વાલીઓ વ્યસનથી દુર રહે તે ખુબ જ જરૂરી છે.અન્યથા તેમના બાળકોમાં પણ આ કુટેવ આવી જશે: મેયર ડો.પ્રદિપ ડવ

વાલીઓ વ્યસનથી દુર રહે તે ખુબ જ જરૂરી છે.અન્યથા તેમના બાળકોમાં પણ આ કુટેવ આવી જશે: મેયર ડો.પ્રદિપ ડવ
વાલીઓ વ્યસનથી દુર રહે તે ખુબ જ જરૂરી છે.અન્યથા તેમના બાળકોમાં પણ આ કુટેવ આવી જશે: મેયર ડો.પ્રદિપ ડવ
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા રાજકોટની જગઊં ગૃપના અને ઉંઇંઙ ફાઉન્ડેશનના સહયોગથી ચાલતી અંગ્રેજી માધ્યમની શાળાઓમાં વર્ષ 2023-24 માટે નર્સરીમાં પ્રવેશ માટે આજે રોજ ડ્રો કાર્યક્રમ મેયર ડો.પ્રદિપ ડવના અધ્યક્ષ સ્થાને યોજાયો.

આ પ્રસંગે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, ડેપ્યુટી મેયર કંચનબેન સિધ્ધપુરા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી વીરેન્દ્રસિંહ ઝાલા, માધવભાઈ દવે, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, કોર્પોરેટર ચેતનભાઈ સુરેજા, નીતિનભાઈ રામાણી, નિરૂભા વાઘેલા, ડો.દર્શનાબેન પંડ્યા, રસીલાબેન સાકરીયા, કંકુબેન ઉઘરેજા, દક્ષાબેન વસાણી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી કિરીટસિંહ પરમાર, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના નવનિયુક્ત સભ્ય ઈશ્ર્વરભાઈ જીતિયા, વિક્રમભાઈ પૂજારા, હિતેશભાઈ રાવલ, વિક્રમસિંહ જાડેજા, વિરમભાઈ સાંબડ, રસિકભાઈ બદ્રકિયા, પ્રવિણકુમાર નિમાવત, અજયભાઈ પરમાર, સુરેશભાઈ રાઘવાણી, જયદીપભાઈ જલુ, જગદીશભાઈ ભોજાણી, રાજેશભાઈ માંડલીયા, સંગીતાબેન છાયા, જાગૃતિબેન ભાણવડીયા તેમજ નર્સરીના પ્રવેશ માટેના લાભાર્થી બાળકો તેમજ વાલીઓ બહોળી સંખ્યામાં હાજર રહેલ.   આ પ્રસંગે મેયર ડો.પ્રદિપ ડવએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારના વડીલો તેમના સંતાનો અંગ્રેજી માધ્યમમાં સારું શિક્ષણ મેળવે તેવી લાગણી ધરાવતા હોય છે. તેઓની આ ઈચ્છા પૂર્ણ કરવામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અંગ્રેજી માધ્યમની શાળાઓ આશીર્વાદરૂપ ભૂમિકા ભજવે છે. ગરીબ હોવું એ પાપ કે ગુનો નથી તેનું બાળક પણ ઉચ્ચ શિક્ષણ મેળવી શકે છે

Visit Saurashtra Kranti Homepage here

. આજના બાળકો આવતીકાલના ભારતનું ભવિષ્ય છે. તત્કાલિન મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના તમામ બાળકો શિક્ષણ મેળવે તેવા આશયથી શાળા પ્રવેશોત્સવ યોજવાનો પ્રારંભ કરેલ હતો અને તેના કારણે ગુજરાતમાં સારા પરિણામો પ્રાપ્ત થયેલ છે.મેયરએ વધુમાં જણાવ્યું હતું કે, વાલીઓ અને શિક્ષકો બાળકોમાં સંસ્કારનું સિંચન કરે છે. વાલીઓએ વ્યસનથી દુર રહેવું જોઈએ. જો વાલીઓ વ્યસન ધરાવતા હશે તો જાણ્યે અજાણ્યે તેમના બાળકોમાં પણ તેમણે અનુસરીને વ્યસનની કુટેવ આવી જશે. આજ રોજ 75 બાળકોનો અંગ્રેજી માધ્યમ સ્કુલમાં પ્રવેશ મળનાર છે તેમના તમામ વાલીઓને ખુબ ખુબ શુભેચ્છા. નગર પ્રાથમિક શિક્ષણની 93 સ્કુલમાં 1106 શિક્ષકોનો સ્ટાફ છે અને ઉચ્ચ અભ્યાસ પણ ધરાવે છે તેમજ શાળાઓમાં કોમ્પ્યુટર, લેબોરેટરી, રમત ગમતનું ગ્રાઉન્ડ વગેરે સુવિધા ઉપલબ્ધ છે.

શાળા બોર્ડના ઘણા છાત્રો ડોક્ટર સહિતના વિવિધ ક્ષેત્રોમાં ઉચા હોદા પર પહોંચ્યા છે જે ગૌરવની બાબત છે. તાજેતરમાં જીલ્લા ફેરબદલી પ્રક્રિયા મારફત 201 શિક્ષકોની નિમણૂક કરી શાળા બોર્ડનું મહેકમ પૂર્ણ થયેલ છે. જેના કારણે શિક્ષણને વેગ મળશે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અગાઉના ચેરમેન દેવાંગભાઈ માંકડના પ્રયત્નથી જગઊં ગૃપના અને ઉંઇંઙ ફાઉન્ડેશનના સહયોગથી અંગ્રેજી શાળા શરૂ કરાયેલ છે. જે બદલ એસ.એન.કે.સ્કુલના કિરણભાઈ પટેલ અને તેમના પ્રતિનિધિઓને ખુબ ખુબ અભિનંદન પાઠવું છું. આ પ્રસંગે સૌ પ્રથમ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરેલ. ત્યારબાદ શાસનાધિકારી શ્રી કિરીટસિંહ પરમાર દ્વારા શાબ્દિક સ્વાગત સાથે સૌને આવકારેલ હતા  ત્રણેય ઝોનમાં આવેલી અંગ્રેજી શાળાઓમાં નર્સરીમાં પ્રવેશ માટે ડ્રો કરવામાં આવેલ.

Read About Weather here

આ ઉપરાંત જીલ્લા ફેરબદલીની પ્રક્રિયાથી 201 શિક્ષકોની નિમણૂક થયેલ છે. આ શિક્ષકોને ટોકનરૂપે મહાનુભાવોના દ્વારા આવકારેલ અને નિમણૂકપત્ર એનાયત કરેલ.    વેસ્ટ ઝોનમાં આવેલ  રવિન્દ્રનાથ ટાગોર, પ્રાથમિક શાળા નં.64, ઇસ્ટ ઝોનમાં આવેલ ડો.હોમી જહાંગીર ભાભા શાળા નં.78 અને સેન્ટ્રલ ઝોનમાં આવેલ શ્રી નર્મદ શાળા નં.79માં દરેક સ્કુલમાં નર્સરી માટે 25 બાળકોની પસંદગી કરાયેલ જેમાં દરેક સ્કુલમાં 12 બોયઝ અને 13 ગર્લ્સનો સમાવેશ કરાયેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી કિરીટસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ તમામ શિક્ષકોએ જહેમત ઉઠાવેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક ધર્મેન્દ્રભાઈ દવે કરેલ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here