ઉનામાં બોગસ આધારકાર્ડ અને ખોટા પ્રમાણપત્રો આપવાનાં કૌભાંડનો પર્દાફશ

ઉનામાં બોગસ આધારકાર્ડ અને ખોટા પ્રમાણપત્રો આપવાનાં કૌભાંડનો પર્દાફશ
ઉનામાં બોગસ આધારકાર્ડ અને ખોટા પ્રમાણપત્રો આપવાનાં કૌભાંડનો પર્દાફશ
ઉનાના બસ સ્ટેશન એરિયામાં વેરાવળ એલ.સી.બી. પોલીસે ”દરબારી આધાર સેન્ટર” ઉપર છાપો મારી સરકારી યોજનાના આધારકાર્ડ સહિતના બોગસ કાર્ડ કાઢી આપતી ત્રણ શખ્સોની ટોળકીને પકડી પાડી આ કામગીરીમાં વપરાતા 23 જેટલા ઈલેકટ્રોનિકસ સાધનો અને આનુસાંગિક ડોકયુમેન્ટો મળી રૂા. 97,600 નો મુદ્દામાલ પકડી પાડયો છે.

Visit Saurashtra Kranti Homepage here

આ ટોળકીએ રાખેલા પાંચ રિજસ્ટરોની તપાસમાં 2021થી 2023 સુધીમા 1281 થી વધુ એન્ટ્રીઓ બહાર આવી હતી. અને આ ગ્રાહકો પાસેથી વસૂલેલા રૂા. 16.97 લાખના હિસાબો મળી આવ્યા હતા. ઉનાના બસ સ્ટેન્ડ વિસ્તારમાં ડો.જુંગીના દવાખાના સામે દરબારી આધાર સેન્ટર છે આ સેન્ટર ઉનાના કોટ વિસ્તારમાં રહેતો અને બી.સી.એ. સુધી અભ્યાસ કરી ચૂકેલો અસલમ ઈસ્માઈલ શેખ અને શબ્બીર શરીફ સુમરા, જાવેદ  ઉર્ફે ભુરો ઈબ્રાહીમભાઈ મનસુરી ચલાવે છે. અસલમ અગાઉ ઉનામાં આધારકાર્ડની ફ્રેન્ચાઈઝીમાં નોકરી કરતો હતો. એ પછી ધોરાજીની મામલતદાર ઓફિસમાં કોન્ટ્રાકટ રાખી આધારકાર્ડ કાઢતો હતો. અને 2019થી એસબીઆઈ બેન્કમાં નોકરી કરતો હતો.

2022માં અસલમ અને તેના ઉપરોકત બે જોડીદારોએ સરકારની માન્યતા વગરનું ‘દરબારી આધાર સેન્ટર’ ઉનામાં શરૂ કર્યું હતું. જે લોકોનું આધારકાર્ડ નીકળી શકે તેમ ન હોય, આધાર પુરાવા ન હોય તેવા લોકો પાસેથી તગડી રકમ લઈને આધારકાર્ડ કાઢવા માટે ગ્રાહકોના ખોટા જન્મ તારીખના દાખલા બનાવી આધારકાર્ડમાં નામફેર કરાવવા, ચૂંટણીકાર્ડમાં એડિટિંગ કરી ખોટા પુરાવા તૈયાર કરી આધારકાર્ડ પોતે તથા અન્ય રાજયના કોઈ પાસે કમિશન મારફત બનાવડાવી છેતરપિંડી કરતો હતો.પોલીસે તેનો મોબાઈલ ફોન કબજે લઈ પ્રાથમિક તપાસ કરતા વોટસએપમાં ગ્રાહકો સાથે ભાવ તાલની રકઝકની ચેટ જોવા મળી હતી. અને આધારકાર્ડ ઝડપથી બનાવવા બાબતના અલગ અલગ ભાવ વગેરે બાબતોની વિગત મળી હતી. અહી દરબારી આધાર સેન્ટરમાં શબ્બીર શરીફ સુમરા મદદગારી કરતો હતો.

Read National News : Click Here

જયારે જાવીદ ઉર્ફે ભુરો ગ્રાહકોને લાવવા ઉપરાંત  રજિસ્ટરમાં નોંધ રાખવાની કામગીરી કરતો હતો.  આ શખ્સો જન્મતારીખના અસલ દાખલામાં એડિટિંગ કરી સુધારો કરી આપવાના નામે રૂા. 3000 સુધી, મેરેજ સર્ટી વગર પતિનું નામ જોડવા રૂા. 5000 સુધી, નવો જન્મ તારીખનો દાખલો કાઢવા 2500 સુધી અને નવું આધારકાર્ડ કાઢવા માટે રૂા.૪૦૦૦થી રૂા. 23000 સુધી, 65ની વય કે તેથી વધુ ઉમરના લોકોનું આધારકાર્ડ કઢાવવા રૂા. 15000 સુધીની તગડી રકમ લેતા હતા. મેરેજ સર્ટીના રૂા. 23,000 પડાવતા હતા. 2022 સુધી પોતાના લાયસન્સ દરમિયાન ખોટા ડોકયુમેન્ટ બનાવી ઓનલાઈન સબમિટ કરી પોતાના યુઝર આઈડીમાં મોકલી અન્ય સીએસસી સેન્ટરમાં ફિંગર પ્રિન્ટ લેવડાવતો હતો.

એ પછી સરકારે સીએસસી સેન્ટરોમાં આ કામગીરી બંધ થતા બહારના રાજયના ઈસમોને વોટસએપથી ડોકયુમેન્ટ મોકલી એનીડેસ્ક નામની એપ્લિકેશન મારફતે ગ્રાહોકના બાયોમેટ્રીક કેપ્ચર કરી કાર્યવાહી કરતો હતો. જે બોગસ દાખલા કાઢેલા હોય તે એક વાર અપલોડ થયા પછી એ દાખલો ફાડી નાખી કોમ્પ્યુટરમાં બનાવેલી સોફટ કોપી ડિલિટ કરી નાખતો હતો.  એલ.સી.બી. પો.ઈન્સ. એસ.એમ. ઈશરાણી અને તેની ટીમે કોમ્પ્યુટર, ફિંગર પ્રિન્ટ મશીન, વેબકેમેરા સહિત 27  મુદ્દાઓ કબજે કરી ઉપરોકત ત્રણેયની ધરપકડ કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here