રાજકોટ:સિવિલ હોસ્પિટલમાં ટીપટોપ કંડીશનમાં રહેલી એમ્બ્યુલન્સના રીપેરીંગના નામે મુકાતા લાખો રૂપિયાના બીલો મુકાયા

રાજકોટ:સિવિલ હોસ્પિટલમાં ટીપટોપ કંડીશનમાં રહેલી એમ્બ્યુલન્સના રીપેરીંગના નામે મુકાતા લાખો રૂપિયાના બીલો મુકાયા
રાજકોટ:સિવિલ હોસ્પિટલમાં ટીપટોપ કંડીશનમાં રહેલી એમ્બ્યુલન્સના રીપેરીંગના નામે મુકાતા લાખો રૂપિયાના બીલો મુકાયા
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સના ડિઝલ કૌભાંડની તપાસ પુરી નથી થઈ ત્યાં  સરકારી એમ્બ્યુલન્સમાંથી સ્પેરપાર્ટસ કાઢી વેંચી નાખવાનું કારસ્તાન બહાર આવ્યું છે આ કારસ્તાન બહાર ન આવે તે માટે ટીપટોપ કંડીશનમાં રહેલી એમ્બ્યુલન્સને રીપેરીંગના નામે ગેરેજમાં મોકલી લાખો રૂપિયાના બીલ મુકવામાં આવ્યા હોવાની ચોંકાવનારી  વિગત બહાર આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

સિવિલ હોસ્પિટલના આંતરીક સુત્રોના જણાવ્યા પ્રમાણે સરકારી એમ્બ્યુલન્સ નં જી જે 3 જી 897 માંથી કોઈ રેડીયેટર સહિતના સ્પરપાર્ટસ ચોરી ગયું છે 24 કલાક ધમધમતી સિક્યુરીટી ગાર્ડ અને સીસીટીવીથી સજ્જ હોસ્પિટલમાં સરકારી વાહનમાંથી કિંમતી સ્પેરપાર્ટસ કાઢી જાય તે ખૂબીની વાત કહેવાય. જો કે હોસ્પિટલના સુત્રોના મતે આ કળા હોસ્પિટલના જ કર્મચારીએ કરી હોવાની શંકા છે.સરકારી એમ્બ્યુલન્સના સ્પેરપાર્ટસ કાઢવાની કોઈને ખબર ન પડે તે માટે એમ્બ્યુલન્સને રીપેર માટે ગેરેજમાં મોકલવામાં આવે છે  જ્યાં લાખો રૂપિયાના બીલ બનાવી હોસ્પિટલમાં મુકવામાં આવે છે અને હોસ્પિટલના સતાધીશો કોઈ પણ જાતની ખરાઈ કર્યા વગર બીલને મંજૂરી આપી દેવામાં આવે છે.અત્યાર સુધીમાં આવી રીતે ૬ લાખ  રૂપિયાના બીલ મુકવામાં આવ્યા છે.આ ઉપરાંત સિવિલ હોસ્પિટલના દર્દીઓ માટે મફત શરૂ કરવામાં આવેલ 6 ઈ-રીક્ષામાંથી માત્ર બે જ ઈ-રીક્ષા ચાલુ છે અને 4 ઈ-રીક્ષા બગડી જતા રીપેરીંગ માટે મુકવામાં આવી છે.

Read About Weather here

એકાદ વર્ષથી ઈ-રીક્ષા બંધ હાલતમાં છે જેનુ રીપેરીંગનું બીલ રૂા.એક લાખથી ઉપરનું મુકવામાં આવ્યું છે ઈ-રીક્ષામાં માત્ર બેટરી ખરાબ થઈ હતી છતાં પણ લાખો રૂપિયાના બીલ મુકવામાં આવ્યા છે.દર્દીઓ માટે સિવિલ હોસ્પિટલમાં મુકવામાં આવેલ વાહનોમાં સરકારી કર્મચારીઓની મીલીભગતથી કૌભાંડ ઉપર કૌભાંડ થાય છે તાજેતરમાં એમ્બ્યુલન્સમાં ડિઝલ કૌભાંડ થયુ છે જેની તપાસ માટે ત્રણ ડોકટરોની કમીટીની રચના કરવામાં આવી છે આ ટીમ ડિઝલ કૌભાંડની તપાસ કરે તે પહેલા જ એમ્બ્યુલન્સના સ્પેરપાર્ટસ વેચવાનું કૌભાંડ બહાર આવતા ચકચાર મચી જવા પામી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here