અમદાવાદમાં RBIમાં બ્લેકના વ્હાઇટ કરવાનું કૌભાંડ:2 હજારની નોટો 10 ટકા કમિશનર પર એક્સચેન્જ

અમદાવાદમાં RBIમાં બ્લેકના વ્હાઇટ કરવાનું કૌભાંડ:2 હજારની નોટો 10 ટકા કમિશનર પર એક્સચેન્જ
અમદાવાદમાં RBIમાં બ્લેકના વ્હાઇટ કરવાનું કૌભાંડ:2 હજારની નોટો 10 ટકા કમિશનર પર એક્સચેન્જ
અમદાવાદની RBI બેંકની બહાર મળતિયાઓ દ્વારા બ્લેકના વ્હાઇટ કરવાનું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. શહેરમાં 10 ટકાના કમિશન પર 2 હજારની નોટો બદલાવાનું કૌભાંડ ચાલી રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

પોલીસના નાક નીચે કાળા બજારીનો ખેલ ચાલી રહ્યો છે. એજન્ટો 2 હજારની નોટો શ્રમિક મહિલાઓને લાઇનમાં ઉભી રાખીને બેંકમાં બદલાવી રહ્યા છે.  જેના બદલામાં મહિલાઓને 10 ટકા કમિશન પણ આપવામાં આવી રહ્યું છે. મહિલાઓને નાની રકમ આપી એજન્ટો લાખો-કરોડોના સોદા કરી રહ્યા છે. બેંકની બહાર લાઈનો લાગતા સવાલો ઉભા થયાભારતીય રિઝર્વ બેંક દ્વારા 2 હજારની નોટ બદલવા માટે 7 ઓક્ટોબર છેલ્લી તારીખ આપવામાં આવી હતી. આ તારીખ પૂર્ણ થયા બાદ અમદાવાદમાં RBI બેંકની બહાર રૂપિયા 2 હજારની નોટ બદલવા લોકોની લાંબી લાઈનો લાગી હતી. આ લાઈનને જોતા કેટલાક સવાલો પણ થયા હતા કે સમયમર્યાદા પૂર્ણ થયા બાદ નોટ બદલવા આટલી લાંબી લાઈન કેમ લાગી? સરકારે 2 હજારની નોટ બદલવા માટે 7 ઓક્ટોબર સુધીનો સમય આપ્યો હતો, તેમ છતાં લાઈનમાં ઉભેલા આ લોકો નોટ બદલવા કેમ નાં ગયા? આટલી મોટી સંખ્યામાં લોકોને પોતાની પાસે રહેલી 2 હજારની નોટ બદલવાનું યાદ ન આવ્યું? કે પછી આ લોકો અન્ય કોઈના પૈસા જમા કરાવવા પહોંચ્યા હતા? આજે પણ RBI બેંકની બહાર 2 હજારની નોટો બદલાવવા માટે લોકોની લાઈનો જોવા મળતા વીટીવીની ટીમ પહોંચી હતી.

Read National News : Click Here

જેમાં મોટા ભાગના લોકો 20 હજાર રૂપિયાની 2-2 હજારની નોટો બદલાવવા માટે આવ્યા હોવાનું સામે આવ્યું હતું. અમદાવાદની RBI બેંકની બહાર મળતિયાઓ દ્વારા બ્લેકના વ્હાઇટ કરવાનું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. RBI શાખાની સામેના રોડ પર જ ખેલ ખેલાઈ રહ્યો છે. 10 ટકા કમિશન પર 2 હજારની નોટો બદલાવનું કૌભાંડ ચાલી રહ્યું છે. એજન્ટો ગ્વારા મહિલાઓને લાઈનમાં ઉભી રાખીને 2 હજારની નોટો બદલવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. શ્રમિક મહિલાઓને કતારમાં ઉભી રાખી 2 હજારની નોટો બદલાવી રહ્યા છે. મહિલાઓને નાની-નાની રકમ આપી એજન્ટો લાખો-કરોડોના સોદા કરી રહ્યા છે. રૂ.2 હજારની 1 લાખની કિંમતની રકમ બદલવા રૂ.8 હજારનું કમિશન આપવામાં આવી રહ્યું છે. 

50 ટકાથી વધુ લોકો કમિશનવાળા આ દરમિયાન એક સ્થાનિકે જણાવ્યું કે, આ 50 ટકાથી વધુ લોકો કમિશન વાળા છે, આ લોકોને જોઈને લાગશે પણ નહીં કે આમના ઘરમાંથી 2-2 હજારની 10 નોટો નીકળે. આમના લીધે જેન્યુન લોકો જેમના ઘરેથી એકાદ બે નોટ નીકળી છે, તેમને હેરાન થવું પડે છે. સામે બધા એજન્ટ દ્વારા કમિશન પર નોટ બદલવાનું જ કામ ચાલે છે. હમણા જ એક ભાઈ આવ્યા હતા તેમને એજન્ટો લઈ ગયા અને તેમનું સેટિંગ કરાવી દીધું.  

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here