કણકોટના પાટીયે ટ્રકે બાઈકને હડફેટે:તોતિંગ વ્હિલ નીચે કચડાઈ જતા નરેશભાઇનું મોત

માળીયા નજીક પશુને બચાવવા જતા સ્કોર્પિયો પલ્ટીમારી ગઇ:રાજકોટના યુવકનું મોત
માળીયા નજીક પશુને બચાવવા જતા સ્કોર્પિયો પલ્ટીમારી ગઇ:રાજકોટના યુવકનું મોત
કણકોટના પાટીયે ટ્રકે બાઈકને હડફેટે લેતા તોતિંગ વ્હિલ નીચે કચડાઈ જતા નરેશભાઇ ગાગજીભાઈ ચૌહાણ(ઉ.વ.43)નું મોત નીપજ્યું હતું. ચાલક ટ્રક મૂકી નાસી છૂટ્યો હતો. તાલુકા પોલીસ મથકે આ અંગે ગુનો નોંધાયો હતો. મૃતક વીરડા વાજડી ગામે ધરાનગરમાં રહેતા હતા. અકાળે મોતના બનાવથી પરિવારમાં શોક છવાયો છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ નજીક કાલાવાડ રોડ પર આવેલા વીરડા વાજડી ગામે ધરાનગર મેઇન રોડ પર ભાડાના મકાનમાં રહેતા મૃતકના પુત્ર રોહીત નરેશભાઈ ચૌહાણ (ઉ.વ.20)એ જણાવ્યું કે, હું પરિવાર સાથે ઈંટ બનાવવાના ભઠ્ઠામાં મજુરી કામ કરું છું. ગઇ તા.19/12/2023 ના સાંજના સાડા છએક વાગ્યે મારા મિત્ર વિજય પરમારનો મને ફોન આવેલ કે, તારા પિતાનું કણકોટ પાટીયા પાસે અકસ્માત થયેલ છે અને તેને 108 માં સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે.જેથી હું ગૌરીદળ પાસે હડાળાના પાટીયા પાસે ઇંટોના ભઠ્ઠામાં કામ કરતો હતો, ત્યાંથી સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો. જ્યાં જઈ જોયું તો મારા પિતાને પગે અને કમરે ગંભીર ઇજાઓ થઈ હતી. ઈમરજન્સી વોર્ડમાં તેઓને દાખલ કરાયા હતા અને મારો મિત્ર વિજય પણ ત્યાં આવી ગયો હતો. સારવાર દરમિયાન મારા પિતાનું મૃત્યુ નીપજ્યું હતું. વિજયે મને બનાવ અંગે વાત કરી હતી.

જે મુજબ મારા પિતા કાલાવાડ રોડ કણકોટ પાટીયા પાસે બાઈક પર રોડ ક્રોસ કરતા હતા ત્યારે એક ટ્રક ચાલક તેમનો હસ્તકનો ટ્રક ફુલ સ્પીડમાં ચલાવીને આવતો હોય, તેણે બાઈક સહિત મારા પિતા નરેશભાઇને હડફેટે લીધા હતા. જેથી મારા પિતા જમીન પર પટકાયા હતા અને પગ તથા કમરના ભાગે ટ્રકના ટાયર ફરી ગયા હતા. ટ્રકનો ડ્રાયવર ટ્રક મુકીને નાસી ગયો હતો. ટ્રકના નંબર યુપી 81- સીટી -8607 હતા. તાલુકા પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડવા તજવીજ કરી હતી અને મૃતકના પુત્ર રોહિતની ફરિયાદ પરથી ટ્રક ચાલક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવા તજવીજ કરી હતી. બે માસ પહેલા નરેશભાઈના પુત્ર પરેશે આપઘાત કર્યો.

Read National News : Click Here

અકસ્માતમાં મૃત્યુ પામેલા નરેશભાઈના યુવાન પુત્ર પરેશે તા.7/10/2023ના રોજ ગળાફાંસો લગાવી આપઘાત કર્યો હતો. પરેશને એક તરૂણી સાથે પ્રેમ સંબંધ હતો. તેને ભગાડી જતા પોકસો, અપહરણનો ગુનો નોંધાયેલો. જેલમાંથી છૂટ્યા પછી તરૂણીના પરિવારના લોકોએ ધાક-ધમકી આપતા પરેશે આપઘાત કરતા મરવા મજબુર કર્યાની ફરિયાદ નોંધાઇ હતી. પરિવારમાં પુત્રના અકાળે મોત બાદ પિતાનું પણ અકસ્માતમાં મોત થતા ચૌહાણ પરિવારમાં કલ્પાંત છવાયો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here