દેશમાં વિકાસ સાથે ભ્રષ્ટાચારે પણ હરણફાળ ભરી: સ્કુલમાં 4 લાખ નકલી પ્રવેશનું કૌભાંડ આવ્યું સામે …

દેશમાં વિકાસ સાથે ભ્રષ્ટાચારે પણ હરણફાળ ભરી: સ્કુલમાં 4 લાખ નકલી પ્રવેશનું કૌભાંડ આવ્યું સામે ...
દેશમાં વિકાસ સાથે ભ્રષ્ટાચારે પણ હરણફાળ ભરી: સ્કુલમાં 4 લાખ નકલી પ્રવેશનું કૌભાંડ આવ્યું સામે ...

શિક્ષણક્ષેત્રે પણ ભ્રષ્ટાચારીઓનો પગપેસારો દિવસેને દિવસે વધતો જાય છે. NEET-UG પેપર લીકમાં છેડછાડનો મુદ્દો હજુ પણ ગરમ છે. તે જ સમયે, હરિયાણામાં શિક્ષણ સાથે જોડાયેલ એક મુદ્દો પણ સામે આવ્યો છે. હરિયાણાની પ્રાથમિક શાળાઓમાં 4 લાખ બાળકોના નકલી એડમિશનના મામલામાં મોટું અપડેટ સામે આવ્યું છે. હવે આ મામલે કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI) એ હરિયાણાના પ્રાથમિક શિક્ષણ વિભાગના અધિકારીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે.

દેશમાં વિકાસ સાથે ભ્રષ્ટાચારે પણ હરણફાળ ભરી: સ્કુલમાં 4 લાખ નકલી પ્રવેશનું કૌભાંડ આવ્યું સામે … નકલી

પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના આદેશ પર સીબીઆઈ આ કેસની તપાસ કરી રહી હતી. સીબીઆઈ 2019થી આ કેસની તપાસ કરી રહી હતી. હવે લગભગ પાંચ વર્ષ બાદ આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે.

દેશમાં વિકાસ સાથે ભ્રષ્ટાચારે પણ હરણફાળ ભરી: સ્કુલમાં 4 લાખ નકલી પ્રવેશનું કૌભાંડ આવ્યું સામે … નકલી

CBI એ 2014-16 વચ્ચે હરિયાણા રાજ્યની સરકારી શાળાઓમાં 4 લાખ વિદ્યાર્થીઓના નકલી પ્રવેશ અને નકલી વિદ્યાર્થીઓના નામે ભંડોળ ઉપાડવા બદલ વિભાગના અધિકારીઓ સામે ભ્રષ્ટાચાર અધિનિયમની કલમો હેઠળ કેસ નોંધ્યો છે.

મામલો 2016નો છે જ્યારે હરિયાણા સરકારે ગેસ્ટ ટીચર્સને બચાવવા માટે અપીલ દાખલ કરી હતી. આ દરમિયાન કોર્ટ સમક્ષ કેટલાક ચોંકાવનારા આંકડા સામે આવ્યા હતા. કોર્ટને જાણવા મળ્યું હતું કે 2014-15માં સરકારી શાળાઓમાં 22 લાખ વિદ્યાર્થીઓ હતા, જ્યારે 2015-16માં તેમની સંખ્યા ઘટીને માત્ર 18 લાખ થઈ ગઈ હતી.

દેશમાં વિકાસ સાથે ભ્રષ્ટાચારે પણ હરણફાળ ભરી: સ્કુલમાં 4 લાખ નકલી પ્રવેશનું કૌભાંડ આવ્યું સામે … નકલી

તેના પર હાઈકોર્ટે હરિયાણા સરકારને પૂછ્યું હતું કે ચાર લાખ બાળકો અચાનક ક્યાં ગાયબ થઈ ગયા, જેના પર હરિયાણા સરકાર સંતોષકારક જવાબ આપી શકી ન હતી. તેના પર હાઈકોર્ટે હરિયાણા સરકારને ચાર લાખ નકલી એડમિશન કરીને સરકારી ભંડોળની ઉચાપત કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here