મહાદેવ બેટિંગ એપના માસ્‍ટરમાઈન્‍ડ સૌરભ ચંદ્રાકરને દુબઈમાં નજરકેદ રખાયો

મહાદેવ બેટિંગ એપના માસ્‍ટરમાઈન્‍ડ સૌરભ ચંદ્રાકરને દુબઈમાં નજરકેદ રખાયો
મહાદેવ બેટિંગ એપના માસ્‍ટરમાઈન્‍ડ સૌરભ ચંદ્રાકરને દુબઈમાં નજરકેદ રખાયો
મહાદેવ બેટિંગ એપ કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી હોવાનું સામે આવ્‍યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર હવે મહાદેવ બેટિંગ એપના માસ્‍ટરમાઈન્‍ડ અને પ્રમોટર સૌરભ ચંદ્રાકરને દુબઈની અંદર નજરકેદ કરવામાં આવ્‍યો છે.

Visit Saurashtra Kranti Homepage here

કૌભાંડી ચંદ્રાકરને ટૂંક જ સમયમાં ભારત લાવવામાં આવશે. તેને ભારત લાવવા માટેની કાર્યવાહી કરવામાં આવી શકે છે.યુનાઇટેડ આરબ અમીરાત (UAE)ના સત્તાવાળાઓએ મહાદેવ બુક એપ બેટિંગ પ્‍લેટફોર્મના પ્રમોટર સૌરભ ચંદ્રાકર વિરુદ્ધ EDની વિનંતી પર જારી રેડ કોર્નર નોટિસ (RCN) પર કાર્યવાહી કરી છે. હવે, આરોપી સૌરભ ચંદ્રાકરને બહાર જવા દેવામાં આવી રહ્યો નથી. તેને નજર કેદ કરવામાં આવ્‍યો છે. જો તેને બહાર જવા દેવામાં આવે તો તે ભાગી પણ શકે છે.ચંદ્રાકરને બહાર જવાની બિલકુલ મંજૂરી આપવામાં આવી નથી. વિદેશી એજન્‍સીઓ પણ તેની દરેક હિલચાલ પર નજર રાખી રહી છે.

શું છે આ મહાદેવ એપ કેસ?:મહાદેવ એપ કેસ એક હાઇપ્રપ્રોફાઇલ કૌભાંડ છે જેમાં ઓનલાઈન સટ્ટાબાજી પ્‍લેટફોર્મ સામેલ છે. આ પ્‍લેટફોર્મ દ્વારા વ્‍યક્‍તિને પોકર, પત્તાની રમતો, બેડમિન્‍ટન, ટેનિસ, ફૂટબોલ અને ક્રિકેટ જેવી વિવિધ રમતોમાં ગેરકાયદેસર રીતે જુગાર રમવાની તક મળે છે. આ એપ્‍લિકેશનનો ઉપયોગ કરનારા મોટાભાગના લોકો હારતા જ હતા. શ્‍ખ્‍ચ્‍ સત્તાવાળાઓ હાલમાં તેને નજર કેદ કરી રાખ્‍યો છે અને ભારતીય અધિકારીઓ તેના પ્રત્‍યાર્પણની પ્રક્રિયા શરૂ કરે તેની રાહ જોઈ રહ્યા છે.

ચંદ્રાકર સામે રેડ કોર્નર નોટિસ પણ જારી : પ્રાપ્ત અહેવાલ અનુસાર એન્‍ફોર્સમેન્‍ટ ડિરેક્‍ટોરેટની વિનંતી પર ઈન્‍ટરપોલે સૌરભ ચંદ્રાકરને લઈને રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી. મધ્‍ય પૂર્વના દેશો આ રેડ કોર્નર નોટિસ પર જ કાર્યવાહી કરી રહ્યા છે. ગલ્‍ફ દેશના અધિકારીઓ રાહ જોઈ રહ્યા છે કે ભારતીય સત્તાવાળાઓ ફરી એકવાર ચંદ્રાકરને ભારતમાં પ્રત્‍યાર્પણ કરવાની પ્રક્રિયા શરૂ કરે, જેથી તેઓ તેની તાત્‍કાલિક ધરપકડ કરી શકે. ભારતે શ્‍ખ્‍ચ્‍ સાથે પ્રત્‍યાર્પણ કરાર પર હસ્‍તાક્ષર કર્યા છે, જેનાથી ચંદ્રાકરને ભારત લાવવાનું હવે સરળ બનશે.

Read National News : Click Here

ઓનલાઈન સટ્ટાબાજીના પ્‍લેટફોર્મના પ્રમોટર સૌરભ ચંદ્રાકર ઓક્‍ટોબરમાં રાયપુર, છત્તીસગઢમાં પ્રિવેન્‍શન ઓફ મની લોન્‍ડરિંગ એક્‍ટ (PMLA) હેઠળ એક વિશેષ અદાલત સમક્ષના કેસના આધારે કેન્‍દ્રીય તપાસ એજન્‍સી દ્વારા મની લોન્‍ડરિંગ માટે સ્‍કેનર હેઠળ છે.રવિ ઉપ્‍પલની પણ ધરપકડ કરવામાં આવી હતી : સૌરભ ચંદ્રાકર અને અન્‍ય પ્રમોટર રવિ ઉપ્‍પલ UAEની સેન્‍ટ્રલ હેડ ઓફિસમાંથી મહાદેવ સટ્ટાબાજીના પ્‍લેટફોર્મનો ઉપયોગ કરીને મની લોન્‍ડરિંગ (Mahadev App Case)માં સંડોવાયેલા હતા. આ કેસમાં અપરાધની અંદાજિત આવક આશરે રૂ.૬,૦૦૦ કરોડ હોવાનું સામે આવ્‍યું છે. અગાઉ રવિ ઉપ્‍પલને સ્‍થાનિક અધિકારીઓ દ્વારા ડિસેમ્‍બરની શરૂઆતમાં દુબઈમાં અટકાયતમાં લેવામાં આવ્‍યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here