રાજકોટ: ડીગ્રી વગર ડુપ્લીકેટ ડોકટર અમૃતલાલને ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યો

રાજકોટ: ડીગ્રી વગર ડુપ્લીકેટ ડોકટર અમૃતલાલને ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યો
રાજકોટ: ડીગ્રી વગર ડુપ્લીકેટ ડોકટર અમૃતલાલને ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યો
શહેરના મવડી વિસ્તારમાં પ્રજાપતિ સોસાયટી મેઇન રોડ ઉપર ડીગ્રી વગર લોકોની સારવાર કરતા બોગસ ડોકટરને શહેર ક્રાઇમ બ્રાન્ચે પકડી લીધો છે. ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. કિરતસિંહ ઝાલા, અમીતભાઈ અગ્રાવત, તથા કોન્સ કુલદિપસિંહ રાણાને મળેલી બાતમી પરથી મવડી મેઇન રોડ બાપાસીતારામ ચોક પાસે પ્રજાપતિ સોસાયટી ૪૦ ફટ મેઇન રોડ શેરી નં. ૧ના ખૂણે ચામુંડા દુગ્ધાલયની બાજુમાં ક્લિનિકમાં દરોડો પાડી કોઇપણ જાતની મેડીકલ ડીગ્રી વગર દર્દીઓને ચકાસી દવા.

Visit Saurashtra Kranti Homepage here

તથા ઈન્જેકશન આપતા બોગસ ડોકટર અમૃતલાલ રાજાભાઇ ભાલોડીયા (ઉ.વ.૬૮ રહે. મવડીમેઇન રોડ, બાપાસિતારામ ચોક શીવાય એપાર્ટમેન્ટ ફલેટ નં. ૭૦૪)ને પકડી લઈ દવા તથા મેડીકલના અલગ-અલગ સાધનો રૂપિયા ૬૦૭ના તથા રોકડા રૂપિય, મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૧૧૬૨૮નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

Read Saurashtra Kranti E-Paper here

પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, અધિક પોલીસ કમિશ્નરશ્રી વિધી ચૌધરી, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયા તથા પોલીસ ઇન્સ્પેકટર વાય.બી.જાડેજાના માર્ગદર્શન સુચના હેઠળઆ કામગીરી પો.સબ.ઇન્સ. એન.ડી.ડામોર, એએસઆઇ ઘનશ્યામભાઇ મેણીયા, હેડકોન્સ. અમીતભાઇ અગ્રાવત, કિરતસિંહ ઝાલા, સંજયભાઇ રૂપાપરા, કોન્સ. નગીનભાઇ ડાંગર, કુલદિપસિંહ રાણા, પ્રદીપસિંહ જાડેજાએ કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here