રાજકોટ : એક વર્ષમાં 57 સાયકલ ચોરી કરનાર ટોળકી આખરે ઝડપાઈ

રાજકોટના પોલીસ ભરતીના બોગસ કોલ લેટર કૌભાંડમાં જસદણના ૪ની અટકાયત
રાજકોટના પોલીસ ભરતીના બોગસ કોલ લેટર કૌભાંડમાં જસદણના ૪ની અટકાયત
રાજકોટમાં છેલ્લા એક વર્ષ દરમિયાન સંખ્યાબંધ સાયકલો  ચોરનાર ભગવાન લખુભાઈ કારિયા (ઉ.વ.૫૨, રહે. બાબરીયા કોલોની ક્વાર્ટર)ને તાલુકા પોલીસે ઝડપી લઇ તેની પાસેથી ૫૭ ચોરાઉ સાયકલો કબ્જે કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

તેની પાસેથી ચોરાઉ સાયકલો પાણીના ભાવે ખરીદી વેચી નાખનાર મનકુ ઉર્ફે મન્ટુ નરેશ પ્રજાપતિ (ઉ.વ.૩૫, રહે. લક્ષ્મીનો ઢોળો, કાલાવડ રોડ) અને અજય શિવનારાયણ મંડલ (ઉ.વ.૨૬, રહે. શાપર)ની પણ તાલુકા પોલીસે ધરપકડ કરી છે. કોરોના કાળથી લોકો આરોગ્ય પ્રત્યે વધુ સજાગ થયા છે.  તે સાથે જ સાયકલોની ડીમાન્ડ નીકળી છે. હાલમાં ઘણા લોકો સાયકલોનો ઉપયોગ કરે છે. તે સાથે જ સાયકલોની ચોરી કરનાર ગેંગ પણ સક્રિય થઈ છે. છાશવારે સાયકલ ચોરો પકડાય છે. ઘણી વખત સાયકલ ચોરીની પોલીસ ફરિયાદ લેતી નથી તો ઘણી વખત કડાકુટથી બચવા સાયકલ માલિકો પણ ફરિયાદ નોંધાવતા નથી.

રાજકોટ તાલુકા પોલીસમાં ગઈ તા.ર૧ ઓગષ્ટના રોજ સાયકલ ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. જેના આધારે પીએસઆઈ એચ.જી. ગોહિલે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરતા આરોપી ભગવાનનું નામ ખુલ્યું હતું. જેથી તેને ઝડપી લઈ ચોરાઉ સાયકલ કબ્જે કરી હતી. પૂછપરછમાં તેણે છેલ્લા એક વર્ષ દરમિયાન સંખ્યાબંધ સાયકલો ચોરી કર્યાની કબૂલાત આપી હતી. એટલું જ નહીં તેની પાસેથી આરોપી રિક્ષા ચાલક  મનકુ અને અજય પાણીના ભાવે ચોરાઉ સાયકલો લઈ તેને વેચી નાખતા હોવાની કબૂલાત આપતા આ બંનેને પણ તાલુકા પોલીસે ઝડપી લીધા હતા. 

Read Saurashtra Kranti E-Paper here

ત્યારબાદ આ ટોળકીએ આપેલી માહિતીના આધારે જુદા જુદા જુદી-જુદી જગ્યાએ રાખેલી રૂા.ર.પ૯ લાખની કિંમતની પ૭ ચોરાઉ સાયકલો પોલીસે કબ્જે કરી હતી. આ પ૭ સાયકલોમાંથી કેટલી સાયકલોમાં ચોરીની ફરિયાદ થઈ છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. મુખ્ય સૂત્રધાર ભગવાન મજૂરી કરવાની સાથો-સાથ સાયકલોની પણ ચોરી કરતો હતો. તે કોઈપણ વિસ્તારમાંથી નીકળે ત્યારે સાયકલ જોવા મળે તો તેને ઉઠાવી ભાગી જતો હતો. તેણે ખરેખર પ૭ સાયકલ ચોરી છે કે વધુ તે અંગે પણ હવે તાલુકા પોલીસ તપાસ કરી રહી છે. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here