રાજકોટ : ઢોલરીયાનગરમાં મકાનની બહાર પાર્ક કરેલા વાહનોને અજાણ્યાં શખ્સે સળગાવી દેવાયા

રાજકોટ : ઢોલરીયાનગરમાં મકાનની બહાર પાર્ક કરેલા વાહનોને અજાણ્યાં શખ્સે સળગાવી દેવાયા
રાજકોટ : ઢોલરીયાનગરમાં મકાનની બહાર પાર્ક કરેલા વાહનોને અજાણ્યાં શખ્સે સળગાવી દેવાયા
ગાયત્રીનગર નજીકના ઢોલરીયાનગરમાં શેરી નં.5માં ગઈકાલે રાત્રે એક જ પરિવારની એક કાર સહિત ચાર વાહનો સળગાવી દેવાતા વિસ્તારમાં ભયનું મોજુ ફરી વળ્યું છે. ભક્તિનગર પોલીસે ગુનો દાખલ કરી સીસીટીવી ફુટેજના આધારે તપાસ આગળ ધપાવી છે.

Visit Saurashtra Kranti Homepage here

જે પરિવારના વાહનો સળવાયા તેના મકાનના દરવાજાના આગળીયાને બહારથી બંધ કરી દેવાયો હતો.આ અંગે તૌફિકભાઈ વાળા (ઉ.વ.47) એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તે ભાવનગર ખાતે ટોયેટો કંપનીમાં સીઈઓ તરીકે નોકરી કરે છે. ગઈકાલે રાત્રે પરિવાર સાથે સુતા હતા ત્યારે મધરાત્રે પાડોશી ભરતભાઈ ભાલિયાએ કોલ કરી જણાવ્યું કે, તમારા ઘરની બહાર પાર્ક વાહનો સળગી રહ્યા છે.  જેથી ઉપરના માળે રહેતા અને હાથીખાના મેઈન રોડ પર મેડિકલ સ્ટોર ધરાવતા કાકા રૂસ્તમભાઈને ઉઠાડયા બાદ શેરીમાં પડતા દરવાજાનો આગળીયો ખુલ્યો ન હતો. જેથી બંને પરિવારના સભ્યો અગાસી મારફત પાડોશી રમેશભાઈ કાચાના મકાનમાં ઉતરી શેરીમાં આવ્યા હતા. તે વખતે ફાયર બ્રિગેડનો સ્ટાફ આવી પહોંચ્યો હતો અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી.

Read Saurashtra Kranti E-Paper here

થોડી વાર પછી પોલીસ પણ આવી પહોંચી હતી. તેના શેઠની ટોયેટો ગ્લાન્ઝા કાર ઉપરાંત તેના સ્પ્લેન્ડર, કાકાના પ્લેટીના અને એકટીવા મળી કુલ 4 વાહનોમાં આગ લગાડાઈ હતી. કોઈ અજાણ્યા શખ્સોએ તેના કાકા અને તેના સંયુકત મકાનને આગડીયો મારી વાહનો સળગાવ્યા હતા. જેને કારણે મોટું નુકસાન થયું હતું. ભક્તિનગર પોલીસે અજાણ્યા શખ્સો સામે આઈપીસી કલમ 435 મુજબ ગુનો દાખલ કર્યો છે. 

પોલીસે કોઈ ટીખળી તત્ત્વોએ આગ લગાડી છે કે પછી બીજા કોઈએ અંગત અદાવતને કારણે તે દિશામાં તપાસ જારી રાખી છે. શહેરમાં આ અગાઉ પણ શેરીમાં પડેલા એક સાથે વધુ વાહનોને આગ લગાડવાની ઘટનાઓ બની ચૂકી છે. પરંતુ હવે સીસીટીવી કેમેરા આવી ગયા હોવાથી આ પ્રકારના કૃત્યો કરનાર આરોપીઓની ઓળખ મુખ્યત્વે પોલીસને મળી જતી હોય છે. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here