વડોદરાના સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના એક ગ્રાહક સાથે બેંકના ફેંક કસ્ટમર કેર નંબરના આધારે 8.32 લાખની ઠગાઈનો કિસ્સો બનતા સાઈબરસેલે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.તાંદલજા વિસ્તારના અલીફ નગરમાં રહેતા અને સિક્યુરિટી કંપનીમાં ફરજ બજાવતા સુરેશભાઈ પટેલે પોલીસને કહ્યું છે કે, ગઈ તા 20 જૂને હું ગોધરા ગયો હતો ત્યારે સ્ટેટ બેન્કના એટીએમમાંથી રૂ.5000 કાઢવા માટે પ્રયાસ કર્યો હતો પરંતુ આ રકમ નીકળી ન હતી અને મારા એકાઉન્ટમાં આ રકમ ડેબિટ બતાવતી હતી.
Visit Saurashtra Kranti Homepage here
તા.24મી સુધી મારા એકાઉન્ટમાં રકમ રકમ ફરી જમા નહીં થતાં મેં ગૂગલ સર્ચ કરી એસબીઆઈનો કસ્ટમર કેર નંબર મેળવી વાતચીત કરી હતી. કસ્ટમર કેરમાંથી મને રકમ રિફંડ મળી જશે તેમ કહી અમારી મુંબઈ હેડ બ્રાન્ચમાંથી આપનો સંપર્ક કરવામાં આવશે તેમ કહેવાયું હતું.ત્યારબાદ મને મુંબઈ હેડ બ્રાન્ચના નામે કોલ આવ્યો હતો અને RUSK DESK નામની એપ ડાઉનલોડ કરાવી હતી. પરંતુ ત્યારબાદ આ રકમ મારા ખાતામાં પરત આવી ન હતી અને જુદા જુદા છ ટ્રાન્જેક્શન દ્વારા મારા બેન્ક એકાઉન્ટમાંથી કુલ 8.32 લાખ રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા હતા. સાયબર સેલે આ બાબતે ગુનો નોંધી બેંકમાંથી ડીટેલ મંગાવી છે.
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here