રાજકોટના ગોંડલ રોડ પરથી પિતૃકૃપા ટ્રાવેલ્‍સવાળાની બસ ચોરી કરી સળગાવી દેવાઇ

રાજકોટના ગોંડલ રોડ પરથી પિતૃકૃપા ટ્રાવેલ્‍સવાળાની બસ ચોરી કરી સળગાવી દેવાઇ
રાજકોટના ગોંડલ રોડ પરથી પિતૃકૃપા ટ્રાવેલ્‍સવાળાની બસ ચોરી કરી સળગાવી દેવાઇ
ગોંડલ રોડ ચોકડીએ પિતૃકૃપા ટ્રાવેલ્‍સ નામે ઓફિસ રાખી વ્‍યવસાય કરતાં ટ્રાવેલ્‍સ સંચાલકની આઠ લાખની કિંમતની બસ ગોંડલ રોડ પૂલ નીચે પાર્ક કરી હતી ત્‍યાંથી કોઇએ ચોરી જઇ કુવાડવાથી વાંકાનેર તરફના રસ્‍તે લઇ જઇ આગ લગાડી સળગાવી નાંખતા ચકચાર જાગી છે.

Visit Saurashtra Kranti Homepage here

ટ્રાવેલ્‍સ સંચાલકના કહેવા મુજબ તેમણે જુનાગઢના અન્‍ય ટ્રાવેલ્‍સ સંચાલક વિરૂધ્‍ધ અગાઉ ફરિયાદ કરી હોઇ તેનો ખાર રાખી આ કૃત્‍યને અંજામ અપાયાની શંકા છે.આ બનાવમાં આજીડેમ પોલીસે પીડીએમ કોલેજ પાછળ શિવનગર-૨માં રહેતાં પિતૃકૃપા ટ્રાવેલ્‍સના સંચાલક વિજયસિંહ ભરતસિંહ જાડેજા (ઉ.વ.૪૫)ની ફરિયાદ પરથી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વિજયસિંહે પોલીસને જણાવ્‍યું છે કે હું ગોંડલ રોડ ચોકડીએ પિતૃકૃપા ટ્રાવેલ્‍સ નામે ઓફિસ ધરાવું છું. તા. ૨૮/૯ના સાંજે સાતેક વાગ્‍યે હું મારી ઓફિસે હતો. આ વખતે મારી આઇશર કંપનીની ટ્રાવેલ્‍સ બસ જીજે૦૩બીઝેડ-૦૦૭૦ ડ્રાઇવર અમિતભાઇ બાંટવાથી જુનાગઢ થઇ રાજકોટ આવતાં બસ અમારી ઓફિસથી થોડે આગળ પુલ નીચે પાર્ક કરી દીધી હતી અને મને ચાવી આપી હતી.

બીજા દિવસે ૨૯મીએ સવારે સાતેક વાગ્‍યે ઓફિસમાં કામ કરતાં લક્કીરાજસિંહે મને ફોન કરી જાણ કરી હતી કે આપણી બસ જ્‍યાં રાખી હતી તે સ્‍થળે બસની સફાઇ કરવા માટે માણસને ચાવી લઇને મોકલતાં એ માણસ પાછો આવ્‍યો છે અને બસ ત્‍યાં છે નહિ તેવું કહે છે. આથીહું તુરત પહોંચ્‍યો હતો. અમે સાથે મળી બસ જ્‍યાં પાર્ક કરી હતી તે નંદની મોટર્સની સામે પુલ નીચે તપાસ કરતાં બસ જોવા મળી નહોતી.  આસપાસમાં તપાસક રવા છતાં બસ ન મળતાં ૧૦૦ નંબરમાં જાણ કરીહ તી. ત્‍યારબાદ તપાસ થતાં બસ ચોરાઇ ગયાની ખબર પડી હતી.એ પછી અમને જાણવા મળ્‍યું હતું કે મારી આ બસ જીજે૦૩બીઝેડ-૦૦૭૦ કુવાડવા પોલીસ સ્‍ટેશનની હદમાં કુવાડવાથી વાંકાનેર જવાના રસ્‍તે વાડી વિસ્‍તારમાં સળગેલી હાલતમાં પડી છે. આથી મારી ઓફિસના કર્મચારી ભાવશેભાઇ દાણીધારીયા અને ડ્રાઇવર અમિતભાઇ તપાસક રવા જતાં બસ સળગાવી નાખવામાં આવ્‍યાની ખબર પડી હતી.

Read Saurashtra Kranti E-Paper here

કોઇએ બસને ચોરીને લઇ જઇ સળગાવી નાંખી આઠ લાખનું નુકસાન કર્યુ હોઇ મેં આજીડેમ પોલીસમાં ફરિયાદ કરી હતી. તેમ વધુમાં વિજયસિંહ જાડેજાએ જણાવતાં પીઆઇ એલ. એલ. ચાવડાની રાહબરીમાં એએસઆઇ વી. બી. સુખાનંદીએ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.  વિજયસિંહ જાડેજાએ જણાવ્‍યું હતું કે મારી બસ રાજકોટથી અગાઉ પોરબંદર ચાલતી હતી ત્‍યારે પણ જુનાગઢવાળાએ માથાકુટ કરી બંધ કરાવી હતી, એ પછી મેં હવે રાજકોટ-માણાવદર-જુનાગઢ પાટે  બસ ચાલુ કરતાં ફરીથી થોડા દિવસ પહેલા ડખ્‍ખો કરવામાં આવતાં મેં જુનાગઢમાં ફરિયાદ કરી હતી. મને શંકા છે કે મારી આ ફરિયાદનો ખાર રાખી કોઇએ બસ રાજકોટમાં જ્‍યાં પાર્ક કરી હતી ત્‍યાંથી ચોરી જઇ કુવાડવા નજીક લઇ જઇ સળગાવી દીધી છે. પોલીસે વિશેષ તપાસ યથાવત રાખી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here