અલ્‍ટ્રાટેકની નકલી સિમેન્‍ટ બનાવી છ માસથી થતું હતું વેંચાણઃએસઓજીએ પ્રશાંત મારૂને દબોચ્‍યો

અલ્‍ટ્રાટેકની નકલી સિમેન્‍ટ બનાવી છ માસથી થતું હતું વેંચાણઃએસઓજીએ પ્રશાંત મારૂને દબોચ્‍યો
અલ્‍ટ્રાટેકની નકલી સિમેન્‍ટ બનાવી છ માસથી થતું હતું વેંચાણઃએસઓજીએ પ્રશાંત મારૂને દબોચ્‍યો
નકલી સિમેન્‍ટ બનાવીને વેંચવાના કોૈભાંડમાં ઝડપાયેલો પ્રશાંત મારૂ અને  તેના વંડામાં સિમેન્‍ટ કંપનીની ખાલી ભરેલી કોથળીઓ, સિલાઇ મશીનો સહિતનો મુદ્દામાલ જોઇ શકાય છે. આ તસ્‍વીર કંપનીના સર્ચિંગ ઓફિસર નિતીન ઠાકરેએ મોકલી હતી.

Visit Saurashtra Kranti Homepage here

શહેરમાં એક શખ્‍સે જામનગર રોડ પર ઘંટેશ્વર ૨૫ વારીયામાં આવેલા એક વંડામાં જાણીતી અલ્‍ટ્રાટેક સિમેન્‍ટના માર્કાવાળી ડુપ્‍લીકેટ સિમેન્‍ટ બનાવી વેંચવાનું શરૂ કરતાં આ કંપનીના મહારાષ્‍ટ્ર સ્‍થિત સર્ચીંગ ઓફિસરને માહિતી મળતાં શહેર એસઓજીની ટીમે તેની સાથે રહી દરોડો પાડી નકલી સિમેન્‍ટ બનાવવાનું કોૈભાંડ પકડી લીધુ હતું. રેતી કપચીના ધંધાર્થી એવા શખ્‍સે બહારથી હલકી સિમેન્‍ટ ખરીદી તેમજ પોતાના વંડામાં બીજા કેમિકલ સહિતની ભેળસેળ કરી આ સિમેન્‍ટને અલ્‍ટ્રાટેકની થેલીઓમાં ભરી સિલાઇ કરી મુળ કિમત કરતાં ઓછા ભાવે વેંચી નફો રળવાનું ચાલુ કર્યુ હતું. છએક મહિનાથી આ કારસ્‍તાન ચાલતું હતું.વિગત એવી છે કે અલ્‍ટ્રાટેક સિમેન્‍ટ કંપનીની બેગમાં નકલી સિમેન્‍ટ ભરીને અસલીના નામે  રાજકોટમાં વેંચાણ થઇ રહ્યું હોવાની માહિતી મહારાષ્‍ટ્રની ડિટેક્‍ટિવ કંપનીમાં ર્સચિંગ ઓફિસર તરીકે નોકરી કરતા નીતિનભાઇ નારાયણભાઈ ઠાકરેને મળી હતી. આથી તેણે રાજકોટ આવી તપાસ કરતાં જામનગર રોડ પર ઘંટેશ્વર ૨૫ વારીયામાં ક્‍વાર્ટર નં. ૧૪૫૨ની સામે આવેલા એક મોટા વંડામાં આ ગોલમાલ થતી હોવાની પાક્કી માહિતી મેળવી લીધી હતી. બાદમાં એસઓજીને જાણ કરતાં પીઆઇ જે. ડી. ઝાલા અને તેમની ટીમ આ ઓફિસરની સાથે બાતમીના સ્‍થળે પહોંચ્‍યા હતાં અને દરોડો પાડયો હતો.

પોલીસે વંડામાં તપાસ કરતાં ત્‍યાં અલ્‍ટ્રાટેક સિમેન્‍ટની ખાલી ભરેલી થેલીઓ, સિલાઇ મશીન, ભેળસેળ કરવાના કેમિકલ, રેતી સહિતની ચીજવસ્‍તુઓ જોવા મળ્‍યા હતાં. આ સ્‍થળે એક શખ્‍સ હાજર હોઇ તેની પુછતાછ કરતાં તેણે પોતાનું નામ પ્રશાંત ચીમનભાઇ મારૂ (ઉ..વ.૩૮-રહે. સોમનાથ સોસાયટી-૩, રૈયા ટેલિફોન એક્ષચેન્‍જ પાસે, ૧૫૦ રીંગ રોડ) જણાવ્‍યું હતું. તેમજ વંડો પોતાનો જ હોવાનું અને પોતે રેતી કપચીનો ધંધો કરવાની સાથે સાથે અલ્‍ટ્રાટેક કંપનીની સિમેન્‍ટની થેલીઓમાં ભેળસેળવાળી નકલી હલકી ગુણવત્તાવાળી સિમેન્‍ટ ભરીને તેને આ કંપનીની સિમેન્‍ટ હોવાના નામે છુટક બાંધકામ, કડીયા કામ સાથે સંકળાયેલા લોકોને વેંચતો હોવાનું કબુલ્‍યુ હતું. આથી પોલીસે તેના વિરૂધ્‍ધ સર્ચીંગ ઓફિસર નિતીન ઠાકરેની ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસમાં આઇપીસી ૪૨૦, ૨૮૨, ૨૮૬, ૨૮૪, કોપીરાઇટ એક્‍ટ તથા ધી ટ્રેડમાર્ક્‌સ એક્‍ટની કલમો હેઠળ ગુનો દાખલ કરાવી ધરપકડ કરી ગાંધીગ્રામ પોલીસને સોંપ્‍યો હતો.દરોડાના સ્‍થળે વંડામાંથી એસઓજીએ સિમેન્‍ટ કંપનીની ભરેલી બેગ નંગ ૩૩ રૂા. ૧૪૮૫૦, અડધી ભરેલી એક બેગ, સિમેન્‍ટ કંપનીની ખાલી બેગ ૮૦ નંગ, પ્‍લાસ્‍ટીકની થેલીમાં નકલી સિમેન્‍ટ ભર્યા બાદ સિલાઇ કરવા માટેના ત્રણ મશીન રૂા. ૨૪ હજારના, વજનકાંટો રૂા. ૨૦૦૦નો, તગારૂ, ચારણો, મોબાઇલ ફોન મળી કુલ રૂા. ૬૧૯૭૫નો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો.

Read National News : Click Here

પોલીસની પ્રાથમિક પુછતાછમાં પ્રશાંત મારૂએ પોતે છએક મહિનાથી આ રીતે નકલી ભેળસેળયુક્‍ત સિમેન્‍ટ કંપનીની થેલીઓમાં ભરીને છુટક વેંચાણ કરતો હોવાનું કબુલ્‍યું હતું. સર્ચિંગ ઓફિસર નિતીન ઠાકરેના કહેવા મુજબ અસલી સિમેન્‍ટની પચાસ કિલોની થેલીનો ભાવ ત્રણસો પંચાણુ જેવો હોય છે. પણ પ્રશાંત મારૂ ૩૧૦ કે ૩૧૫માં નકલી સિમેન્‍ટની થેલી વેંચતો હતો. આ રીતે નકલી સિમેન્‍ટ અસલી બ્રાન્‍ડના નામે વેંચી થેલી દીઠ દોઢસોથી બસ્‍સોનો નફો મેળવતો હોવાનું રટણ કર્યુ હતું. તે ખરેખર કેટલા સમયથી આ કારસ્‍તાન ચલાવતો હતો? કોને કોને નકલી સિમેન્‍ટ વેંચતો હતો? તે સહિતની આગળની તપાસ ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ એમ. જી. વસાવાની રાહબરીમાં ખોડુભા વી. જાડેજા ચલાવે છે.પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, જેસીપી વિધી ચોૈધરી, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ બી. બી. બસીયાની સુચના અનુસાર પીઆઇ જે. ડી. ઝાલા, એએસઆઇ રવિભાઇ વાંક, હેડકોનસ. કિશનભાઇ ખેંગારભાઇ આહિર, અજયભાઇ ચોૈહાણ અને અરૂણભાઇ બાંભણીયાએ આ કામગીરી કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here