રાજકોટમાં પાંચ કારમાં કાચ તોડી રિવોલ્વર સાથે નાશેલ ગેંગ સુરતથી ઝડપાઇ

રાજકોટમાં પાંચ કારમાં કાચ તોડી રિવોલ્વર સાથે નાશેલ ગેંગ સુરતથી ઝડપાઇ
રાજકોટમાં પાંચ કારમાં કાચ તોડી રિવોલ્વર સાથે નાશેલ ગેંગ સુરતથી ઝડપાઇ
શહેરમાં પંચશિલ, રણછોડનગર વિસ્તારમાં વહેલી સવારે પાંચ જેટલી કારના કાચ તોડી મ્યુઝિક સિસ્ટમ્સ, લોડેડ રિવોલ્વર સાથે નાશી છૂટેલા આરોપીઓને ઝડપવા રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા બી ડીવીઝન સાથે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી સ્ટેટ કંટ્રોલને જાણ કરતા રાજયભરની પોલીસ એકશનમાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર, એડી.સીપી શરદ સિંધલ, ડીસીપી રૃપલ સોલંકીના માર્ગદર્શન હેઠળ એસીી ભાવેશ રોજીયા ટીમના પીઆઇ જયરાજસિંહ ઝાલા ટીમ દ્વારા કરજણ પીઆઇ શ્રી ભરવાડના સહકારથી ઝડપી તેની મોડી રાત સુધી પુછપરછ કરતા રાજકોટનાં ભૂતકાળમાં બનેલ અનેક ગુન્હાઓ સાથે સુરત, અમદાવાદ સહિત ૪૦ નવા ગુન્હાઓનો ભેદ ખુલવા પામ્યો હોવાનું સુરત પોલીસ વર્તુળો જણાવે છે.પકડાયેલ ટોળકી પિતા પુત્રની છે. જેમાં નામ જમિલ અને શાહિદ છે. આરોપીઓ પાસેથી હથિયારો અને અન્ય કાર ચોરીનો મોટો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.અત્રે એ યાદ રહે કે ભૂતકાળમાં રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પણ આ ટોળકીને ઝડપી લીધી હતી એ સમયે જે લોકો ઝડપાયેલા તેની વિગત નીચે મુજબ છે.

આરોપી : (૧) અહેમદ ઉર્ફે લદન જમીલ ખાન જાતે મુસ્લીમ (ઉ.વ.૪૯) રહે. ગામ ખૈરપાડા સાંઇચાલ રૃમ નં. ૧૧ વઇસ ઇસ્ટ જી. પાલઘર રાજય મહારાષ્ટ્ર, (ર) મીનાઝ અહેમદ હુનેરકર જાતે મુસ્લિમ (ઉ.વ.૪૩) રહે. અનમોલ ચાલ રૃમ નં. ૪, દોલતનગર પાસે કોસા મુંબ્રા, જી થાણે રાજય મહારાષ્ટ્ર (૩) જમીલ મહમદ કુરેશી જાતે મુસ્લીમ (ઉ.વ.પપ) રહે. કલાસીક ટાવર ફલેટ નં. ૩૦૪ સેકટર ૧૮ તલોજા ફેઝા તાલુકા પનવેલ જી. નવી મુંબઇ રાજય મહારાષ્ટ્ર, વાળાઓ પાસેથી સફેદ કલરની વેગનઆર કાર ગાડીને એમએચ-૦ર-પીએ-ર૪૮૦ કિ. રૃા. ૧,૦૦,૦૦૦ તથા ગોલ્ડન કલરની હોન્ડાસીટી કાર ગાડી નં. એચએમ-૦ર પીએ ૬૧૦ર, કિ. રૃા. ૧,૦૦,૦૦૦ તથા ચોરી કરવાના સાધનો ડીસમીસ (સ્કુડ્રાઇવર) નં. પ, કિ. રૃા. પ૦૦ મળી કુલ રૃા. ર,૦૦,પ૦૦ ના મુદામાલ સાથે મજકૂર ત્રણેય ઇસમોને આજ રોજ તા. ૧૮-૧૧-૧૮ ના કલાક ૧૧-૩૦ વાગ્યે અટક કરવામાં આવેલ છે.

(૧) રાજકોટ શહેર બી ડીવીઝન પો. સ્ટે. ફર્સ્ટ ૧૮૦/ર૦૧૯ ૩૭૯, ૪ર૭, (ર)  રાજકોટ શહેર બી ડીવીઝન પો. સ્ટે. ફર્સ્ટ ૧૮૨/ર૦૧૮ ૩૭૯, ૪ર૭, (૩)  રાજકોટ શહેર બી ડીવીઝન પો. સ્ટે. ફર્સ્ટ ૨૧૪/ર૦૧૮ ૩૭૯,  (૪)  રાજકોટ શહેર બી ડીવીઝન પો. સ્ટે. ફર્સ્ટ ૨૫૬/ર૦૧૭ ૩૭૯,  (પ)  રાજકોટ શહેર એ. ડીવીઝન પો. સ્ટે. ફર્સ્ટ ૧૩૩/ર૦૧૯ ૩૭૯,  (૬)  રાજકોટ શહેર બી ડીવીઝન પો. સ્ટે. ફર્સ્ટ ૬૦/ર૦૧૮ ૩૭૯, ૪ર૭, (૭)  રાજકોટ શહેર યુનિ ડીવીઝન પો. સ્ટે. ફર્સ્ટ ૧૨૩/ર૦૧૯ ૩૭૯,  (૮)  રાજકોટ શહેર બી ડીવીઝન પો. સ્ટે. ફર્સ્ટ ૩૧૭/ર૦૧૫ ૩૭૯, ૪ર૭, (૯)  રાજકોટ શહેર બી ડીવીઝન પો. સ્ટે. ફર્સ્ટ ૧૦૦/ર૦૧૬ ૩૭૯, ૪ર૭, (૧૦)  રાજકોટ શહેર બી ડીવીઝન પો. સ્ટે. ફર્સ્ટ ૩૬/ર૦૧૮ ૩૭૯, ૪ર૭, (૧૧)  રાજકોટ શહેર બી ડીવીઝન પો. સ્ટે. ફર્સ્ટ ૯૯/ર૦૧૮ ૩૭૯, મુજબ.

Read National News : Click Here

આરોપીઓની મોડસ ઓપરેન્ડી મજકુર આરોપીઓ પોતે પોતાની હોન્ડા સીટી, વેગનઆર, મારૃતી ઝેન, હુન્ડાઇ સેન્ટ્રો, મારૃતી ફ્રન્ટી માલીકીની ધરાવે છે જે પૈકી અલગ અલગ કાર લઇ ગુજરાત આવી રાત્રીના ર થી ૬ દરમ્યાન શહેરની સોસાયટીઓમાં પાર્ક કરેલ ફોર વ્હીલ કારના ડીસમીસ (સ્કુ ડ્રાઇવર) વડે કાચ તોડી કારનુ ટેપ (મ્યુઝીક પ્લેયર) તથા અન્ય મળી આવતી ચીજ વસ્તુઓની જથ્થામાં ચોરી કરી મહારાષ્ટ્ર ખાતે નાસી જઇ મુંબઇ ખાતે ચોર બજારમાં મુદામાલ વેચી દઇ પૈસા મેળવવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે.કામગીરી કરનાર અધિકારી-કર્મચારીઓ એચ. એમ. ગઢવી, પો. ઇ. પી. એમ. ધાખડા, પો. સબ. ઇન્સ. વિજયસિંહ એમ. ઝાલા એ. એસ. આઇ પ્રતાપસિંહ ઝાલા, પો. હેડ કો. ફીરોઝભાઇ શેખ પો. હેડ કો. હરદેવસિંહ જાડેજા, પો. હેડ કો. અમીતભાઇ અગ્રાવત, પો. હે. કો. યોગીરાજ જાડેજા પો. કો. કુલદીપસિંહ જાડેજા પો. કો. સોકતખાન ખોરમ વિગેરે છે.

આરોપીનો ગુન્હાહીત ઇતિહાસ મજકૂર પકડાયેલ આરોપીઓ એકબીજા જુના મીત્રો છે. અને છેલ્લા ૧પ વર્ષથી ફોર વ્હીલ કારના કાચ તોડી ટેપ (મ્યુઝીક પ્લેયર) ની ચોરીઓ કરે છે. તેમજ ત્રણેય આરોપીઓ પૈકી નં. ૧ નાઓ મુંબઇમાં માટુંગા, મુંબ્રા, કાલવા, શીવાજી પાર્ક, આર. એ. કે., બોરીવલી ઇસ્ટ, દાદર, આઝાદ મેદાન, વિગેરે, મહારાષ્ટ્રના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં પકડાયેલ છે. તેમજ આરોપી નં. ર નાઓ મુંબઇમાં માટુગા, મુંબ્રા, આઝાદ મેદાન, પોલીસ સ્ટેશનોમાં ચોરીના ગુન્હાઓમાં તેમજ કાલવા પોલીસ સ્ટેશનમાં એન. ડી. પી. એસ.ના ગુનામાં તેમજ બેંગલોરના કોડીગેહાલી પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં પકડાયેલ છે. તેમજ આરોપી નં. ૩ નાઓ ગુજરાતના ભીલાડ પોલીસ સ્ટેશનમાં જવેલર્સ લૂંટના ગુનામાં તેમજ મહારાષ્ટ્રમાં તેમજ બેંગલોરના કોડીગેહાલી પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં પકડાયેલ છે. અને ગુજરાતમાં કાર ટેપ (મ્યુઝીક પ્લેયર) ની ચોરીઓના ગુનાઓ સને ર૦૧પ થી કરે છે. પરંતુ કોઇ ગુનાઓમાં પકડાયેલ નથી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here