વૃદ્ધ રોડની સાઈડમાં બાંકડા પર બેઠા હતા:અચાનક ઇકો કાર બેફામ સ્પીડમાં આવી વૃદ્ધને હડફેટે લેતા મોત

વૃદ્ધ રોડની સાઈડમાં બાંકડા પર બેઠા હતા:અચાનક ઇકો કાર બેફામ સ્પીડમાં આવી વૃદ્ધને હડફેટે લેતા મોત
વૃદ્ધ રોડની સાઈડમાં બાંકડા પર બેઠા હતા:અચાનક ઇકો કાર બેફામ સ્પીડમાં આવી વૃદ્ધને હડફેટે લેતા મોત
રાજકોટ જિલ્લાના જામકંડોરણા નજીક કાના વડાળા ગામે એક વૃદ્ધ રોડની સાઈડમાં બાંકડા પર બેઠા હતા, તો પણ બેફામ બનેલા ઇકો ચાલકે હડફેટે લઈ મોત નિપજાવ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી છે.

Visit Saurashtra Kranti Homepage here

અત્રે એ નોંધ લેવા જેવી કે, અકસ્માતનો ભોગ બનનાર ક્યાં બેઠા છે કે, ઉભા છે એ સ્થિતિ નહિ પણ અકસ્માત સર્જનાર વાહન ચાલક કેટલું સ્પીડમાં વાહન ચલાવે છે તે મુદ્દો અકસ્માતનું મુખ્ય કારણ છે. આ અકસ્માત એટલો ગંભીર હતો કે, ઇકો કારનો બુકડો બોલી ગયો હતો, કારની સ્પીડ એટલી ઝડપી હતી કે, ટક્કર મારી કારે એક સિમેન્ટનો થાંભલો પણ ઉખેડી ફેંક્યો હતો.અકસ્માતને અંજામ આપી આરોપી કાર મુકી ફરાર થઈ ગયો હતો. જામકંડોરણા પોલીસ મથકે ચાલક સામે સદોષ મનુષ્ય વધની ફરિયાદ દાખલ કરાઈ છે. બનાવમાં મૃતક ખુમાણસિંહ જાડેજાએ સ્થળ પર જ દમ તોડી દીધો હતો જેથી પરિવારમાં શોક છવાયો છે. આ તરફ બેદરકારીથી ઇકો ચલાવતા ચાલક પર ગ્રામજનોએ રોષ વ્યક્ત કર્યો છે.
બનાવની વિગત મુજબ, ગત રોજ બપોરે 12 વાગ્યા આસપાસ કાના વડાળામાં રહેતા ખુમાનસિંહ જામભા જાડેજા ગામમાં જ જામકંડોરણા-કાલાવડ રોડ પર આવેલા કમલેશ્વર મહાદેવ સામે રોડની સાઈડમાં સિમેન્ટના બાંકડા પર બેઠા હતા. દરમિયાન જીજે 03 એફકે 2840 નંબરની ઇકો કાર બેફામ સ્પીડમાં આવી હતું અને અચાનક જ બાંકડા સહિત ખુમાનસિંહને હડફેટે લઈ ફંગોળી દીધા હતા. કાર એક સિમેન્ટના વીજ થાંભલા સાથે અથડાઈ હતી.

Read About Weather here

જેમાં થાંભલો પણ તૂટી પડ્યો હતો. ઉપરાંત બાંકડો પણ ભાંગી ગયો હતો. કાર એટલી સ્પીડમાં ભટકાઈ હતી કે, કારનો પણ બુકડો બોલી ગયો હતો. આસપાસ ઉભેલા લોકોએ અને રાહદારીઓએ 108માં જાણ કરી હતી. દરમિયાન ખુમાનસિંહના પરિવારજનો પણ દોડી આવ્યા હતા. ઇકો ચાલક કાર મુકી ફરાર થઇ ગયો હતો. આ તરફ જામકંડોરણા પોલીસને જાણ થતાં પીએસઆઇ વી.એમ. ડોડીયા સ્ટાફ સાથે દોડી ગયો હતો. મૃતકના પુત્ર કનકસિંહ જાડેજા(ઉ.વ.35)ની ફરિયાદ પરથી ઇકો કારના ચાલક સામે આઇપીસી 304(અ), 279, 337, 338 અને એમ.વી. એકટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદ એસ.જી. હાઇવે પર અકસ્માત જોવા રોડ પર ટોળે વળેલા લોકોને બેફામ સ્પીડમાં કાર ચલાવી નીકળેલા તથ્ય પટેલે હડફેટે લેતા 10 લોકોના મોત થયા હતા. ત્યારે બચાવ પક્ષે એવી દલીલ થયેલી કે લોકોની ભૂલ છે કે, તેઓ રોડ પર ઉભા હતા. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here