મોરબી : કચ્છમાં બાઈક ચોરી કરતો સાગરિત ઝડપાયો અન્ય પાંચ શખ્શોને નામો ખુલ્યા

મોરબી : કચ્છમાં બાઈક ચોરી કરતો સાગરિત ઝડપાયો અન્ય પાંચ શખ્શોને નામો ખુલ્યા
મોરબી : કચ્છમાં બાઈક ચોરી કરતો સાગરિત ઝડપાયો અન્ય પાંચ શખ્શોને નામો ખુલ્યા
કચ્છ જીલ્લાના અંજાર અને ગાંધીધામ વિસ્તારમાં થયેલ ત્રણ બાઈક ચોરીના ગુનાનો ભેદ ઉકેલી મોરબી એલસીબી ટીમે એક આરોપીને ઝડપી લીધો હતો ચોરાઉ બાઈક સાથે ઝડપાયેલ શખ્શની પૂછપરછ માં વધુ સાત બાઈક સંતાડી રાખેલ હોય કુલ આઠ ચોરાઉ બાઈક રીકવર કરી પોલીસે વધુ તપાસ ચલાવી છે.

Visit Saurashtra Kranti Homepage here

મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન હળવદ તાલુકાના ગોલાસણ ગામનો રહેવાસી કરશન રાતૈયા નામનો ઇસમ નંબર પ્લેટ વગરના બાઈકમાં નીકળવાનો હોવાની બાતમી મળતા ટીમે વોચ ગોઠવી હતી અને ગોલાસણ ગામેથી નંબર પ્લેટ વગરના બાઈકમાં જતા કરશન રાતૈયાને ઝડપી લીધો હતો અને સઘન પૂછપરછ કરતા આરોપીએ તેના સાગરીતો સાથે મળીને ત્રણેક માસમાં ગાંધીધામ અને આજુબાજુના વિસ્તારમાંથી સાત બાઈક ચોરી કરી ગોલાસણ ગામની સીમમાં સંતાડ્યા હોવાની કબુલાત આપી હતીજેથી એલસીબી ટીમે ચોરી થયેલ આઠ બાઈક રીકવર કરી પોકેટકોપ એપ્લીકેશન મારફત સર્ચ કરતા આઠ પૈકી બે બાઈક અંજાર તથા ગાંધીધામ સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ત્રણ ગુના રજીસ્ટર થયેલ છે.

Read Saurashtra Kranti E-Paper here

જેથી કુલ બાઈક નંગ ૮ કીમત રૂ ૩ લાખનો મુદામાલ કબજે લઈને આરોપી કરશન ભરત રાતૈયા (ઉ.વ.૨૪) રહે ગોલાસણ તા. હળવદ વાળાને ઝડપી લઈને મુદામાલ આગળની કાર્યવાહી અર્થે હળવદ પોલીસને સોપવામાં આવ્યો છે.જયારે ચોરીના ગુનામાં અન્ય આરોપીઓ અમિત જગદીશ ઉકેડીયા, કિરણ મનુભાઈ સુરેલા, દીક્ષિત ઉર્ફે કાનો રાયધન સુરેલા રહે ત્રણેય ગોલાસણ તા. હળવદ તેમજ આદર્શ ઉર્ફે આદુ દેવાભાઈ ઉર્ફે ચકુભાઈ ધેણોજા રહે માટેલ તા. વાંકાનેર અને વિશાલ ભીમજી આતરેસા રહે મૂળ ગાંધીધામ હાલ કાલિકા પ્લોટ મોરબી એમ પાંચ ઇસમોના નામો ખુલતા પોલીસે વધુ તપાસ ચલાવી છે.જે કામગીરીમાં એલસીબી પીઆઈ ડી એમ ધો. પીએસઆઈ એન એચ ચુડાસમા, કે એચ ભોચીયા, એ ડી જાડેજા, એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડના ચંદુભાઈ કણોતરા, ભરતભાઈ જીલરીયા, દશરથસિંહ પરમાર, તેજસભાઈ વિડજા સહિતની ટીમ જોડાયેલ હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here