સેલવાસની કંપનીમાં બનતું નશા યુક્ત સિરપનું રાજય વ્યાપી નેટવર્ક:વાર્ષિક કરોડોનું ટર્ન ઓવર

સેલવાસની કંપનીમાં બનતું નશા યુક્ત સિરપનું રાજય વ્યાપી નેટવર્ક:વાર્ષિક કરોડોનું ટર્ન ઓવર
સેલવાસની કંપનીમાં બનતું નશા યુક્ત સિરપનું રાજય વ્યાપી નેટવર્ક:વાર્ષિક કરોડોનું ટર્ન ઓવર
ગાંધીના ગુજરાતમાં નશાબંધીના કાયદાના દારુનું છુટથી વેચાણ શકય ન હોવાના કારણે પ્યાસીની પ્યાસ બુઝાવવા બુટલેગરો કેમિકલથી બનેલા હાનિકારક કેફી પીણાનું વેચાણ કરાતુ હોવાથી તાજેતરમાં જ બોટાદ ખાતે કેમિકલ કાંડ અને નડીયાદ ખાતે સિરપકાંડ સર્જાયા છે.

Visit Saurashtra Kranti Homepage here

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસે ચાર માસ પહેલાં પકડેલા સિરપના જથ્થા અંગેની ઉંડી તપાસના અંતે અમદાવાદ ખાતેની ચાંગોદર અને સેલવાસમાં નશા યુક્ત સિરપની ફેકટરી ઝડપી લેવામાં સફળતા મળી છે. સેલવાસની ફેકટરીમાં બનતું સિરપ આરોગ્યને હાનિકારક હોવાનો એફએસએલનો અભિપ્રાય આવ્યો છે. એટલું જ નહી ગાંધીનગર નશાબંધીના ઉચ્ચ અધિકારીએ વીઆરએસ લઇ સેલવાસમાં બેરોકટો ચાલતી હાનિકારક સિરપ ફેકટરીના ભાગીદાર બન્યાનું પોલીસ તપાસમાં બહાર આવ્યુ છે.ત્રણ વર્ષથી બેરોકટોક ચાલતી ફેકટરીમાં તંત્રના નિતિ નિયમને નેવે મુકી હોપ્સ કેમિકલની મદદથી બિયરનો ટેસ્ટ સાથેના સિરપના વેંચાણના ઠેર ઠેર હાટડા શરુ થયાનશાબંધીનો અમલ કરાવનાર અધિકારી આલ્કોહોલનું ઉત્પાદન કરતી ફેકટરીનો ભાગીદાર બન્યો દેવભૂમિ દ્વારકા પોલીસે છેલ્લા ચાર માસની ઉંડાણ પૂર્વકની તપાસના અંતે ચાંગોદર અને સેલવાસ ખાતેની ફેકટરી પકડીઓખા ખાતે આર્યુંવેદીક સીરપના નામે વેચાતા સેલ્ફ જનરેટેડ આલ્કોહોલ પીણાના બે ગુન્હા દાખલ કરવામાં આવ્યા છે. જેમાં 8 શખ્સોની  ધરપકડ કરવામાં આવી છે. 

જેની પુછપરછ અને તપાસમાં મોટો ધટસ્ફોટ થયો છે. જેમાં હર્બો ગ્લોબલ ફાર્માસ્યુટીકલની સ્થાપક સંજય શાહ દ્વારા કરવામાં આવે છે. કંપનીમાં અમિત વસાવડા આયુર્વેદીક ક્ષેત્રનું કોઈ જ્ઞાન ન હોવા છતા આર્યુવેદીક ફોમ્ર્યુલેશન ટેકનીશ્યનની કામગીરી સંભાળે છે.જ્યારે રાજેશ દોડકે, માર્કેટીંગ અને સેલ્સનું સુપ્રવિઝન કરતા હતા અને વર્ષ – 2021થી સેલ્સ ,માર્કેટીંગ અને પ્રોડકશનનું કામ સુનીલ કક્કડે કામગીરી કરે છે.આ કંપની આસવ અરીષ્ઠા આયુવેદ બાબતે સરકાર તરફથી આલ્કોહોલ બાબતે નક્કી કરેલ નિયમોની છુટછાટનો દુર ઉપયોગ કરી ચાલાકી પૂર્વક આયુવેદિક પીણાના નામે આલ્કોહોલીક બિયરનો ધંધો કરતા હતા. જે કંપનીમાં વર્ષનું 80 થી 90 લાખ બોટલનું પ્રોડકશન અને રૂ.20 થી 22 કરોડ રૂપિયાનું વેચાણ કરવામાં આવતું હોવાનું ખુલ્યું છે. આર્યુંદવેદિક નિષ્ણાંત દ્વારા વેરીફાઈ કરાવતા આ પ્રોડકટમાં ઔષધીય તત્વો પ્રોડકટના લેબલમાં દર્શાવેલ માપ કરતા પણ ખૂબ જ ઓછા પ્રમાણમાં ઉમેરવામાં આવતો હતો જેથી આર્યુવેદીક પીણામાં દવાનો સ્વાદ અને સુગંધ આવે નહિં.

Read National News : Click Here

આ કંપનીનો ઈરાદો આસવ અરિષ્ઠા બનાવવાની જગ્યાએ બિયર બનાવવાનો હતો, ફેકટરીમાં કામ કરતા કર્મચારીઓમાં આર્યુવેદ ઔષધીય ક્ષેત્રે નિપૂર્ણતા ધરાવતા કોઈ કર્મચારી રાખવાની જગ્યાએ બીયર અને વાઈનના નિષ્ણાંત ધરાવતા કર્મચારીને કામે  રાખતા હતા.માલ્ટેડ જવ જેનો બિયર ઈન્ડસ્ટ્રીઈઝમાં  વધુ પ્રમાણમાં  ઔષધીયમાં નાખવામાં આવતો જેથી બિયર જેવો સ્વાદ અને સુગંધ આવે. આર્યુવેદીક નિષ્ણાંતના અભિપ્રાય મુજબ આસવ અરિષ્ઠામાં જવ નાખવામાં આવતું નથી.પીણાની બોટલોનો કલર અંબર કલર હોવો જોઈએ જેથી સુર્યપ્રકાશથી તેના અંદર રહેલા તત્વો ને કોઇ નુકશાન ના થાય પરંતુ કંપની  પ્રોડક્ટનું વેચાણ વધારવા અને ગ્રાહકોને આકર્ષિત કરવા સારૂ માર્કેટમાં ટ્રેન્ડ ઉપર ચાલતા પીણાના બોટલના કલર જેવી જ બોટલો માર્કેટ લાવ્ય હતા.પ્રીઝર્વેટીવ , કલીનીંગ પાવડરનો ઉપયોગ અને બિયર જેવો ટેસ્ટ લાવવા હોપ્સનો ઉપયોગ કરવામાં આવતો તે બાબતે પ્રોડકટની ઉપર ફોમ્ર્યુલેશન સ્ટીકરમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવતો ન હતો.

ગુડસ મેન્યુફેકચર પેકટીસના નોમ્ર્સને આ કંપની દ્વારા ફોલોવ કરવામાં આવતા ન હતા. ફેકટરીમાં ક્વોલીટી કંટ્રોલ લેબ ન હતી. તમામ પ્રોડકટના સેમ્પલો લેવાની જગ્યાથે ફક્ત એકજ સેમ્પલ લેબ ટેસ્ટ માટે મોકલવામાં આવતું હતું. ફેક્ટરીમાં  લાયકાત ધરાવતા ટેકનીકલ કે આયુર્વેદનો અભ્યાસ કરેલા કોઇ કર્મચારી ન હતા. છેલ્લા ત્રણ વર્ષમાં ક્યારેય પણ કોઇ ઇન્સ્પેક્શન કરવા આવેલું ન હતું. પરંતુ છેલ્લે જુલાઇ 2023ના માસમાં ઇન્સ્પેકશનમા ઘણી ખામીઓ મળી આવતા માત્ર કવોલીટી એસ્યોરન્સ કંટ્રોલ બનાવેલું હતું.આયુર્વેદીક પીણું બનાવનાર એ.એમ.બી. ફાર્મા અને હર્બો ગ્લોબલ ફાર્માસ્યુટીકલની ફોમ્ર્યુલમા  ઉધ સારી આવે અને પથરી નીકળી જાય તે માટે બે પ્રોડકટ બનાવી શકાય  તેમ છતા વધુ વેચાણ અને માર્કેટીંગ માટે આ બે ફોમ્ર્યુલ હેઠળ અલગ અલગ નામની  10 થી વધુ પ્રોડક્ટ બનાવતા હતા. જે પ્રોડક્ટ બનાવવામાં  બે ફોમ્ર્યુલેશનનો જ ઉપયોગ કરવામાં આવતો હતો.

રાજકોટમાં 30 વર્ષ પહેલાં કાળીપાટ ખાતે બનતા ઘોડા જેવું નશાયુક્ત સિરપ સેલવાસમાં બનતુ

નડીયાદમાં સિરપનો નશો કરવાના કારણે પાંચ યુવાનના થયેલા મોતની ઘટના પૂર્વે જ દેવભૂમિ દ્વારકા પોલીસે  નશા યુક્ત સિરપ અંગે કડક કાર્યવાહી કરી છેલ્લા ચાર માસમાં ચાંગોદર અને સેલવાસ ખાતેની નશા યુકત સિરપ બનાવતી ફેકટરી પકડી પાડી છે. રાજકોટમાં 1992માં ઘોડાકાંડમાં 29 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા બાદ કાળીપાટ ખાતે બનતા નશા યુક્ત ઘોડાની ફેકટરી પકડી પાડી હતી. કાળીપાટ ખાતે જે રીતે કોલન વોટર બનતુ તે રીતે જ ચાંગોદર અને સેલવાસ ખાતેની ફેકટરીમાં નશા યુક્ત સિરપ બનતું હોવાનું અને રાજય વ્યાપી નેટવર્ક હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. નશા યુક્ત સિરપ મેડીકલ સ્ટોરની જેમ કરિયાણા અને પાનની દુકાને બેરોકટો વેચાણ થતું થઇ રહ્યું છે.

ભારતીય સંસ્કૃતિમાં આયુર્વેદિક દવાનું એક આગવું મહત્વ હોવાથી મહત્તમ  ભારતીયનો આયુર્વેદિક દવા ઉપર સંપૂર્ણ વિશ્ર્વાસ અને આસ્થા ધરાવે છે. આ કામના મુખ્ય સુત્રધારો દ્વારા સેલવાસ (દાદરા અને નગર હવેલી) ખાતે હર્બોગ્લોબલ ફાર્માસ્યુટીકલ લિમિટેડ નામની કંપની સ્થાપી તેમાં  એએમબી ફાર્મા પાસે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ સેલવાસ ખાતેથી લોન લાયસન્સ મેળવી તેઓનાં પોતાના જ મળતીયા માણસોના નામથી અમદાવાદ ચાંગોદર ખાતે શિવમ એન્ટરપ્રાઈઝ નામથી એએમબી ફાર્માના સુપર સ્ટોકીસ્ટ તરીકે નિમણુંક લઈ આબકારી અને નશાબંધી વિભાગ પાસેથી એસ.એ.2 મુજબનુંલાયન્સ મેળવી રાજયના અલગ અલગ જિલ્લાઓમાં ડીસ્ટ્રીબ્યુટરોની  નિમણુંક કરી સ્થાનિક કક્ષાએ  ડીલરોની  નિમણુંક કરી એક સુઆયોજીત રીતેનું  રેકેટ ચલાવી સેલ્ફ જનરેટેડ આલ્કોહોલ યુકત આયુર્વેદીક દવાની આડમાં નશાયુકત પીણાનું  ઉત્પાદન કરી  દારૂની અવેજમાં આયુર્વેદિક દવાની આડમાં નશાયુકત પીણાનો  વેચાણનો પર્દાફાશ થયો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here