સુરતમાંથી 2 લક્ઝરીયસ કારમાંથી દારૂ પકડાયો:જમીન દલાલ, ડ્રાઈવર સહિત ત્રણ આરોપીઓની ધરપકડ

સુરતમાંથી 2 લક્ઝરીયસ કારમાંથી દારૂ પકડાયો:જમીન દલાલ, ડ્રાઈવર સહિત ત્રણ આરોપીઓની ધરપકડ
સુરતમાંથી 2 લક્ઝરીયસ કારમાંથી દારૂ પકડાયો:જમીન દલાલ, ડ્રાઈવર સહિત ત્રણ આરોપીઓની ધરપકડ
આમ તો ગુજરાતમાં દારુબંધી છે. આમ છતાં ગુજરાતમાંથી વારંવાર દારુનો જથ્થો ઝડપાતો રહે છે. પોલીસથી બચીને દારૂને ગુજરાતમાં ઘુસાડવા માટે બુટલેગરો વિવિધ કિમીયા અજમાવતા હોય છે. ત્યારે આવી જ એક ઘટના સુરત શહેરમાંથી સામે આવી છે. સુરત પોલીસે વિદેશી બ્રાન્ડની મોંઘી દારૂની બોટલો  સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

પોલીસે 2 લક્ઝરીયર કાર સહિત કુલ 46.88 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, સુરત શહેરના વેસુ વિસ્તારમાં પોલીસની ટીમ ચેકિંગ કરી રહી હતી. આ દરમિયાન પોલીસને 2 લક્ઝુરિયસ કારમાંથી વિદેશી બ્રાન્ડની મોંઘી  દારૂની બોટલો મળી આવી હતી. જે બાદ વેસુ પોલીસે સુરતના જમીન દલાલ અને ડ્રાઈવરને 1.63 લાખની મત્તાના ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. વેસુ પોલીસે રાતે ચેકિંગ દરમિયાન જમીન દલાલ મનીષકુમાર મનહરસિંહ અને ડ્રાઈવર મોરારી શર્માને કાર, દારૂ સહિત કુલ 46.88 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પડ્યા હતા.

Read About Weather here

જે બાદ પોલીસે તેઓની આકરી પૂછપરછ કરતા તેઓ આ વિદેશી બ્રાન્ડની મોંઘી  દારૂની બોટલો મધ્યપ્રદેશથી લાવ્યા હોવાનું જણાવ્યું હતું. સાથે જ આ તમામ સુરતમાં બેંકમાં કામ કરનાર વ્યક્તિને દારૂ સપ્લાય કરતા હોવાનું જણાવ્યું હતું. જે બાદ અન્ય એક શખ્સને પણ પોલીસે ઝડપી પાડ્યો હતો. હાલ પોલીસે  દારૂની બોટલો મામલે પોલીસે 3 વ્યક્તિ સામે ગુનો નોંધ્યો છે. ઝડપાયેલી બંન્ને કાર અન્ય લોકોની માલિકીની હોવાથી પોલીસે તપાસ હાથ ધરી છે. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here