“એક કપ ટી બની” છૂટા છેડાનું કારણ …પતિએ છૂટાછેડા માટે કરી અરજી

"એક કપ ટી બની" છૂટા છેડાનું કારણ ... પત્નીથી ત્રાસી પતિએ છૂટાછેડા માટે કરી અરજી
"એક કપ ટી બની" છૂટા છેડાનું કારણ ... પત્નીથી ત્રાસી પતિએ છૂટાછેડા માટે કરી અરજી

પંજાબ હરિયાણા હાઈકોર્ટમાં છૂટાછેડાનો અનોખો મામલો સામે આવ્‍યો છે. પતિએ દલીલ કરી કે તેની પત્‍ની ચા બનાવતી નથી. એટલા માટે તે તેની પાસેથી છૂટાછેડા માંગે છે. આ અંગે હાઈકોર્ટે પત્‍નીની વાત પણ સાંભળી હતી. પછી એવો નિર્ણય આપવામાં આવ્‍યો કે પતિના હોશ ઉડી ગયા.આવો જ એક કિસ્‍સો પંજાબના ચંદીગઢથી સામે આવ્‍યો છે. અહીં એક પતિ તેની પત્‍ની પાસેથી છૂટાછેડા માંગે છે. પરંતુ તેની પત્‍ની તેને છોડવા માંગતી નથી. લડાઈનું કારણ ચા છે. મામલો હાઈકોર્ટમાં પહોંચતાં પતિની અરજી ફગાવી દેવામાં આવી હતી.

પતિનું કહેવું છે કે જયારે પણ તેના સંબંધીઓ કે મિત્રો તેમના ઘરે આવે છે ત્‍યારે તેની પત્‍ની તેમનું સ્‍વાગત કરતી નથી. તેને ખવડાવવાનું ભૂલી જાવ, તે ચા માટે પણ પૂછતી નથી. આ કારણે તેના મિત્રો અને સંબંધીઓ સાથે તેના સંબંધો બગડી ગયા છે. તેના ઘરે કોઈ આવતું નથી. પહેલા પતિએ ફેમિલી કોર્ટમાં પત્‍નીથી છૂટાછેડા માટે અરજી કરી હતી. પરંતુ જયારે ત્‍યાં કામ ન થયું તો તે પંજાબ હરિયાણા હાઈકોર્ટમાં પહોંચ્‍યો હતો.

"એક કપ ટી બની" છૂટા છેડાનું કારણ …પતિએ છૂટાછેડા માટે કરી અરજી છૂટા છેડા

હાઈકોર્ટે કહ્યું કે, અમે આટલી સરળ બાબત માટે છૂટાછેડાની અરજી સ્‍વીકારી શકીએ નહીં. પત્‍નીએ કહ્યું કે તેના પતિ જે પણ આરોપો લગાવી રહ્યા છે તે ખોટા છે. ઊલટું, થોડા સમયથી પતિનું વલણ બદલાઈ ગયું છે. તે નાની-નાની બાબતો પર લડતો રહે છે. આમ છતાં તેની પત્‍ની તેને છોડવા માંગતી નથી.

પતિએ અરજીમાં કહ્યું હતું કે, હવે તે તેની પત્‍ની સાથે એક જ છત નીચે રહી શકશે નહીં. તેના સંબંધીઓ અને મિત્રોને કે પતિને માન આપતી નથી. તે કોઈની સાથે સીધી વાત કરતી નથી. આ કારણે તે ડિપ્રેશનમાં જવા લાગ્‍યો છે. તેનું મન ક્‍યાંય લાગતુ નથી. પતિએ કહ્યું કે અમારા બંને માટે અલગ રહેવું જ સારું છે. પરંતુ પતિની આ દલીલોની હાઈકોર્ટ પર કોઈ અસર થઈ ન હતી.

"એક કપ ટી બની" છૂટા છેડાનું કારણ …પતિએ છૂટાછેડા માટે કરી અરજી છૂટા છેડા

હાઈકોર્ટે કહ્યું કે, અમે આટલી નાની વાત માટે આ છૂટાછેડા આપી શકીએ નહીં. કોર્ટનો નિર્ણય સાંભળીને પતિ ચોંકી ગયો. તેણે ત્‍યાં જ કપાળ પકડી રાખ્‍યું. તે છૂટાછેડા ઇચ્‍છતો હતો, પરંતુ હવે તેણે તેની પત્‍ની સાથે રહેવું પડશે.પંજાબ હરિયાણા હાઈકોર્ટે કહ્યું કે પતિ-પત્‍ની વચ્‍ચેના નાના વિવાદને છૂટાછેડાનો આધાર બનાવી શકાય નહીં. હાઈકોર્ટના જણાવ્‍યા અનુસાર, જો પત્‍ની પતિના સંબંધીઓ અથવા મિત્રો માટે ચા બનાવતી નથી, તો તેને અત્‍યાચાર કહી શકાય નહીં. ખંડપીઠે કહ્યું કે આવી વસ્‍તુઓ લગ્નના ફેબ્રિકનો ભાગ છે, જેના માટે પતિ-પત્‍નીએ તૈયાર રહેવું જોઈએ. કોર્ટે પતિની અરજી ફગાવી દીધી હતી.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here