બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં કટ્ટરવાદીઓના ટોળા દ્વારા હિન્દુઓ પર તેમજ મંદિરમાં હુમલો કરાયો:60 હિન્દુઓ ઘાયલ

બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં હિન્દુઓ પર હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં 60 હિન્દુઓ ઘાયલ થયા છે. આ હુમલો ઢાકાની મીરાંજીલા કોલોનીમાં થયો હતો. જ્યાં કટ્ટરવાદીઓના ટોળાએ હિન્દુઓના ઘરો પર હુમલો કર્યો.

વાસ્તવમાં મીરાંજીલા કોલોની એ હિંદુ પ્રભુત્વ ધરાવતો વિસ્તાર છે. જ્યાં મોટી સંખ્યામાં હિન્દુઓ રહે છે. પરંતુ એક મહિના પહેલા સ્થાનિક પ્રશાસને અહીંથી હિંદુઓને બહાર કાઢવાનો નિર્ણય લીધો હતો. પરંતુ બાદમાં આ નિર્ણય પાછો ખેંચી લેવામાં આવ્યો હતો.

બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં કટ્ટરવાદીઓના ટોળા દ્વારા હિન્દુઓ પર તેમજ મંદિરમાં હુમલો કરાયો:60 હિન્દુઓ ઘાયલ ઢાકા

આ પછી, સિટી કોર્પોરેશને ફરીથી મિરાંજીલા કોલોનીમાં હિન્દુઓને વસાવવાનું શરૂ કર્યું. જેના કારણે ઇસ્લામિક કટ્ટરપંથીઓ ગુસ્સે થયા. અને પછી કટ્ટરવાદીઓના ટોળાએ હિંદુઓના ઘરો અને મંદિરો પર હુમલો કર્યો.

આ હુમલો અવામી લીગના નેતાઓ દ્વારા કરવામાં આવ્યો હતો. ટોળાએ હિંદુઓના ઘરો પર હુમલો કરી તોડફોડ કરી તેમને નિશાન બનાવ્યા હતા. આ ઘટનાને પગલે વિસ્તારમાં ભારે તંગદિલી ફેલાઈ ગઈ છે. ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં કટ્ટરવાદીઓના ટોળા દ્વારા હિન્દુઓ પર તેમજ મંદિરમાં હુમલો કરાયો:60 હિન્દુઓ ઘાયલ ઢાકા

પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે અને આરોપીઓને પકડવા તજવીજ શરૂ કરી છે. ઘણા હિંદુ સંગઠનોએ આ ઘટનાની સખત નિંદા કરી છે અને બાંગ્લાદેશ સરકાર પાસે કડક કાર્યવાહીની માંગ કરી છે. આ ઘટના સાંપ્રદાયિક તણાવમાં વધારો કરશે અને પ્રદેશમાં શાંતિ અને સુરક્ષા માટે ખતરો ઉભો કરશે.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here