સાવરકુંડલા રોડ પર જમાઈએ લોખંડના પાઇપ અને છરીના ઘા ઝીંકી સસરાની હત્યા કરી

સાવરકુંડલા રોડ પર જમાઈએ લોખંડના પાઇપ અને છરીના ઘા ઝીંકી સસરાની હત્યા કરી
સાવરકુંડલા રોડ પર જમાઈએ લોખંડના પાઇપ અને છરીના ઘા ઝીંકી સસરાની હત્યા કરી
તળાજા તાલુકાના બોરડી ગામે રહેતા આઘેડ અને તેમના પત્ની મોટરસાયકલ લઈને શ્રીમંત પ્રસંગ માથી પરત મહુવા આવતા હતા તે દરમિયાન સાવરકુંડલા રોડ પર આવેલા ચકડા પાસે જમાઈએ આંતરી સસરા ને લોખંડના પાઇપ અને છરીના ઘા ઝીંકી દીધા હતા.

Visit Saurashtra Kranti Homepage here

આઘેડ ગંભીર હાલતે હોસ્પિટલે ખસેડાયા જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. આ ઘટના ની જાન થતાની સાથે પોલીસ કાફલો દોડી ગયો હતો. મૃતકને પીએમ અર્થે ખસેડી આગળની તજવીજ હાથ ધરી હતી. આ બનાવની પ્રાપ્ત થતી વિગત અનુસાર તળાજાના બોરડી ગામે રહેતા સનાભાઇ ચિથરભાઈ દાઠિયા ઉ.વ ૫૦ ની પુત્રી આશાબેનનાં લગ્ન રાજુલાના કુંભારીયા ગામે રહેતા તુલસીભાઈ ખીમજીભાઈ ચૌહાણ સાથે થયા હતા.દરમિયાનમાં પુત્રી જમાઈને  વારંવાર માથાકૂટ થતી હોય પુત્રી રિસામણે આવી ગઈ હતી.આ બાબતને લઈને જમાઈ રોષે ભરાયેલા હતા દરમ્યાનમાં સનાભાઇ અને તેમના પત્ની સુરેખાબેન મોટરસાયકલ લઈને ગામથી શ્રીમંત પ્રસંગ પતાવીને મહુવા તરફ આવતા હતા ત્યારે ઉશ્કેરાયેલા જમાઈ તુલસીએ સાવરકુંડલા રોડ પર આવેલા ચકલા પાસે સાસુ સસરાને આંતરી જમાઈએ આડેધડ સસરા પર લોખંડના પાઇપ અને છરીના ઘા ઝીંકી દીધા હતા.

Read National News : Click Here

સનાભાઇને લોહી લુહાણ હાલ હાલતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.અને મૃતકને પીએમ  માટે ખસેડી આગળની તજવીજ હાથ ધરી હતી.આ બનાવ સંદર્ભે મૃતકના પુત્ર પિન્ટુભાઈ સનભાઈ દાઠિયાએ બનેવી વિરુદ્ધ પિતાની હતા કરી હોવાની ફરિયાદ નોધાવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here