રાજકોટમાં નબીરાઓ બેફામ બન્યા છે. રાજકોટમાંથી સતત અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે, ત્યારે શહેરમાં વધુ એક અકસ્માત સર્જાયો છે. જેમાં કારચાલકે એક્ટિવાને અડફેટે લેતા એક્ટિવા ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી છે. જે બાદ ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયો છે. તો પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
Visit Saurashtra Kranti Homepage here
શહેરના યુનિવર્સિટી રોડ ફૂલ સ્પીડમાં આવી આવી રહેલા કારચાલકે એક્ટિવાને અડફેટે લીધું હતું. કારચાલકે એક્ટિવાને ટક્કર મારતા એક્ટિવા ચાલક 20 ફૂટ સુધી ફંગોળાયો હતો. આ અકસ્માતને પગલે રાહદારીઓના ટોળા ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. જે બાદ આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. તો ઈજાગ્રસ્ત એક્ટિવા ચાલકને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, જ્યારે અકસ્માત સર્જાયો ત્યારે કારની સ્પીડ 100 સુધી હતી. હાલ આ અકસ્માતને લઈને પોલીસ તપાસ કરી રહી છે.
Read About Weather here
બે દિવસ અગાઉ રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલી સોમનાથ સોસાયટીમાં સ્કોર્પિયો ચાલકે ફૂલ સ્પીડમાં કાર ચલાવીને 3 બાઈક અને એક ફેરિયાને અડફેટે લીધો હતો. જે બાદ સ્કોર્પિયો કાર મકાન સાથે અથડાયા બાદ દિવાલમાં ઘૂસી ગઈ હતી. આ અકસ્માતની ઘટનામાં ફેરિયાને ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. અકસ્માતના બનાવને પગલે સ્થાનિકો ટોળા ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતો. આ ઘટના બાદ સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. તો સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ પણ સોમનાથ સોસાયટી ખાતે દોડી આવી હતી. જે બાદ પોલીસે કારચાલકનું લાયસન્સ માંગતા તેની પાસે લાયસન્સ ન હોવાનું જણાવ્યું હતું. જે બાદ સોમનાથ સોસાયટીમાં રહેતા કુલદિપભાઈ સાઓએ સ્કોર્પિયોના ચાલક કેવલ રમેશભાઈ ગાણોલીયા સામે ફરિયાદ નોંધાવી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here