માનસિક-આર્થિક પરિસ્‍થિતીથી કંટાળીને પિતાનો ૩ સંતાનો સાથે આપઘાત

માનસિક-આર્થિક પરિસ્‍થિતીથી કંટાળીને પિતાનો ૩ સંતાનો સાથે આપઘાત
માનસિક-આર્થિક પરિસ્‍થિતીથી કંટાળીને પિતાનો ૩ સંતાનો સાથે આપઘાત
નિંગાળા ગામ આગળ ટ્રેન નીચે એકજ પરિવારના ૪ સભ્‍યોએ ટ્રેન નીચે પડતું મુકી કરી આત્‍મહત્‍યા કરતા ખળભળાટ મચી ગયો છે. તસ્‍વીરમાં મૃતદેહો તથા મૃતકોના ફાઇલ ફોટા બોટાદ જીલ્લાનાં ગઢડા (સ્‍વામીના) તાલુકાનાં નિંગાળા ગામ પાસે રેલ્‍વે ટ્રેક ઉપર સખપર ગામના એક જ પરિવારના ૪ વ્‍યકિતઓએ ટ્રેન હેઠળ ઝંપલાવીને આપઘાત કરી લેતા અરેરાટી વ્‍યાપી ગઇ છે.

Visit Saurashtra Kranti Homepage here

પ્રાપ્ત માહિતી મુજબ ગઢડાના નિંગાળા ગામે મોડી સાંજે ૬-૩૦ વાગ્‍યાની આજુબાજુ ભાવનગરથી ગાંધીગ્રામ તરફ જતી ટ્રેન નંબર ૦૯ર૧૬ હેઠળ મૃતકોએ ઝંપલાવતા તમામના કમકમાટીભર્યા મોત નિપજયા હતાં. આ મૃતકોની ઓળખ થતા તેઓ ગઢડા તાલુકાના નાના સખપર ગામના દલિત પરિવારના પિતા મંગાભાઇ વાઘાભાઇ વિંઝૂડા  (ઉ.વ.૪ર)  તથા યુવાન પુત્રી જીજ્ઞેશ ઉર્ફે જીગાભાઇ (ઉ.૧૯) અને યુવાન પુત્રીઓ રેખાબેન ઉર્ફે રાધીબેન (ઉ.ર૧) તથા સોનલબેન ઉર્ફે સોનીબેન (ઉ.૧૭) હોવાનું જાણવા મળ્‍યું છે. આ આત્‍મહત્‍યાનું કારણ હજુ સુધી અકબંધ રહેતા તંત્ર દ્વારા તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મૃતક મંગાભાઇ અંદરો અંદર કોઇ ઝઘડાના પોલીસ કેસમાં ચાર દિવસ પહેલા જામીન પર છૂટીને આવ્‍યા હોવાનું ગ્રામજનો પાસેથી જાણવા મળ્‍યું હતું આજે વર્ષ ર૦ર૩ ના છેલ્લા દિવસે એક તરફ તમામ લોકો વર્ષનાં છેલ્લા દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી રહ્યા હતાં. ત્‍યારે બીજી તરફ ગઢડા તાલુકાનાં નંગાળા નજીક કાળજુ  કંપાવી દે તેવી સામુહીક આત્‍મહત્‍યાની ઘટના બનતા બનાવના પગલે સ્‍થળ પર મોટી સંખ્‍યામાં લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં.

પત્‍નિનું છ માસ પહેલા મોત થયું

સામુહીક આત્‍મહત્‍યાના બનાવની તપાસ કરી રહેલા પી. આઇ. જાડેજાએ જણાવ્‍યું હતું કે, મૃતક મંગાભાઇ  હીરા ઘસવાનું કામ કરતા હતા. છ મહિના પહેલા તેમના પત્‍નિનું મૃત્‍યુ થયું હતું. આત્‍મહત્‍યા કરી લેનાર ૧૯ વર્ષનો પુત્ર તેમજ ૧૭ અને ર૧ વર્ષની દિકરી તમામ અનમેરીડ હતાં.મંગાભાઇ કુલ પાંચ ભાઇ છે અને જામીન પર છૂટયા બાદ તેઓ તેમના અન્‍ય એક ભાઇના ઘરે રહેતા હતા અને કાલે અચાનક જ તમામે આત્‍મહત્‍યા કરી લીધી હતી.મૃતક મંગાભાઇ પર ભાઇની હત્‍યાના પ્રયાસનો ગુનો છે.

Read National News : Click Here

મૃતક મંગાભાઇ ઉપર ઓગસ્‍ટ મહિનામાં પોતાના સગા નાનાભાઇને  મારવા બાબત આઇ. પી. સી. ૩૦૭ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. જેના કારણે પોણા ચાર મહિના જેટલો સમય ભાવનગર જેલમાં વિતાવી હજુ પાંચ-સાત દિવસ પહેલા જ જામીન ઉપર છૂટીને આવ્‍યા હતાં. તેમજ પરિવારમાં પોતે તથા એક પુત્ર અને પુત્રી સાથે રહેતા હતાં. એક અનુમાન મુજબ આત્‍મહત્‍યાના પગલા પાછળ કોર્ટ કેસ અને જેલ વિગેરે બાબતોથી પરિવાર નોધારો થઇ જવાનું અને સામાજિક આર્થિક સંકડામણ જેવી બાબતો કારણભૂત હોવાની શકયતા હોય તેવું પ્રાથમિક તબકકે લાગી રહ્યું છે.

ટ્રેનની સામે આવી ચાર લોકોએ આપઘાત કર્યો હતો

રવિવારે બોટાદનાં ગઢડા તાલુકાનાં નિગાળા રેલ્વે સ્ટેશને કાળજુ કંપાવી દે તેવી ઘટનાં બનવા પામી હતી. જેમાં રેલ્વે સ્ટેશન પરથી પસાર થઈ રહેલ ભાવનગર થી ગાંધીગ્રામ ટ્રેનની સામે આવી ચાર લોકોએ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. આ બાબતે રેલવે અધિકારીઓને જાણ કરતા રેલવે પોલીસનાં અધિકારીઓ તાત્કાલીક ઘટનાં સ્થળે પહોંચી આવ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here