સુરત:ફાયરિંગ વિથ ડબલ મર્ડરના ગુનામાં 14 વર્ષથી ફરાર આરોપી છત્તીસગઢથી ઝડપાયો

સુરત:ફાયરિંગ વિથ ડબલ મર્ડરના ગુનામાં 14 વર્ષથી ફરાર આરોપી છત્તીસગઢથી ઝડપાયો
સુરત:ફાયરિંગ વિથ ડબલ મર્ડરના ગુનામાં 14 વર્ષથી ફરાર આરોપી છત્તીસગઢથી ઝડપાયો
ફાયરિંગ વિથ ડબલ મર્ડરના ગુનામાં છેલ્લા 14 વર્ષથી ફરાર આરોપી છત્તીસગઢથી ઝડપાયો હતો . સુરતના કડોદરા જીઆઇડીસી પોલીસ મથકમાં વર્ષ 2009માં નોંધાયેલા ફાયરિંગ વિથ ડબલ મર્ડરના ગુનામાં છેલ્લા 14 વર્ષથી ફરાર આરોપીને સુરત એલસીબી ઝોન-2ની ટીમે છત્તીસગઢના રાયપુર ખાતેથી ઝડપી પાડ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

આરોપીની ધરપકડ કરવા માટે પોલીસે સ્થાનિક લોકો જેવો પહેરવેશ ધારણ કર્યો હતો. જ્યાં માથે ગમછો અને જેકેટ પહેરી સતત વોચ રાખી આરોપીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી.સુરત શહેર પોલીસે ગંભીર પ્રકારના ગુનામાં ફરાર આરોપીઓને ઝડપી પાડવા “ઓપરેશન ફરાર”શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આરોપીઓ ઉપર રોકડ રકમના ઇનામ પણ જાહેર કરવામાં આવ્યા છે. આવા ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલ અને પોલીસ ચોપડે ફરાર આરોપીઓને ઝડપી પાડવા શહેર પોલીસ કમિશનર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે. જે અન્વયે સુરતની એલસીબી ઝોન-2ની ટીમે છેલ્લા 14 વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.

સુરત ડીસીપી ભગીરથ ગઢવીના જણાવ્યા અનુસાર, વર્ષ 2009માં સુરત કડોદરા જીઆઇડીસી પોલીસમાં ફાયરિંગ વિથ ડબલ મર્ડરનો ગુનો નોંધાયો હતો. જે ગુનામાં જે તે સમયે પાંચ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે આરોપી મહેન્દ્ર પ્રતાપસિંહ ઉર્ફે બબલુ કુર્મી પટેલ ફરાર થઈ ગયો હતો. જે છેલ્લા 14 વર્ષથી ફરાર હતો. અવારનવાર આરોપીને ઝડપી પાડવા પોલીસની ટીમ તેના વતન પણ ગઈ હતી. પરંતુ આરોપી નાસતો- ફરતો ફરી રહ્યો હતો.

આરોપી રાયપુર ખાતે પોતાની ઓળખ છુપાવી ચણા વેચતો હતો

દરમિયાન સુરત એલસીબી ઝોન 2ની ટીમને માહિતી મળી હતી કે, આ ગુનાનો આરોપી મહેન્દ્ર પ્રતાપસિંહ ચિત્રકૂટ ખાતે છુપાયો છે. જે માહિતીના આધારે પોલીસની ટીમ ચિત્રકૂટ ખાતે ગઈ હતી. પરંતુ ત્યાંથી પણ આરોપી ભાગી છૂટ્યો હોવાની જાણકારી મળતા પોલીસની ટીમ અધ્ધ રસ્તા વચ્ચેથી પરત ફરી હતી. આ વચ્ચે સુરત એલસીબી ઝોનની ટીમને એક ચોક્કસ માહિતી મળી હતી કે આરોપી મહેન્દ્ર પ્રતાપસિંહ છત્તીસગઢના રાયપુર ખાતે પોતાની ઓળખ છુપાવી ચણા વેચવાનું કામ કરે છે.

Read National News : Click Here

જે માહિતીના આધારે એલસીબી ઝોનની ટીમ છતીસગઢના રાયપુર ખાતે ગઈ હતી. 14 વર્ષ બાદ આરોપીની ઓળખ મેળવવી પોલીસ માટે ઘણી મુશ્કેલ બાબત હતી, જેથી આરોપીના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી ફોટો મેળવી આરોપીની ઓળખ મેળવવામાં આવી હતી. રાયપુર ખાતે સ્થાનિક લોકોનો પહેરવેશ ધારણ કરી પોલીસની ટીમ દ્વારા સતત આરોપીની વોચ રાખવામાં આવી હતી. રાયપુર ખાતે આવેલા અટલ એક્સપ્રેસ-વે પર દાણા-ચણાનું વેચાણ કરતા મહેન્દ્ર પ્રતાપસિંહને દબોચી લેવાયો હતો. આરોપીની હાલ ધરપકડ કરી આગળની કાર્યવાહી સુરત એલસીબી ઝોન -2 ની ટીમે હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here