રાજકોટ : ક્રિપ્ટો કરન્સીના નામે કૌભાંડ આચરનાર સામે ગુનો નોંધાશે:એસીપી રબારી

રાજકોટ : ક્રિપ્ટો કરન્સીના નામે કૌભાંડ આચરનાર સામે ગુનો નોંધાશે:એસીપી રબારી
રાજકોટ : ક્રિપ્ટો કરન્સીના નામે કૌભાંડ આચરનાર સામે ગુનો નોંધાશે:એસીપી રબારી
ક્રિપ્ટો કરનશીમાં રોકાણ કરી વધુ વળતરની લોભામણી લાલચમાં ફસાયેલા 150થી વધુ રોકાણકારો સાથે થયેલી રુા.3.50 કરોડની છેતરપિંડીના જેની સામે આક્ષેપ થઇ રહ્યા છે તે ત્રણ શખ્સો પૈકી એક યુવકે ગઇકાલે પોલીસ કમિશનર કચેરી ખાતે પહોચી પોતે અરજદાર હોવા છતાં પોલીસે આરોપી બનાવવા પ્રયાસ કરી રહ્યાના આક્ષેપ કરતા સાયબર ક્રાઇમના એસીપી વિશાલકુમાર રબારીએ આક્ષેપ કરનાર યુવકને તેના ભાગીદારોમાં ડખ્ખો થતા અને રોકાણકારોને રકમ પરત ન ચુકવવા નાટક કર્યુ હોવાનું જણાવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

આ સમગ્ર પ્રકરણની તપાસ ચાલી રહી છે અને ટૂંક સમયમાં ગુનો નોંધવાના નિર્દેશ આપ્યા છે. આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના રાહુલ મહેતા અને ઉમેશ સાગર નામના યુવકોએ સ્ટાર પ્લાઝામાં ગત ઓગસ્ટ 2021માં ક્રિપ્ટો કરન્શી અંગેના રોકાણ અંગે ઓફિસ શરુ કરી હતી. આ કંપનીમાં સાધુવાસવાણી રોડ પર રહેતા વિશાલ ગાંધી નામનો યુવક રોકાણ કરનારને સમજાવી કલેકશનનું કામ પર રહ્યો હતો. વિશાલ  ગાંધીએ અંદાજે 150 જેટલા રોકાણકારો પાસેથી 3.50 કરોડનું કલેકશન કરી રાહુલ અને ઉમેશ પાસે જમા કરાવ્યું હતું અને પાકતી મુદતે તેઓ ચુકવતા ન હોવા અંગેની વિશાલ ગાંધીએ સાયબર ક્રાઇમમાં અરજી આપી હતી.

બીજી તરફ ટુર એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા હેમીલ જોષીએ પોતાના બનેવી સહિતના સગા-સંબેધીઓના ક્રિપ્ટો કરન્સીમાં રુા.20 લાખનું રોકાણ કરી ઉમેશ, રાહુલ અને વિશાલ ચુકવતા ન હોવા અંગે અરજી  આપી હતી. સાયબર ક્રાઇમના એસીપી વિશાલકુમાર રબારીએ તમામના મોબાઇલ અને લેપ્ટોપ કબ્જે કરી તપાસ કરતા રાહુલ, ઉમેશ અને વિશાલ ગાંધી વચ્ચે ભાગીદારીમાં ડખ્ખો થયો હોવાનું અને રોકાણકારોને વળતર અને રોકાણ કરેલી રકમ ન ચુકવી કૌભાંડ આચર્યુ હોવાનું સામે આવ્યું હોવાથી વિશાલ ગાંધીએ ગઇકાલે પોલીસ કમિશનર કચેરી ખાતે પોતાના પરિવાર સાથે જઇને રજૂઆત કરવા ગયો હોવાનું અને સમગ્ર કૌભાંડમાંથી બચવા માટે વિશાલ ગાંધી નાટક કરતો હોવાનું સાયબર ક્રાઇમના એસીપી વિશાલકુમાર રબારીએ જણાવ્યું છે. આ અંગે સાયબર ક્રાઇમ દ્વારા તપાસ ચાલી રહી છે. અને સમગ્ર કૌભાંડના પુરાવા એકઠા કરી ટૂંક સમયમાં ગુનો નોંધવામાં આવશે તેવો નિર્દેશ આપ્યો છે.

Read About Weather here

ક્રિપ્ટો કરન્સી કૌૈભાંડમાં અરજદારને પોલીસ આરોપી બનાવતી હોવાનો વિશાલ ગાંધીનો આક્ષેપ

ક્રિપ્ટો કરન્સી કૌભાંડની સાયબર ક્રાઇમમાં ચાલી રહેલી તપાસમાં વિશાલ ગાંધીએ અરજી કરી હોવા છતાં અરજદારને પોલીસ આરોપી બનાવી દીધાના આક્ષેપ સાથે વિશાલ ગાંધી ગઇકાલે પોલીસ કમિશનર કચેરીએ રજૂઆત કરવા ગયો હતો. સમગ્ર કૌભાંડમાં પોતાની કંયાય સંડોવણી ન હોવાનું અને પોતે માત્ર કંપનીનું માકેર્ટીંગ કરી રોકાણકારો પાસેથી મોટી રકમનું કલેકશન કરી કંપનીમાં જમા કરાવ્યુ હોવાનો બચાવ કર્યો હતો. પોતાનું લેપટોપ અને મોબાઇલ પોલીસે કબ્જે કર્યાનું વિશાલ ગાંધીએ જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here