રાજકોટ:ચંદ્રેશનગરમાં રાતે નશાખોર કાર ચાલકે છ વાહનોને ઉલાળ્‍યા,પીછો કરનારાઓને ઠોકરે લેવાનો પ્રયાસ

રાજકોટ:ચંદ્રેશનગરમાં રાતે નશાખોર કાર ચાલકે છ વાહનોને ઉલાળ્‍યા,પીછો કરનારાઓને ઠોકરે લેવાનો પ્રયાસ
રાજકોટ:ચંદ્રેશનગરમાં રાતે નશાખોર કાર ચાલકે છ વાહનોને ઉલાળ્‍યા,પીછો કરનારાઓને ઠોકરે લેવાનો પ્રયાસ
હેરમાં અવાર-નવાર અમુક બેદરકાર વાહનચાલકો અકસ્‍માત સર્જી બીજા લોકોના જીવ જોખમમાં મુકી દેતાં હોય છે. ગત મોડી રાતે ચંદ્રેશનગર મેઇન રોડ ખીજડાવાળા રોડ પર એક નશાખોર આઇ ટ્‍વેન્‍ટી કારના ચાલકે બેફામ બની કાર હંકારી શેરીમાં પાર્ક કરાયેલા ચાર ટુવ્‍હીલર અને બે કાર સહિત છ વાહનોને ઠોકરે ચડાવી નુકસાન પહોંચાડયું હતું.

Visit Saurashtra Kranti Homepage here

અહિ રહેતાં યુવાન સહિતના લોકો તેને પકડવાનો દોડતાં તેને પણ કારની ઠોકરે ચડાવી દેવાનો પ્રયાસ કરી ભાગ્‍યા હતાં. જો કે કાર આગળ બંધ શેરીમાં ભટકાઇ જતાં ઉભી રહી ગઇ હતી. જેમાં બે નશાખોર ભાગી ગયા હતાં અને ચાલક દબોચાઇ ગયો હતો. તે  પણ નશો કરેલો હતો. આ બનાવથી વિસ્‍તારમાં લોકો ફફડી ગયા હતાં. સદ્દનસિબે કોઇને ઇજા પહોંચી નહોતી.બનાવની જાણ થતાં માલવીયાનગર પોલીસની ટીમ ઘટના સ્‍થળે પહોંચી હતી. પોલીસે ચંદ્રેશનગર શેરી નં. ૪ ખીજડાવાળા રોડ પર આઇશ્રી ખોડિયાર ખાતે રહેતાં અને ઉમાકાંત પંડિત ઉદ્યોગનગર-૭માં ટ્રેકટરના સ્‍પેરપાર્ટના કારખાનામાં મજૂરી કરતાં રવિભાઇ અરૂણભાઇ રાઠોડ (ઉ.વ.૩૪)ની ફરિયાદ પરથી રામવનના ગેઇટ પાસે એપાર્ટમેન્‍ટમાં ત્રીજા માળે રહેતાં મુળ માળીયા મિયાણાનાચીખલી  ગામના નિતીન માવજીભાઇ કૈલા.

રાજકોટના જયુ ઉર્ફ ભુરો ઘેલુભાઇ માડમ અને તેના મિત્ર વિરૂધ્‍ધ આઇપીસી ૩૦૮, ૨૭૯, ૪૨૭, ૧૧૪, ૧૮૫, ૧૮૪, ૧૭૭, ૧૩૪, મુજબ દારૂ પીધેલી હાલતમાં આઇ-૨૦ કાર પુરઝડપે ચલાવી શેરીમાં પડેલા છ વાહનોને ઠોકરે ચડાવી બાદમાં રવિભાઇ સહિત ચાર લોકોએ પીછો કરતાં તેને પણ ઠોકરે ચડાવી ઇજા પહોંચાડવા પ્રયાસ કરી વાહનોમાં ૧,૧૧,૦૦૦નું નુકસાન કર્યાનો ગુનો નોંધ્‍યો છે. ચાલકને સાથેના બે શખ્‍સો પણ નશો કરેલા હતાં. ત્રણમાંથી એક પકડાઇ ગયો હતો અને બે ભાગી ગયા હતાં.આ બનાવ રવિવારે રાતે સાડા અગિયારેક વાગ્‍યે બન્‍યો હતો. રવિભાઇએ જણાવ્‍યું હતું કે અમે ઘરના માણસો અમારી શેરીમા બેઠા હતા ત્‍યારે ખીજડાવાડા રોડ ઉપરથી અમારી શેરી તરફ વળાંક વળીને એક સફેદ કલરની કાર પુરઝડપે આવી અને અમારી શેરીમાં પડેલા વાહનોને હડફેટે લીધેલા જેથી અમો બધાએ આ સફેદ કલરની કારનો પીછો કરેલ અને તેને રોકવા માટે ઈશારો કરતા આ કારનો ચાલક તેની કાર પુર ઝડપે ચલાવી અમારી ઉપર ચડાવવા જતા અમો રોડ ઉપરથી સાઈડમાં હટી ગયેલ અને ત્‍યાર બાદ આ સફેદ કારનો ચાલક અમારી શેરી માંથી ડાબી તરફ વળી જતા શેરી બંધ હોય જેથી ત્‍યા તેની કાર ફસાઈ ગઇ હતી.

Read National News : Click Here

અમે ત્‍યાં દોડીને જતા તે કારમાંથી બે શખ્‍સો નીચે ઉતરી ભાગી ગયા હતાં. આ આઈ-૨૦ કારના નંબર જીજે૩૬એસી-૭૩૪૧ હતાં. ડ્રાઈવર શીટ ઉપર બેઠેલા શખ્‍સને મેં તથા સાથેના રાજુભાઇ ચોૈહાણે બહાર કાઢયો હતો. તેને પુછતાં પોતાનું નામ નીતીન માવજીભાઈ કેલા રહે. રાજકોટ તથા તેની સાથેના બીજા બે માણસો ભાગી ગયેલ હોય તેનુ નામ પુછતા એક જય ઉર્ફે ભુરો ઘેલુભાઈ માડમ રહે. રાજકોટ તથા જપુ ઉર્ફે ભુરોનો મીત્ર કે જેનુ નામ સરનામુ પોતાને ખબર નહીં હોવાનુ કહ્યું હતું.નિતીન કૈલાને કારની બહાર ઉભો રાખતા તે શરીરનું સમતોલન જાળવી શકતો ન હોઇ અને લથડીયા ખાતો હોઇ દારૂ પીધો હોવાનું જણાયું હતું. તેની સાથેના બે શખ્‍સોએ પણ દારૂ પીધો હોઇ જેથી ભાગી ગયાનું તેણે કબુલ્‍યું હતું. આ પછી મેં તથા સાથેના તુષારભાઈ ચૌહાણે ૧૦૦ નંબર ઉપર પોલીસને ફોન કરતા થોડીવારમાં પોલીસ આવી ગયેલ અને ત્‍યાર બાદ અમો અમારી શેરીમા જઇ તપાસ કરતાં મારા ઘર પાસે રાખેલુ મારી માલીકીના હોન્‍ડા શાઈન ન. જીજે૦૩એફક્‍યુ-૨૫૦૨ તથા. એકટીવા  જીજે૩૨જે-૫૯૦૦ બંને કારની ઠોકરે ચડી જતાં રૂપિયા ૨૫ અને ૨૦ હજારનું નુકસાન થયાનું જણાયું હતું. આ ઉપરાંત મારી બાજુમા રહેતા જયદીપભાઈ ચંદ્રપીયાના બાઇક નં. જીજે૦૩એચએફ-૯૬૪૭માં રૂા. ૩૦,૦૦૦નુ, શેરીમા રહેતા તુષારભાઈ ચૌહાણની ઈકો કાર નંબર જીજે૦૩એચઆર-૮૪૦૧માં રૂપિયા ૩૫,૦૦૦નું નુકસાન થયાનું જણાયું હતું.

આ ઉપરાંત  સંજયભાઈ ગીરધરભાઇના એક્‍ટીવા જીજે૦૩સીએન-૮૩૦૦માં રૂા. ૩૦૦નું, હોન્‍ડો સીડી હન્‍ડ્રેડ નં. જીજે૦૩એમજે-૮૨૩૭માં રૂા. ૮૦૦નું તથા અન્‍ય એક કારમાં પણ નુકસાન થયાનું જણાયું હતું. આમ છ વાહનોમાં ૧,૧૧,૦૦૦ની નુકસાની આઇ-૨૦ કારના નશાખોર ચાલક નિતીન કૈલાએ અકસ્‍માત સર્જીને પહોંચાડી હતી. આ બનાવમાં પીઆઇ એ. બી. જાડેજાની રાહબરીમાં પીએસઆઇ એન. વી. હરિયાણીએ ગુનો નોંધી કાર ચાલકને સકંજામાં લઇ ભાગી ગયેલા બીજા બેની શોધખોળ હાથ ધરી છે.પોલીસ તપાસમાં ખુલ્‍યા મુજબ નિતીન ઇલેક્‍ટ્રીક વાયરીંગનું કામ કરે છે. કાર તેની જ છે, જ્‍યારે જયુ ઉર્ફ ભુરા માડમને કાર રિપેરીંગનું ગેરેજ છે. પોતે કાર રિપેર કરાવ્‍યા બાદ મિત્ર જયુ અને તેના મિત્ર સાથે નશો કરવા બેઠો હતો. પછી કાર લઇને નીકળ્‍યા હતાં અને અકસ્‍માત સર્જાયો હતો. નિતીને કાર જયુ ચલાવતો હોવાનું રટણ કર્યુ હતું. પોલીસે વધુ તપાસ યથાવત રાખી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here