હતો. 

Read National News : Click Here

જેના કુલ રૂા.૩.૯૮ લાખ છેલ્લે લેવાના હતા. આરોપી પેઢીના માલિક સંજીબ દાસને અવાર-નવાર પેમેન્ટ માટે કોલ કર્યા હતા. પરંતુ પેમેન્ટ કર્યું ન હતું. આ રીતે પોતાની સાથે છેતરપીંડી થયાનું સ્પષ્ટ થતાં પોલીસ કમિશનરને અરજી આપી હતી. જેના આધારે થોરાળા પોલીસે વિશ્વાસઘાત, છેતરપીંડી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ આગળ ધપાવી છે. થોરાળા પોલીસના સૂત્રોએ જણાવ્યું કે આરોપીઓને પકડવા માટે ટૂંક સમયમાં પોલીસની એક ટીમ ભુવનેશ્વર મોકલવામાં આવશે. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here