સિદ્ધપુર : ગોડાઉનમાંથી 42 લાખના એરંડાની બોરીઓની ચોરી કરી વેપારીઓને બજારમાં વેચી મારી

સિદ્ધપુર : ગોડાઉનમાંથી 42 લાખના એરંડાની બોરીઓની ચોરી કરી વેપારીઓને બજારમાં વેચી મારી
સિદ્ધપુર : ગોડાઉનમાંથી 42 લાખના એરંડાની બોરીઓની ચોરી કરી વેપારીઓને બજારમાં વેચી મારી
સમગ્ર ઘટના પર નજર કરીએ તો પાટણના ગંજ બજારમાં વિશાલ ટ્રેડર્સ નામના વેપારી રાહુલ શાહ કે જેઓનું પાટણના કુણઘેર ગામે મલ્હાર નામનું ગોડાઉન આવેલું છે, આ ગોડાઉનમાં લાખો રૂપિયાની એરંડાની બોરીઓ ભરીને રાખવામાં આવતી હતી.

Visit Saurashtra Kranti Homepage here

આ ગોડાઉનમાં રાખવામાં આવેલ એરંડાની બોરી નંગ 984 કિંમત રૂપિયા 42,43,500 ચોરી થઈ હોવાનું ગોડાઉનના મેનેજરની સામે આવતા વેપારી રાહુલ શાહે પાટણ તાલુકા પોલીસ મથકે એરંડા ચોરીની ફરિયાદ નોંધાવી હતી. પાટણ SPએ બનાવી હતી વિવિધ ટીમો ઘટનાની ગંભીરતાને લઈ પાટણ એસપીએ આરોપીઓની ઝડપી પાડવા પોલીસની વિવિધ ટીમો બનાવી કામે લગાડી હતી. જેમાં પાટણ SOG પોલીસને બાતમી મળી હતી કે ગોડાઉનમાં એક ટ્રક અવાર નવાર આવતી હતી, જે બાદ પોલીસે ટ્રક માલિકની પૂછપરછ કરતા SOG પોલીસને ગુનાના મૂળ સુધી જવામાં સફળતા મળી હતી.

SOG પોલીસના હાથે આરોપીઓ (1) હિતેન્દ્રગીરી ભરતગીરી ગોસ્વામી (રહે. હાંશાપુર તાલુકો, જિલ્લો પાટણ), (2) ભીલ રમેશ ઉર્ફે લાલો દશરથભાઈ (રહે. મીરા દરવાજા, પાટણ) (3) ટીનાજી ચતુરજી ઠાકોર (રહે.શંકરપુરા, તા.સિધ્ધપુર), (4) પ્રવીણ શિવરામદાસ પટેલ (રહે.ખળી, ઉમિયાપરું તાલુકો સિદ્ધપુર જિલ્લો પાટણ) ઝડપાઈ ગયા હતા. પાટણ DYSP કે.કે પંડ્યાએ સમગ્ર કેસ વિશે માહિતી આપતા જણાવ્યું કે, આ આરોપીઓએ ગોડાઉનનું તાળું તોડી તેની જગ્યાએ પોતાનું તાળું લગાવી મજૂરો મારફત એકબીજાની મદદગારીથી અલગ-અલગ ટ્રકોમાં અને જુદાજુદા દિવસોએ એરંડાની બોરીઓની ચોરી કરી હતી. પોલીસે ઝડપાયેલ ચાર આરોપીઓની આકરી પૂછપરછ કરતા આરોપીઓએ જણાવેલ કે ચોરીની 800 નંગ એરંડાની બોરીઓ સિદ્ધપુરના ગંજ બજારમાં અલગ અલગ પેઢીઓને વેચી હતી. 

Read Saurashtra Kranti E-Paper here

એક આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂરઃ કે.કે પંડ્યા

તેઓએ કહ્યું કે, હાલ તો પોલીસે આરોપીઓ પાસેથી એરંડાની બોરીઓની વેચાણમાંથી મળેલ 21 લાખ 49 હજાર રોકડ તથા પાંચ મોબાઈલ નંગ સાથે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે જેમાંનો એક આરોપી હેન્ડીકેપ છે તો આ ગુનામાં સંડોવાયેલ ઠાકોર પ્રવીણજી જાદવજી (રહે. હાંશાપુર જિલ્લો પાટણ) હજુ પણ પોલીસ પકડથી દૂર છે હાલ તો પોલીસે ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.પોલીસે ઝડપાયેલ આરોપીઓ પાસેથી એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે સિદ્ધપુર સિવાય અન્ય કોઈ વેપારીઓ આરોપીઓ પાસેથી ચોરીનો મુદ્દામાલ ખરીદતા હતા કે કેમ, આરોપીઓ અન્ય કોઈ આંતરરાજ્ય ચોરીની ગેંગ સાથે સંડોવાયેલા છે કે કેમ તે તમામ પાસાઓ ઉપર હાલ તો પાટણ પોલીસ કામ કરી રહી છે. પોલીસે હાલ તો આરોપીઓને રિમાન્ડ ઉપર લેવાની તજવીજ હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here