ગુજરાત રાજસ્થાનની બોર્ડર પરથી 300 કિલો ચાંદી તથા રોકડ સાથે રાજકોટ-જામનગરના બે વેપારીઓની ધરપકડ

ગુજરાત રાજસ્થાનની બોર્ડર પરથી 300 કિલો ચાંદી તથા રોકડ સાથે રાજકોટ-જામનગરના બે વેપારીઓની ધરપકડ
ગુજરાત રાજસ્થાનની બોર્ડર પરથી 300 કિલો ચાંદી તથા રોકડ સાથે રાજકોટ-જામનગરના બે વેપારીઓની ધરપકડ
ગુજરાત રાજસ્થાનની બોર્ડર પરથી પોલીસે 300 કિલો ચાંદી અને 24 લાખની રોકડ સાથે રાજકોટ તથા જામનગરના બે વેપારીઓની ધરપકડ કરતાં સનસનાટી મચી છે. આ મામલે આવકવેરા વિભાગે પણ તપાસમાં પણ ઝુકાવ્યું છે તેને પગલે તપાસ રાજકોટ સુધી પણ લંબાઇ શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

ગુજરાત રાજસ્થાન બોર્ડર પર રતનપર સરહદ નજીક પોલીસના ચેકીંગ ઓપરેશન દરમિયાન શંકાના આધારે એક લકઝરી કારની ચકાસણી કરવામાં આવી હતી. જિલ્લા પોલીસ વડા કુંદન કવારીયાએ જણાવ્યું હતું કે પ્રથમ તબકકે કારની ચકાસણીમાં કાંઇ હાથ લાગ્યું ન હતું પરંતુ કારમાં સવાર બંને યુવકો ગભરાયેલા માલુમ પડતા ફરી વખત ચેકીંગ કરવામાં આવ્યું હતું.તે દરમિયાન કારની સીટની નીચે અને ગુપ્ત ખાનામાંથી ચાંદી તથા રોકડનો દલ્લો મળી આવ્યો હતો. ચાંદી તથા રોકડના પેકેટ બનાવવામાં આવ્યા હતા તે વિશે પૂછપરછ કરતાં ગલ્લા તલ્લા કર્યા હતા જેને પગલે પોલીસે એક એક ખોલતા અંદરથી ચાંદી અને મોટી માત્રામાં રોકડ મળી આવી હતી.

કારના ગુપ્તા ખાનામાંથી 300 કિલો ચાંદી મળી હતી જેની બજાર કિંમત 2.50 કરોડથી અધીકની થવા જાય છે. 500-500ના દરની નોટોના બંડલ મળી આવ્યા હતા જેની ગણતરી માટે મશીન મંગાવવા પડ્યા હતાં. રોકડ રકમનો આંકડો 24.19 લાખ થયો હતો.પોલીસ દ્વારા ચાંદી તથા રોકડ ક્યાંથી લાવવામાં આવી હતી તે વિષે પૂછપરછ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં બંને વેપારીઓ આગ્રાથી આવી રહ્યાનું અને રાજકોટ-જામનગર જઇ રહ્યાનું જણાવ્યું હતું. ચાંદી તથા રોકડ રકમની કાયદેસરતા વિશે તેઓ યોગ્ય ખુલાસો નહીં કરી શકતા બંનેની અટકાયત કરીને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.

Read Saurashtra Kranti E-Paper here

પકડાયેલા બંને શખ્સોમાં જામનગરના અનિશ પ્રભુદાસ સાચોરા તથા રાજકોટના રમેશ દેવરાજ નામના વેપારીનો સમાવેશ થાય છે. જીલ્લા પોલીસ વડાએ જણાવ્યું કે પકડાયેલા આ દલ્લા વિશે જીએસટી વિભાગ તથા ઇન્કમટેક્સ વિભાગને જાણ કરવામાં આવી છે બંને વિભાગોની અધિકારીઓની ટીમે પણ બંને વેપારીઓની પ્રાથમિક તપાસ કરી હતી. આ તપાસનો રેલો રાજકોટ અને જામનગર સુધી લંબાવવાની શક્યતા છે. ચાંદી તથા રોકડ રકમ બિનહિસાબી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here