સુરત:4 કરોડના ચરસ સાથે 3 ઝડપાયા,જમીનમાં દાટવામાં આવેલો જથ્થો પોલીસે કબ્જે કર્યો

સુરત:4 કરોડના ચરસ સાથે 3 ઝડપાયા,જમીનમાં દાટવામાં આવેલો જથ્થો પોલીસે કબ્જે કર્યો
સુરત:4 કરોડના ચરસ સાથે 3 ઝડપાયા,જમીનમાં દાટવામાં આવેલો જથ્થો પોલીસે કબ્જે કર્યો
શહેરમાં નશાકારક પદાર્થોના વેચાણ સામે પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઈન સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. (Surat Drugs) જે અંતર્ગત થોડા સમય અગાઉ હજીરાના દરિયા કિનારેથી ચરસનો જથ્થો મળી આવ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

આ ચરસના જથ્થાને બે યુવકો દ્વારા દરિયા કિનારે અવાવરૂ જગ્યાએ દાટી દઈને બાદમાં અન્ય સાથે મળીને વેચાણ માટે લાવવાનું શરૂ કરાયું જે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. સુરત પોલીસ કમિશ્નર અજય તોમરે આ મુદ્દે પત્રકાર પરિષદ યોજી હતી. પકડાયેલ આરોપીઓમાં એક આરોપી હજીરામાં તથા બીજો અદાણીમાં નોકરી કરે છે આ બંને અગાઉ કોઈ કેસમાં સંડોવાયેલા નથી. સુરત પોલીસ કમિશ્નર અજય તોમરે કહ્યું કે, ડ્રગ્સનું વેચાણ થતું હોવાની માહિતી એસઓજી-પીસીબીને મળી હતી. જતિન ઉર્ફે જગુ નામના શખ્સને રાંદેર ખાતેથી ઝડપી પાડ્યો હતો. જેની પાસેથી 2 કિલોથી વધુનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.

આ આરોપી હત્યા સહિત અન્ય બે ગુનામાં અગાઉ ઝડપાઇ ચુક્યો છે. અફીણનો જથ્થો હજીરાના નિલમનગર ખાતે રહેતા પિંકેશ અને અભિષેક દ્વારા આ જથ્થો આપ્યો હોવાની હકીકત સામે આવી હતી. બંને મિત્રો હજીરા દરિયા કાંઠે ફરવા ગયા હતા. તમામ ચરસના મોટાભાગના પેકેટ હજીરા ખાતે આવેલી અવાવરૂ જગ્યાએ ઝાડી ઝાંખરમાં દાંટી દીધો હતો. જેમાંથી બે પેકેટ વેચાણ અર્થે લઈ લીધા હતા. જમીનમાં દાટવામાં આવેલો જથ્થો પોલીસે કબ્જે કર્યો

Read Saurashtra Kranti E-Paper here

જમીનમાં દાટીને છુપાવી રખાયેલા ચરસના જથ્થામાંથી છૂટક વેચાણ કરવામાં આવ્યું હતું. ચરસનો જથ્થો અંદાજીત 4 કરોડથી વધુની કિંમતનો હતો. જેનો પ્રતિ કિલોનો 50 લાખ રૂપિયાનો ભાવ છે. શહેર પોલીસની સતર્કતના કારણે ચરસનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપીઓ દ્વારા એક ગ્રામ,બે ગ્રામ તરીકે વેચાણ કરવામાં આવી રહ્યું હતું.  જમીનમાં દાટવામાં આવેલો બાકીનો જથ્થો પોલીસે કબ્જે કર્યો હતો. અગાઉ પણ સુંવાલી બીચ પરથી આ પ્રકારના ચરસના પેકેટ મળી આવ્યા હતા. આ પ્રકારની બનતી ઘટનાને લઈ માછીમારો સાથે શહેર પોલીસ સતત સંપર્કમાં છે.જેના કારણે આ પ્રકારે ચરસ સહિતના નશાકારક પદાર્થોને ઝડપવામાં પોલીસને સફળતા મળી રહેતી હોવાનું સામે આવી રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here