યુપીના હાથરસમાં મોડીરાત્રે શ્રદ્ધાળુઓથી ભરેલું ટ્રેક્ટર-ક્રેનની જોરદાર ટક્કર થતાં પાંચ લોકોના મોત

યુપીના હાથરસમાં મોડીરાત્રે શ્રદ્ધાળુઓથી ભરેલું ટ્રેક્ટર-ક્રેનની જોરદાર ટક્કર થતાં પાંચ લોકોના મોત
યુપીના હાથરસમાં મોડીરાત્રે શ્રદ્ધાળુઓથી ભરેલું ટ્રેક્ટર-ક્રેનની જોરદાર ટક્કર થતાં પાંચ લોકોના મોત
ગત રાત્રે ઉત્તર પ્રદેશના હાથરસમાં ગમખ્વાર અકસ્માત થયો છે. એક ટ્રેક્ટર-ટ્રોલી તેમજ ક્રેનની જોરદાર ટક્કર થતાં પાંચ લોકોના મોત નિપજ્યા છે તો 12થી વધુ લોકો ઘાયલ થયા છે. ટ્રેક્ટર-ટ્રોલીથી શ્રદ્ધાળુ વૃંદાવન પરિક્રમા કરવા જઈ રહ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

બીજી બાજુ ઘાયલ થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.સાદાબાદ-જલેસર રોડ પર સહપઉ વિસ્તારમાં નલગા બ્રાહ્મણ પાસે ગત મોડીરાત્રે શ્રદ્ધાળુઓથી ભરેલું ટ્રેક્ટર-ટ્રોલી હમ્પર સાથે ટકરાયા બાદ અનિયંત્રિત થઈને પલટી મારી ગયું હતું. અકસ્માત બાદ ડમ્પર ચાલક ત્યાંથી નાસી ગયો હતો.દૂર્ઘટનામાં અંદાજે એક ડઝનથી વધુ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે તો પાંચ લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યા છે. ઘાયલોને આગ્રા અને અલીગઢથી રિફર કરવામાં આવ્યા છે જેમની સારવાર ચાલી રહી છે. ઘાયલ પૈકીના અમુકની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here