ઝોમેટો અને સ્‍વિગીને મળી ૧૦૦૦ કરોડની નોટિસ

ઝોમેટો અને સ્‍વિગીને મળી ૧૦૦૦ કરોડની નોટિસ
ઝોમેટો અને સ્‍વિગીને મળી ૧૦૦૦ કરોડની નોટિસ
ગ્રાહકો પાસેથી ડિલિવરી ફીના નામે કેટલાક પૈસા વસૂલે છે : હવે આ પૈસાને લઈને ટેક્‍સ ઓફિસર અને ફૂડ ડિલિવરી એપ વચ્‍ચે તણાવ ઇન્‍સ્‍ટન્‍ટ ફૂડ ડિલિવરી એપ ઝોમેટો અને સ્‍વિગીની પરેશાનીઓનો અંત નથી આવી રહ્યો.

Visit Saurashtra Kranti Homepage here

તાજેતરમાં Swiggy-Zomatoને રૂ. ૫૦૦ કરોડની ઞ્‍લ્‍વ્‍ નોટિસ મળી છે. ખરેખર,Swiggy-Zomato ગ્રાહકો પાસેથી ડિલિવરી ફીના નામે કેટલાક પૈસા વસૂલે છે. હવે આ પૈસાને લઈને ટેક્‍સ ઓફિસર અને ફૂડ ડિલિવરી એપ વચ્‍ચે ઘણીવાર તણાવ રહે છે. આ ડિલિવરી ફી મામલે લગભગ ૧૦૦૦ કરોડ રૂપિયા દાવ પર છે. ચાલો સમજાવીએ કે ડિલિવરી ચાર્જ અને ટેક્‍સ સત્તાવાળાઓ વચ્‍ચે શું છે.ફૂડ એગ્રીગેટર્સ ઝોમેટો અને સ્‍વિગીનું કહેવું છે કે ‘ડિલિવરી ચાર્જ’ એ બીજું કંઈ નથી પરંતુ ડિલિવરી પાર્ટનર્સ જેઓ ઘરે-ઘરે ખોરાક પહોંચાડવા જાય છે તે ખર્ચ છે. કંપનીઓ ફક્‍ત તે ખર્ચ ગ્રાહકો પાસેથી એકત્રિત કરે છે અને તેને ડિલિવરી ભાગીદારોને આપે છે. પરંતુ સૂત્રોના જણાવ્‍યા અનુસાર ટેક્‍સ અધિકારીઓ આ વાત સાથે સહમત નથી. તે જ સમયે, આ કેસમાં લગભગ ૧૦૦૦ કરોડ રૂપિયા દાવ પર છે.

Read National News : Click Here

સૂત્રોના જણાવ્‍યા અનુસાર ઝોમેટો અને સ્‍વિગીને GST અધિકારીઓ તરફથી ૫૦૦-૫૦૦ કરોડ રૂપિયાની નોટિસ મળી છે. ટેક્‍સ અધિકારીઓને લાગે છે કે સ્‍વિગી અને ઝોમેટો આ ડિલિવરી ફી વસૂલ કરે છે અને તેમની આવક પેદા કરે છે.સૂત્રોનું કહેવું છે કે બે મુખ્‍ય ખેલાડીઓમાંથી પ્રત્‍યેકને ૫૦૦ કરોડ રૂપિયા ચૂકવવાનું કહેવામાં આવ્‍યું છે, જે ક્ષ્ંર્ળીદ્દં અને SWIGGY દ્વારા ડિલિવરી ચાર્જ તરીકે એકત્રિત કરવામાં આવેલી સંચિત રકમ પર ૧૮% ટેક્‍સ લાદવામાં આવ્‍યો છે કારણ કે તેઓએ તેના ગ્રાહકોને ફૂડ ડિલિવરી ઓફર કરવાનું શરૂ કર્યું છે. જયારે ઈકોનોમિક ટાઈમ્‍સે સ્‍વિગી-ઝોમેટોને આ મામલે સવાલ કર્યો ત્‍યારે તેમની તરફથી કોઈ જવાબ મળ્‍યો ન હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here