રાજકોટ:ગુગલ મેપથી મંદિરના લોકેશન મેળવી 10 જેટલા ચોરીના ગુનાનો ભેદ ખુલ્યા

રાજકોટ:ગુગલ મેપથી મંદિરના લોકેશન મેળવી 10 જેટલા ચોરીના ગુનાનો ભેદ ખુલ્યા
રાજકોટ:ગુગલ મેપથી મંદિરના લોકેશન મેળવી 10 જેટલા ચોરીના ગુનાનો ભેદ ખુલ્યા
મોરબીના લીલપર પાસે આવેલ મંદિરમાંથી સોનાના બે છતરની ચોરીના ગુનામાં પકડાયેલ શખ્સ રીઢો મંદિર ચોર હોવાનુ સામે આવ્યું છે જેથી પોલીસે તેની પૂછપરછ કરીને હાલમાં 10 જેટલા મંદિર ચોરીના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

આ શખ્સ અને તેની સાગરીત ગૂગલ મેળથી મંદિર શોધતા હતા અને ત્યાર બાદ માનતા પૂરી કરવાના બહાને મદિરે જઈને ત્યાં રાખવામા આવેલા આભૂષણો ચેક કરતાં હતા અને બાદમાં રાત્રિના સમયે ચોરીની ઘટનાને અંજામ આપતા હતા તેવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.મોરબી તાલુકા પીઆઇ કે.એ. વાળાની સૂચના મુજબ પીએસઆઈ વી.જી. જેઠવા અને તેની લીલાપર ગામ મેલડી માતાજીના મંદિરમાંથી સોનાના બે છત્તરની ચોરી થયેલ હતી તેની તપાસમાં હતા દરમ્યાન રમેશભાઇ રાજાભાઇ મુંધવાને ખાનગીરાહે બાતમી મળી હતી કે, લીલાપર ગામે મેલડી માતાજીના મંદિરમાં થયેલ છત્તર ચોરીનો આરોપી કે જીન્સનું પેન્ટ તથા સફેદ-આછા લીલા કલરનો કથ્થાઇ બ્લ્યુ કલરની ચેકસ વાળો શર્ટ પહેરેલ છે જેથી ટીમ મચ્છુ નદીના જોધપર (નદી) ગામ તરફના પુલના છેડે વોચમાં હતા.ત્યારે ત્યાંથી આ શખ્સ નીકળ્યો હતો ત્યારે તેની અંગ ઝડતી લેતા તેની પાસેથી ચોરી કરીને મેળવેલા બે સોનાના છત્તર મળી આવ્યા હતા જેથી પુછપરછ કરતા પોતે મંદિરમાંથી આ છતરની ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી જેથી પોલીસે આરોપી સાગર ઉર્ફે લાલો કમલેશભાઇ ગોહેલ રજપુત (32) રહે.

છોટુનગર હુડકો ચોકડી પાસે પટેલપાન વાળી શેરી રાજકોટ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી કુલ મળીને બે તોલાના સોનાના બે છત્તર જેની કિંમત 80,000 નો મુદામાલ કબજે કરેલ છે અને તેને આ સિવાય પણ જુદાજુદા મંદિરમાં ચોરી કરી હોવાની કબૂલાત આપેલ છે.હાલમાં આરોપીએ જે મંદિરમાં ચોરી કરી હોવાની કબૂલાત આપી છે તેમાં ગોંડલના મેટોડાથી લોધીકા જતા ચીભડા ગામે હનુમાનજીના મંદિર, ચારેક મહિના પહેલા ટંકારાના હડમતીયા ગામે ચામુંડા માતાજીના મઢમાં, સાડા ત્રણ મહિલા પહેલા થોરાળાના તરખળીયા દાદા રામાપીરના મંદિરમાંથી ચોરી, ત્રણ મહિના પહેલા જુનાગઢના વડાલ ગામ પાસે દશામાંના મંદિરમાં, બે માસ પહેલા ધ્રોલના લતીપર ગામે મેલડી માતાજીના મંદિરમાં, દોઢ માસ પહેલા રાજકોટથી કાલાવાડ જતી મોટા વડાળા ચામુંડા માતાજીના મઢમાં, દોઢ માસ પહેલા સાવરકુંડલા નજીક ખોખરીયા હનુમાનજીના મંદિરમાં, એકાદ માસ પહેલા ધોરાજી પાટણવાવ વચ્ચે રાંદલ માતાજીના મંદિરમાં, 25 દિવસ પહેલા જશદણથી ઘેલા સોમનાથ જતા કડકધાર ખોડીયાર માતાજીના મંદિરમાં ચોરી કરી હોવની કબૂલાત આપેલ છે.

Read National News : Click Here

આ શખ્સ સાથે અન્ય આરોપી અભય ઉર્ફે શનિ ધીરૂભા ચૌહાણ રજપુત (27) રહે. હુડકો ચોકડી પાસે છોટુનગર પાસે રાજકોટ વાળા સાથે મળી પ્રથમ ગુગલ મેપ એપ્લીકેશનમાં અલગ અલગ મંદિરો સર્ચ કરીને દિવસ દરમ્યાન માનતાના કરવાના બાને મંદિરે પ્રસાદી, નાળીયેર, અગરબત્તી વિગેરે લઈને જાય છે અને આભુષણો ચકાસી લે છે પછી ચોરીની ઘટનાને અંજામ આપે છે.આ કામગીરીમાં જયદેવસિંહ ઝાલા, દિનેશભાઇ બાવળીયા, અજીતસિંહ પરમાર, વનરાજભાઇ ચાવડા, હરેશભાઇ આગલ, ફતેસંગ પરમાર, કુલદિપભાઇ કાનગડ, રમેશભાઇ મુંધવા, દિવ્યરાજસિંહ જાડેજા, કેતનભાઇ અજાણા, ભગીરથભાઇ લોખીલ, જયદીપભાઇ પટેલ, પંકજભા ગુઢડા, પૃથ્વીરાજસિંહ જાડેજા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here